________________
(૨૫) આદર્શ વ્યવહાર, જીવનમાં
ભક્તિ સાચી કે ગૃહસ્થમાં પ્રવેશ્યા પછી તેને ત્યાગીને ભક્તિ સાચી છે ?
દાદાશ્રી : ત્યાગ કરવામાં ઘરમાં કોઈ પણ માણસને, કોઈને દુઃખ ન થયું હોય, બધા ખુશી ખુશી થઈને કહેતા હોય તો એ ભક્તિ સારી કહેવાય. પણ ત્યાગમાં લોકોને દુ:ખ થયું હોય એના કરતા તો ગૃહસ્થમાં રહીને ભક્તિ કરવી સારી. બધાંને પોષણ તો કરવું જોઈએને ? જેની જોડે આપણા લગ્ન થયાં, છોકરાં હોય તે બધાં આશ્રય ભાવના રાખે નહીં ? આશ્રય રાખે. તે આશરો તમારે આપવો પડેને. નિરાશ્રિત ન કરાય એને. અહીં ઘરનાં બધાં માણસ રાજીખુશી થઈને કહેતાં હોય, ‘ના, ના. તમે ત્યાગ લો તો અમારે વાંધો નથી. અહીં દુ:ખ નથી.’ તો વાંધો નહીં. અને નહીં તો આપણે ઘરમાં રહીને ભક્તિ કરીએ એ સાચી. તો બહુ સારામાં સારું. એના જેવું એકેય નહીં. પણ સાચી ભક્તિ, ધર્મ ક્યારે થયો કહેવાય કે ઘરનાં કોઈ માણસને આપણા થકી દુઃખ ના હોય. ઘરનાં માણસ થકી આપણને દુઃખ થાય પણ આપણાથી એને દુઃખ ના હોય, એ સાચી ભક્તિ.
૫૨૩
ગૃહસ્થધર્મ તો ઉત્તમ શાથી ગણાય છે કે કસોટી ધર્મ છે આ. ત્યાગીને તો કસોટી જ નહીં ને ! ઇન્કમટેક્સ નહીં, સેલટેક્સ નહીં, ભાડું નહીં, નાડું નહીં, કશું જ નહીં ! અને આપણે તો બધાની વચ્ચે રહીને સમતા રાખવાની એટલે ઉત્તમ ગણાય. કસોટી એની હોય. એ તો ટેસ્ટેડ
હોવું જોઈએ. આ ત્યાગી હોય ને, તેને કહીએ મહિનો તમે પૈણી જુઓ જોઈએ. પૈણ્યા પછી મહિનોય રહે નહીં. પાછો જતો રહે. કારણ પેલી કહે, આજ દાળ લઈ આવો, આજ જરા ખાંડ લઈ આવો. પેલાને સમજણ ના પડે કે એ ક્યાંથી લાવવું, એટલે એ નાસી જાય. આર્થિક પીડા હોય એય ગમે નહીં, તરત ભાગી જાય ! એટલે ગૃહસ્થધર્મ તો ઉત્તમ જ કહેવાય.
આ સત્સંગ થયો નહીં ને આ તો ગમ્મત થઈ બધી.
પ્રશ્નકર્તા : આમ વ્યવહારિક જ્ઞાન જાણવા મળ્યું ને, દાદા.
દાદાશ્રી : વ્યવહાર બહુ જાણવાનો છે. નિશ્ચય તો છે જ પોતાનો. એમાં જાણવાનું કશું નહીં, વ્યવહાર જો ચોક્કસ રહ્યો તો નિશ્ચય ચોક્કસ થાય. વ્યવહાર આદર્શ થયો તો નિશ્ચય આદર્શ. વ્યવહાર ડખો રહી ગયો
૫૨૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
તો નિશ્ચય ડખો રહી ગયું. નિશ્ચય તો વ્યવહારનો ફોટો છે.
ત્યારે એ લોકોએ શું કહ્યું, ‘નિશ્ચય’ પર જ ભાર દેવાનો, આ પણે ભાર ઓછો થઈ જશે, એટલે પહેલું આરાધવાનું. આપણે શું કહ્યું ? જેનાથી બંધાયા છો, તેની જોડે છોડવાની ચિંતા કરવાની. આ ‘નિશ્ચયે’ તો છોડેલો
જ છેને ! એ તો આપણું પોતાનું જ સ્વરૂપ છે, અહીં મસ્કા મારવાની જરૂર નથી, ત્યાં મસ્કા મારવાની જરૂર. જેનાથી બંધાયા છો તેને જાણોને. આત્માને મસ્કા મારવાની જરૂર છે ?
જ્ઞાતીતી, વ્યવહારતી સૂક્ષ્મ શોધ, ચોખ્ખો તે શુદ્ધતો આપ્યો ભેદ !
અમે આ સંસારની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી. છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ. વ્યવહારમાં કેમ કરીને રહેવું તેય આપીએ છીએ અને મોક્ષમાં કેવી રીતે જવાય તેય આપીએ છીએ. તમને અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે. ક્રમિક માર્ગ એટલે શુદ્ધ વ્યવહારવાળા થઈ શુદ્ધાત્મા થાઓ અને અક્રમ માર્ગ એટલે પહેલાં શુદ્ધાત્મા થઈને પછી શુદ્ધ વ્યવહાર કરો. શુદ્ધ વ્યવહારમાં વ્યવહાર બધોય હોય, પણ તેમાં વીતરાગતા હોય. એક-બે અવતારમાં મોક્ષે જવાના હોય ત્યાંથી શુદ્ધ વ્યવહારની શરૂઆત થાય.
શુદ્ધ વ્યવહાર સ્પર્શે નહીં તેનું નામ ‘નિશ્ચય’ ! વ્યવહાર એવી રીતે પૂરો કરવાનો કે નિશ્ચયને સ્પર્શે નહીં. પછી વ્યવહાર ગમે તે પ્રકારનો હોય.
ચોખ્ખો વ્યવહાર ને શુદ્ધ વ્યવહારમાં ફેર છે. વ્યવહાર ચોખ્ખો રાખે તે માનવધર્મ કહેવાય અને શુદ્ધ વ્યવહાર તો મોક્ષે લઈ જાય. બહાર કે ઘરમાં વઢવાડ ના કરે તે ચોખ્ખો વ્યવહાર કહેવાય અને આદર્શ વ્યવહાર કોને કહેવાય ? પોતાની સુગંધી ફેલાવે તે.
પ્રશ્નકર્તા : વ્યવહાર કોને કહેવાય ?
દાદાશ્રી : જે બધું રિલેટિવ એ બધો વ્યવહાર કહેવાય. વ્યવહાર બધો વિનાશી ચીજોનો છે. ઓલ ધીસ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ