________________
(૨૫) આદર્શ વ્યવહાર, જીવનમાં
પ૨૫
૫૨૬
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
(સાપેક્ષ બધું વિનાશી છે), એ બધો વ્યવહાર છે અને રિયલ ઇઝ ધી પરમેનન્ટ (નિરપેક્ષ કાયમનું છે). પરમેનન્ટનો વ્યવહાર કરવાનો નથી. આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટનો વ્યવહાર કરવાનો છે. તમને આ વાત ગમી કે કે થોડુંક કાચું છે ?
પ્રશ્નકર્તા : અમારું કાચું તો ખરું ને !
દાદાશ્રી : એ તો સ્વાભાવિક હોય. અત્યારે છોકરાઓ માસ્તરને શું કહે કે સાહેબ અમને આવડતું નથી. એટલે આમાં કાચું હોય એ તો સ્વાભાવિક વસ્તુ છે. આવું તમે બોલો છો એટલું જ સારું છે ને ? નહીં તો લોક તો કહેશે કે તમારા કરતાં મારું પાકું છે ! ત્યારે હું કહુંય ખરો કે ભઈ, તારી વાત સાચી છે. હું જાણું કે આનામાં કંઈક રોગ છે. કયો રોગ છે એ ના કહું પણ હું સમજી જઉં. અને નિરોગી માણસ તો જેવું હોય તેવું બોલે કે સાહેબ, હું હજી કાચો છું.
હવે શુદ્ધ વ્યવહાર ક્યારે કહેવાય ? જ્યારે આડોશીપાડોશી બધા એમ કહે કે ચંદુભાઈ બહુ સારા માણસ છે. ઘરનાને પૂછીએ, પૈડા ડોશીમાને પૂછીએ કે કેમ છે ચંદુભાઈ ? તો એય કહેશે કે એનો તો બહુ સારો સ્વભાવ છે.
અમારો વ્યવહાર સુંદર છે. આજુબાજુ પૂછવા જાવ, વાઈફને પૂછવા જાવ તો કહે કે એ તો ભગવાન જ છે ! તોય એક ફેરો કોઈને વ્યવહારમાં મારી કંઈ ભૂલ દેખાઈ. તે મને કહે છે કે ‘તમારે આમ કરવું જોઈએને ? આ તમારી ભૂલ કહેવાય.” મેં કહ્યું કે “ભઈ, તે તો આજે જાણ્યું, પણ હું તો નાનપણથી જાણું છું કે આ ભૂલવાળો છે.' ત્યારે કહે કે “ના, નાનપણમાં એવા નહોતા. હમણે થયા છો.” એટલે આ બધું પોતપોતાની સમજણથી છે. એટલે અમે અમારું પહેલું જ દેખાડી દઈએ કે અમે પહેલેથી જ કાચા છીએ. એટલે અથડામણ થાય જ નહીંને ! પેલાનેય ટાઈમ બગાડવાનો રહ્યો જ નહીંને ! ને એને દુઃખેય થવાનું રહ્યું નહીં.
આત્મલક્ષે આદરે જે વ્યવહાર,
આદર્શ સ્વ-પર સુખ દાતાર ! વ્યવહાર સુંદર હોવો જોઈએ એટલે આદર્શ હોવો જોઈએ.
પ્રશ્નકર્તા: જેનો વ્યવહાર આદર્શ હોય તેને પછી આત્માના જ્ઞાન સાથે શું લેવાદેવા ? એટલે શું કરવા પ્રયત્ન જ કરવો જોઈએ ?
દાદાશ્રી : એ જ્ઞાનને લઈને જ વ્યવહાર આદર્શ થયો છે. વ્યવહાર આદર્શ એ પરિણામ છે. આત્માનું જ્ઞાન કૉઝિઝ છે, આત્માનું સેવન કરવાથી એ વ્યવહાર આદર્શ ઉત્પન્ન થયો છે. ક્રોધ-માન-માયા-લોભ ખસી ગયા, અહંકાર ખસી ગયો એટલે જગતને ફાવતું આવ્યું. ભઈ, બરોબર છે, સારો માણસ છે. આદર્શ વ્યવહાર થઈ ગયો. આજુબાજુ તમારા પડોશીઓ તમારો આદર્શ વ્યવહાર છે કહે ?
પ્રશ્નકર્તા : પૂછ્યું નથી.
દાદાશ્રી : ના, પણ તમને કેમ લાગે, એમનો પ્રેમ જોઈને તો ખબર પડે ને ? એના પ્રેમ ઉપરથી આપણને ખબર પડે, પૂછવાની જરૂર નહીં. નહીં તો ખોટું તો ના બોલે, નાલાયક છો ને એવું તેવું ના બોલે.
જ્ઞાતી સમજાવે સર્વ પોઈન્ટ,
કાર્યરત છતાં સ્વમાં જોઈટ ! ભગવાન એટલું જ કહે છે કે વ્યવહારમાં કોઈને બાધારૂપ ના થઈ પડીએ. એટલો વ્યવહાર સાચવજો. કો'ક કહેશે, ઊભા રહો, તો આપણે શૂન્યવત્ રહીએ તો શું થાય ?
આ બીજી બધી વાતો સમજી લેવાની છે. આ ઇલેક્ટ્રિકના પોઈન્ટ બધા ગોઠવેલા હોય તે એક-એક પોઈન્ટ આપણે સમજીએ તો પછી વાંધો ના આવે. નહીં તો પંખાને બદલે લાઈટ થાય ને લાઈટને બદલે પંખો થાય એવું થયા કરે.
‘જ્ઞાની પુરુષ' જે સમજણ આપે તે સમજણથી છૂટકારો થાય. સમજણ વગર શું થાય ? વીતરાગ ધર્મ જ સર્વ દુઃખોથી મુક્તિ આપે. આ વ્યવહારની વાતો કોઈએ કહી નથી. વ્યવહાર સુધરે જ નહીં કોઈ દહાડો, આવી વાત સમજણ પડ્યા વગર. આ તો વ્યવહાર સુધરે તો તમે મુક્ત થશો, નહીં તો મુક્તય શી રીતે થવાય તે ? અશાંતિ ના રહેવી જોઈએ,