________________
(૨૫) આદર્શ વ્યવહાર, જીવનમાં
ચિંતા ના થવી જોઈએ.
૫૨૭
લગ્નના વ્યવહારના પ્રસંગો પતાવવાના છે તે તમેય પતાવો છો ને હુંય પતાવું છું. હુંય પતાવું છું તે વ્યવહારથી, તમેય પતાવો છો પણ તમે તન્મયાકાર થઈને પતાવો છો ને હું એને જુદો રહીને પતાવું છું. એટલે ભૂમિકા ફેરવવાની જરૂર છે, બીજું કશું ફેરવવાની જરૂર નથી. ભગવાન મહાવીરેય થોડોક કાળ સુધી વ્યવહારમાં રહ્યા હતા. જન્મથી જ જ્ઞાની હતા એ છતાંય વ્યવહારમાં ભાઈ જોડે, મા-બાપ જોડે રહ્યા, સ્ત્રી જોડે પણ રહ્યા, દીકરી પણ થઈ. વ્યવહારમાં રહ્યા છતાં તીર્થંકર ગોત્ર પૂરું કર્યું. અને એટલી શક્તિ તમારામાંય છે પણ એ શક્તિ આવરણ મુક્ત થઈ નથી, એ આવરાયેલી પડી છે.
એટલે લગ્નમાં જઈએ પણ એ એમ નથી કહેતા કે તમે તન્મયાકાર રહો. તમારો મોહ તમને તન્મયાકાર કરે છે. નહીં તો તમે તન્મયાકાર ના રહો તેથી કરીને કોઈ વઢે નહીં કે તમે કેમ તન્મયાકાર નથી રહેતા. અમે પણ લગ્નમાં જઈએ છીએ પણ મને કોઈ વઢે નહીં. એ તો જાણે એમ કહે કે તમે મારું કલ્યાણ કરી નાખ્યું. અને તન્મયાકાર રહો તો કંઈક ભૂલ થઈ જાય. તો લોક તમારી જોડે બૂમાબૂમ કરે.
એટલે વધુ ઉપકારી કોણ છે ? તન્મયાકાર નથી રહેતા તે સંસારને વધુ ઉપકારી છે. પોતાને ઉપકારી છે અને પરને પણ ઉપકારી છે, બધી રીતે ઉપકારી છે. તમને પણ અમે તન્મયાકાર ન રહેવાય એવો રસ્તો કરી આપ્યો છે. પોતાની ભૂમિકામાં રહેવાય, પારકી ભૂમિકામાં ના જવાય એવું આપણું જ્ઞાન છે. પારકી ભૂમિકા એટલે ચંદુભાઈ.
આ ‘અક્રમવિજ્ઞાન’વ્યવહારને છંછેડતું નથી. દરેક ‘જ્ઞાન’ વ્યવહારને તરછોડે છે. આ વિજ્ઞાન વ્યવહારને કિંચિત્માત્ર તરછોડતું નથી. અને પોતાની ‘રિયાલિટી'માં સંપૂર્ણ રહીને વ્યવહારને તરછોડતું નથી. વ્યવહારને તરછોડે નહીં તે જ સૈદ્ધાંતિક વસ્તુ હોય. સૈદ્ધાંતિક વસ્તુ કોને કહેવાય કે જે ક્યારેય પણ અસિદ્ધાંતપણાને ના પામે તેનું નામ સિદ્ધાંત કહેવાય, કોઈ એવો ખૂણો નથી કે અસિદ્ધાંતપણાને પામે. એટલે આ ‘રિયલ
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
સાયન્સ’ છે, ‘કમ્પ્લીટ સાયન્સ' છે. વ્યવહારને કિંચિત્માત્ર ના તરછોડાવે.
જુઓને, અમે મંચ પર બેઠા હતાને ! અમારે દ્વેષ હોય નહીં. આવા વ્યવહારમાં તો અમારે આવવાનું ના હોય બનતા સુધી, પણ હોય તેને અમે તરછોડીએ નહીં. બધું ત્યાંય એવું નાટક ભજવીએ. અમારે આમ કરવું ને તેમ કરવું એવું નહીં. આપણે વ્યવહારને તરછોડવો નહીં. જે વ્યવહાર બન્યો એમાં ‘અંબાલાલ મૂળજીભાઈ' એ વ્યવહાર સત્તાને આધીન છે, અમે નિશ્ચય સત્તાને આધીન છીએ, અમે તો નિશ્ચય સત્તામાં જ છીએ, સ્વસત્તાધારી છીએ. અને ‘અંબાલાલ મૂળજીભાઈ’ એ વ્યવહાર સત્તાને આધીન છે. એટલે વ્યવહારને કિંચિત્માત્ર તરછોડ ના વાગવી જોઈએ.
૫૮
કોઈને સહેજ પણ દુઃખ ના થાય, એ છેલ્લી ‘લાઈટ’ કહેવાય. વિરોધીને પણ શાંતિ થાય. આપણો વિરોધી હોયને એ એમ તો કહે કે ભાઈ, આમને અને મારે મતભેદ છે, પણ એમના તરફ મને ભાવ છે, માન છે’ એવું કહે છેવટે ! વિરોધ તો હોય જ. હંમેશાં વિરોધ તો રહેવાનો. ૩૬૦ ડિગ્રીનો ને ૩૫૬ ડિગ્રીનો પણ વિરોધ હોય છે જ. એવી રીતે આ બધે વિરોધ તો હોય. એક જ ડિગ્રી પર બધા માણસ ના આવી શકે. એક જ વિચાર શ્રેણી પર માણસ આવી શકે નહીં. કારણ કે મનુષ્યોની વિચાર શ્રેણીની ચૌદ લાખ યોનિઓ છે. બોલો, કેટલા ‘એડજસ્ટ’ થઈ શકે આપણને ? અમુક જ યોનિ ‘એડજસ્ટ’ થઈ શકે, બધી ના થઈ શકે.
ઘરમાં તો સુંદર વ્યવહાર કરી નાખવો જોઈએ. ‘વાઈફ’ના મનમાં એમ થાય કે આવો ધણી નહીં મળે કોઈ દહાડો અને ધણીના મનમાં એમ થાય કે આવી ‘વાઈફ’ પણ ક્યારેય ના મળે ! એવો હિસાબ લાવી નાખીએ ત્યારે આપણે ખરા !
વ્યવહાર આદર્શ હોવો જોઈએ. જો વ્યવહારમાં ચીકણા થયા તો કષાયી થઈ જવાય. આ સંસાર તો મછવો છે, તે મછવામાં ચા-નાસ્તો બધું કરવાનું પણ જાણવાનું છે કે આનાથી કિનારે જવાનું છે. તમને ઠીક લાગતું હોય તો આ પ્રમાણે કરજો, નહીં તો તમને જે ગમતું એ કરજો. મારે કંઈ તમને દબાણ નથી આ. હું તો તમને સમજણ પાડું કે આ રીતે કરશો તો