________________
(૧) વન ફેમિલી !
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : મોટું ચડેલું હોય છે. ઘેર આવીએ તો મોટું ચડેલું હોય
દાદાશ્રી : હવે કંઈ પૂછ, બધી હરકત હોય તે બધી પૂછ અને એક જ ફેમિલી હોય ને એવું જીવન જીવવું જોઈએ. વન ફેમિલી તરીકે તો જીવો.
ફેમિલીના માણસનો આમ હાથ અથાડે તો આપણે એની જોડે લડીએ ? ના. એક ફેમિલી રીતે રહેવું. બનાવટ નહીં કરવાની. આ તો લોક બનાવટ કરે છે, એવું નહીં. એક ફેમિલી... તારા વગર મને ગમતું નથી એમ કહેવું. એ વઢેને આપણને, ત્યારપછી થોડીવાર પછી કહી દેવું. ‘તું ગમે તે વટું, તોય પણ તારા વગર મને ગમતું નથી.” એમ કહી દેવું. આટલો ગુરુ મંત્ર કહી દેવો. એવું કોઈ દહાડો બોલતા જ નથીને. તમને બોલવામાં વાંધો શું? તારા વગર ગમતું નથીને. મનમાં રાખીને પ્રેમ ખરો, પણ થોડું ખુલ્લું કરવું.
કરો ક્લીત ઘરનો વ્યવહાર
પછી બત જગતો ભરથાર! ફેમિલી જ ચોખ્ખું કરો, બીજું કંઈ નહીં. તમારી ફેમિલીને જ ચોખ્ખું કરો. તમારી બુદ્ધિથી સમજાય એવું છે કે નહીં ? અને વન ફેમિલીમાં શું હોવું જોઈએ, તમે બીજાને શું સલાહ આપો ? કોઈ મહીં લડેલડા ના કરશો. મહીં કચકચ ના કરશો, એવું કહીને ? અને તમે સલાહ આપનારા અને તમારા ઘર કચચ. એટલું જ કહું છું. વધારે નહીં કહેતો. વળી મોક્ષની વાત જવા દો અત્યારે, આટલું કરો તો મહીં ક્લેશ ના રહે ઘરમાં.
પહેલો ધર્મ જે છે એ ઘરમાંથી શરૂ કરો. ઘરમાં કિંચિત્માત્ર ડખો ના રહે અને દુઃખ ના થાય કોઈને, એવી રીતે ફેમિલી મેમ્બર તરીકે થઈ જાવે.
બેનો કશી વાતચીત કરજો. એનો ! દુ:ખનો અંત તો આવવો જોઈએ. આમ ક્યાં સુધી આવું ને આવું રહે, આપણું જીવન ! આટલા બધા ડૉલર પગાર મળે છે. આટલાં બધાં મકાનો સરસ છે, અડચણ કોઈ જાતની નથી, છતાં દુઃખ ક્યાંથી આવ્યું ? ક્યાંથી પેસી ગયું ? કયા ખૂણામાંથી પેસી ગયું?
દાદાશ્રી : શા માટે ? આ અણસમજણ જ છે બધી. અણસમજણો ભાંગો. બીજો ધર્મ નહીં કરો તો ચાલશે, ભગવાનને એના પર વાંધો નથી, પણ એવી અણસમજણ કાઢી નાખોને. આપણી સેફ સાઈડ તો કરો. વધારે ના થાય તો આપણા ઘરની ફેમિલી સેફસાઈડ તો કરો. એ પહેલો ધર્મ અને પછી મોક્ષધર્મ. આપણે કોણ છીએ એ પછી જાણવું જોઈએ, એ મોક્ષધર્મ. બે ધર્મો જાણવા જોઈએ. ઘરમાં દુઃખ આપીને આપણે સુખી થઈએ એવું બને નહીંને ! અને છોકરાય ખરાબ થઈ જાય. એટલે બેન કંઈક સારું જીવન જીવો. હવે ધણીને કહી દેવું કે આપણે ફેમિલીમાં છીએ. ફેમિલીને અન્યાય ના કરશો, કહીએ.
જોઈટ ફેમિલીને માતો એક,
મારી-તારીનો બુદ્ધિ પાડે ભેદ ! પ્રશ્નકર્તા : આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ, તો મારું તારું બહુ થયા કરે, એનું શું કારણ ?
દાદાશ્રી : આપણે તો જોઈન્ટ ફેમિલીમાં બધુંય મારું છે એવું જો સમજવામાં આવે, તો મારું-તારું ના થાય. પણ આ તો આટલું મારું અને આટલું એનું એ ભેદબુદ્ધિ છે. બુદ્ધિને લીધે ભેદ પડ્યો. બુદ્ધિ ભેદ પાડી આપે કે નહીં ? સામું માણસ કહે કે આ તો મારું, તોય આપણે કહીએ કે, ના,
આ તો તમારું ને આ મારું ! ના, આ બધું આપણું જ છે, કહીએ. એમ વિશાળ બુદ્ધિ રાખીએ તો જ નિવેડો આવે નહીં તો નિવેડો કેવી રીતે આવે ?
આ બધી તમારી પોતાની જ વાત છે. મારી વાત નથી આ. તમારી પોતાની જ વાત છે અને તમને હું જુદો લાગું છું, પણ મને તમે જુદા નથી લાગતા, કારણ કે હું આત્મસ્વરૂપે જોઉં છું બધું અને મારા પોતાના રૂપે જ જોઉ છું, મને જુદું ના લાગે, તમે અવળું-સવળું બોલો તોય જુદું ના લાગે. કારણ કે હું વન ફેમિલી રીતે જોઉં છું. અને તમે તમારી ફેમિલીને જ ફેમિલી નથી ગણતા. હું આવડી મોટી ફેમિલીને, એક ફક્ત અમારા વાઈફ