________________
(૨૪) રહસ્ય ઋણાનુબંધ તણાં...
ત્રીસ વર્ષનો હતો. મેં કહ્યું ‘શું છે ? વહુ જોડે ફાવે છે કે નહીં ?” ‘નથી બોલતો એની જોડે’ કહે છે. મેં કહ્યું, ‘અલ્યા, અત્યારથી નહીં બોલતો તે આખી જિંદગી શી રીતે કાઢીશ તું ?” ત્યારે કહે, ‘ના, એનો સ્વભાવ બરાબર નથી ને મિલનસાર નથી ને આમ નથી ને તેમ નથી.' મેં કહ્યું, ત્યારે જોવા શું ગયો હતો ત્યાં ?” ત્યારે કહે, “અંદરનું કોણે જોયું છે ? મેં તો બહાર જોઈ.’ ત્યાર પછી મેં એને સમજણ પાડી. હમણે ચાર-પાંચ જણ બેઠા હોય ને તને એક તાળું લેવા મોકલીએ અને તું બધાં તાળાં જોઈ અને પછી તાળું લઈને આવ્યો પછી એને પાછું આપવા જવાનું થાય તો શરમ આવે કે ના આવે તને ? ત્યારે કહે, ‘ના, એ તો પછી ના અપાય.’ ત્યારે મેં કહ્યું, ‘આ લઈને આવ્યો મૂઆ તાળું, હવે આખી જિંદગી ચલાવી લે !' તે ચાલ્યું પણ, એનું ગાડું ચાલે છે, અત્યારેય ચાલે છે.
૫૧૫
આટલી મેં ચાવી વાસી આપી કે તાળું ખુલ્લું થઈ ગયું. અણસમજણ બધી, ગપ્પાં ! તાળું લઈને આવ્યો હોય તો એટલો રોફ મારીએ છીએ કે મારું લાવેલું પાછું કેમ આપવું પડે હવે ! હું જોઈને લાવ્યો ને.. નહીં તો પોતાનો રોફ શું રહ્યો એમાં તે ? અને આ તે કંઈ... આ કંઈ ભોટવા (માટલી) છે તે બદલાય ? માટીના ભોટવા હોય તો બદલી લેવાય. નહોય ભોટવા આ તો. આવું ના થાય. એટલે કેટલા રૂમ જોઈશે, બધું એ પોતે લખીને લાવ્યો છે. તે એટલું જ એને મળેલું હોય છે. હવે બીજાનું જોઈને એને લોભ જાગે છે અને તે તેનું નામ જ ઇન્વાઇટેડ (બોલાવેલાં) દુઃખ. કો’કનું જોઈને દુઃખ આ. તે કોઈનો ધણીય આપણે શું કરવા જોઈએ સારો, તે આપણો ખરાબ દેખાય ? બધાંય તડબૂચાં એ કોઈ આવડું તડબૂચું, કોઈ આવડું હોય. ગયા અવતારનું એગ્રીમેન્ટ પછી જ આ બધું તમને મળે છે અને અહીં આવીને કો'કનું જોઈને ચંપે ચઢે તે પછી શું થાય તે ! હું તો કોઈ દહાડો કોઈનું જોઈને નકલ કરું જ નહીં ને ! હું જાણું કે આપણે કરાર કરીને આવ્યા છીએ. જે હોય એ કરેક્ટ (બરાબર). આ કરાર કરીને આવેલા છે. એટલે આમ સમજે નહીં. તો કરાર પ્રમાણે તું તારી મેળે આનો નિવેડો લાવી નાખ આ બાબતમાં.
બીજો નવો સારો કરાર કર, નવો કરું ને તો સારો કર પણ આ
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
જૂનો કરાર છે તે એગ્રીમેન્ટ પર સહી થયા પછી બૂમાબૂમ પાડીએ એ ગુનો છે. આ વાઈફને પાસ કરીને લાવ્યા. અને હવે અહીંયાં આગળ બૂમો પાડે તો શું થાય ? વાઈફ જાય નહીં ને નવું વળે નહીં દહાડો ! આ જ વાઈફ મળવી એ ગણ્યું નથી કે કો'કે ઘાલી દીધી ! આપણા કરાર પ્રમાણે છે. ફલાણા ગામની ને ફલાણા ભાઈની દીકરીને, બધું કરાર ! મારી વાત સમજણ પડે તો કામ નીકળી જાય.
પ્રશ્નકર્તા ઃ બરાબર સમજ પડી.
દાદાશ્રી : એ તો કરાર છે આ.
પ્રશ્નકર્તા : હવે આ સમજ્યા પછી મુક્તિની ઇચ્છા થાય છે.
દાદાશ્રી : ત્યારે બીજું શું ઇચ્છા થાય તે ? તડબૂચાંનું જોઈને શું કાઢવાનું ? કેટલો સારો એનો ધણી ! વળી ધણી કહેશે કે કેટલી દેખાવડી છે ? એટલે એને પૂછ્યું પછી, ધણી અહીંયા આવ. તને દેખાવડી બહુ દેખાય છેને ? હવે એક ફેરો દાઝી ગઈ અહીં આગળ. આખું શરીર આટલું પગહાથ દાઝી ગયો, ચામડી ઉતરી જાય, પછી પરું નીકળે, તે ઘડીએ કહેશે, હાથ ધોવડાવો તો તું શું કરું ? ના ધોવડાવું, ના ધોવડાવું. ત્યારે મેરચક્કર ! ઘનચક્કર છું કે શું ? કેવી સરસ હતી ! તે હવે હાથ ફેરવને ? પેલી બહુ મોહી હોયને તો પેલી કહે, ‘લ્યો, હવે ચાટો અહીં આગળ', તો ટાઢો પડી જાય. એ આમાં શું કાઢવાનું છે ? આ તો રેશમી ચાદરે બાંધેલું માંસ છે, હાડકાં છે !
૫૧૬
તાચ આધારે મળે તાચતારી, શાદીના આધારે વેષ સંસારી !
નાચ કરાવવો છે એવું જોઈએ કે નાચનારી લાવવી છે એવું જોઈએ છે, એ નક્કી કરવું પડે. નાચ કરાવવો છે એવું હોય એટલે નાચનારી તો આવે જ. એનાં તબલાં, ઢોલકાં, વાજાં બધું લશ્કર લઈને આવે. નાચનારીના આધારે નાચ છે કે નાચના આધારે નાચનારી છે ? ઘીના આધારે પાત્ર છે કે પાત્રના આધારે ઘી છે ? ઘી અને પાત્રમાં તો સમજાય કે પાત્રના