________________
(૨૫) આદર્શ વ્યવહાર, જીવનમાં
તેને કંઈ ભક્તિ કરવી જોઈએ ને ? તારું તો રાગે પડી ગયું ને ? પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : બીજો કંઈ પ્રશ્ન હોય તો પૂછો, જિંદગીના જે જે પ્રશ્નો હોય, જાત જાતના પ્રશ્નો, મુંઝામણ થાય એવા પ્રશ્નો બધા જાતજાતના, નકામા મુંઝાવાની જરૂરત શું છે ?
૫૨૧
તમારે બહુ સુધારવાનું હોતું નથી. કારણ કે બહુ જણ સાથે તમારે સંયોગો હોતા નથી. તમારા ઘરના માણસો, ઑફિસના માણસો અને કો'ક દા’ડો રજા હોય ત્યારે બીજા બહારના થોડાક માણસ હોય. એ બધા સંયોગો સુધારી લેવાના છે. એટલા સંયોગો સુધારી લીધા એટલે તમે જીતી ગયા. જો આખી દુનિયા જોડે હોયને તો તમારાથી સુધારી ના શકાય. પણ આટલા જોડે સુધારી લેવામાં તમને શું નુકસાન છે !
હવે આ ડૉક્ટર કહે છે, મારે બે હજાર-પાંચ હજાર માણસો હોય, તો આપણે બધા જોડે ભાંજગડ છે એવું નથી. એમાં કો’ક ગરીબ માણસ હોયને તેટલા જ પૂરતું સાચવવાનું હોય. બીજા શ્રીમંતોને જોડે સાચવવાનું હોતું નથી. ગરીબને બિચારાને ચલાવી લેવાનું, નભાવી લેવાનું અને બસો ડૉલર ઓછા આપે તો ? તોય દવા આપવી, ફરી ચાલુ રાખવી, દવાનું હઉ થઈ રહેશે, કહીએ. કંઈ ખોટ આવવાની નથી. આપણે ક્યાં લઈને આવ્યા હતા ? અહીં લઈને આવ્યા હતા ? હવે કશુંય નહીં, મહીં કુદરત બધું અંદર ન્યાય છે જ બધો. કુદરત તમારા હાથે જ અપાવડાવે છે, કુદરત જાતે આપવા આવતી નથી. માટે જશ કેમ ના લેવો ?
કોઈને તો બહુ પ્રસંગો હોયને, તો શી રીતે સુધારી શકે ? તોય સુધારે છે, હું એને સમજ પાડું છું ને સુધારે છે. તમારે તો ત્યાં આગળ ઑફિસમાં જઈને ગ્રજ કોઈની જોડે નહીં કરવાનો. એ આપણી જોડે ગ્રજ કરતો હોય તો આપણે જાણીએ કે એનું માઈન્ડ હલકું છે. છતાં એને હલકાય કહેવો નહીં, મનમાં હલકું નહીં માનવાનું. હલકો માનવો એ એક જાતનો દ્વેષ છે. એ એનો સ્વભાવ છે, એ કાઢી નાખવું. પણ આપણને એના માટે ખરાબ વિચાર આવે તો પછી ફેરવી નાખવા. ખરાબ વિચાર આવવા એ
૫૨૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રકૃતિના ગુણ છે અને ફેરવવા એ પુરુષાર્થ છે.
કંઈ તો પુરુષાર્થ જોઈએ કે ના જોઈએ, પુરુષ થાય પછી ? અને તમારે બહુ સંજોગો નથી. ઑફિસમાં છે તે કોઈની ઉપર આપણને દ્વેષ ન થાય એવી રીતે જોવું. એ આપણી ઉપર કરતો હોય તેનો વાંધો નહીં. લોક આપણને નથી કહેતાં કે બ્રોડ માઈન્ડેડ છે ! લોકો મોટા મનનો માણસ નથી કહેતાં ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એ મોટા મનના થવામાં શું ખોટ જવાની છે ? અને આ ઘરમાં શા માટે ? ઘરમાં કોઈને દુઃખ હોવું જ ન જોઈએ.
આ બધા વ્યવહાર સાચવવા એક મહિનામાં શીખી લે ને પછી બહુ થઈ ગયું ! મહિનામાં મારે શું કરવું એ બધું શીખી લે એટલે આખી જિંદગી એનું એ જ ચાલ્યા કરે !
પ્રશ્નકર્તા : એ જ રિપિટેશન છે ?
દાદાશ્રી : હા, પછી એ જ રિપિટેશન (પુનરાવર્તન) થયા કરે છે ! એમાં મનુષ્યોમાં બીજું શું શીખવાનું છે ? અને ઊંચામાં ઊંચા મનુષ્ય કોને કહેવાય કે કોઈનું અપમાન કરતાં પહેલાં તરત જ પોતાને જાગૃતિ આવવી જોઈએ કે ‘મને કોઈ અપમાન કરે તો મારી શું સ્થિતિ થાય ?” આટલી જાગૃતિ હોય તેને અતિ માનવતા કહી ! એ માનવતા તો બહુ ટોપમોસ્ટ (ઊંચામાં ઊંચી) માનવતા કહેવાય. પણ આ તો આપી દેવામાં શૂરા અને લેવામાં રડવાનું, મને આમ કર્યું, તેમ કર્યું ! અરે, પણ તું આપતી વખતે બહુ નોબલ રહું છું અને અહીં લેતી વખતે કેમ આટલી બધી ઇકોનોમી (કરકસ૨) કરું છું ? એવું નહીં બોલવાનું, એવું નહીં કહેવાનું કે જે વ્યર્થ જાય.
ગૃહસ્થી ધર્મ ઉત્તમ શાથી ? કસોટી કાળમાં સમતા રાખી !
પ્રશ્નકર્તા ઃ ગૃહસ્થીધર્મ ઉત્તમ શાથી કહેવાય છે ? ગૃહસ્થી ભોગવતા