________________
(૨૪) રહસ્ય ઋણાનુબંધ તણાં...
૫૧૩
પ૧૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પડે નહીં બિલકુલ.
પ્રશ્નકર્તા : અમે હવે પાછા હસબન્ડ અને વાઈફ તરીકે જ ભેગાં થવાના ?
દાદાશ્રી : ના. એનો કંઈ નિયમ નહીં પણ ભેગાં થશે. કોઈ પણ રસ્ત હિસાબ છે તે ભેગાં થશે. ત્યાં સુધી ચાલે નહીં, આ તો બધું હિસાબી ખાતું છે. મનમાં માની બેઠો છે કે હું ધણી, મુઆ શેનો ધણી તું ? જ્યાં સુધી ડાઇવોર્સ નહીં લીધા ત્યાં સુધી ધણી. આ તો કો'કને કહીએ કે આ મારા સસરા. તો ક્યાં સુધી ? પેલી બઈએ ડાઇવોર્સ નહીં લીધી ત્યાં સુધી.
પ્રશ્નકર્તા: દાદા, આપણામાં તો એવું ના બોલે, એમ કહે જનમ જનમ કા સાથ હૈ.
દાદાશ્રી : હા, એવું બોલે. લોકોને એમ કરીને ગાંઠો વાળી લેવી છે, એમાં કશું વળે નહીંને ! કુદરતને ઘેર ચાલે નહીંને ! કુદરત તો બહુ ચોક્કસ.
કશી સગાઈ નથી, કશું છે જ નહીં, બધું માનેલું છે, પણ માનેલું કંઈ છૂટે નહીં. માનેલું તો કાયદેસર, તો કાયદેસર રીતે છૂટે.
ગતભવે લીવરની ઘડી ચાવી,
એ જ લીવરતું “તાળું મળે આવી ! પ્રશ્નકર્તા : દાદા, અત્યારે આ વાઈફ જ મળી, તો ગયા ભવમાં આની જોડે જ ભાવ કરેલા એટલે આ જ મળી ?
દાદાશ્રી : ના, ના. પ્રશ્નકર્તા : તો કયા આધારે મળી ?
દાદાશ્રી : એવું હોતું હશે ? ચાવીઓ કેટલા લીવરની આવે છે ? તાળા કેટલાં લીવરનાં હોય છે ?
પ્રશ્નકર્તા: કેટલાં લીવર ? ચાર લીવર, આઠ લીવર... હોય એવા.
- દાદાશ્રી : તે આપણે કહીએ, જો ભઈ, છ લીવરનું તાળું લાવજે, હં, બે-ત્રણ લીવરનું ના લાવીશ. તે આપણે ગયા અવતારે ભાવના કરી હોયને કે “આવા લીવરવાળું તાળું જોઈએ’ એટલે મળી આવે. આપણને આ જ હતી’ હિસાબ એવો નહીં. થોડું ગમે છેને બધું આ ? બધું પૂછી લો. આ વર્લ્ડ ઓક્ઝરવેટરી છે.
અને તમે જે તાળું ખરીદ્યું તે જ આ તાળું. હવે બીજાનું તાળું જોઈને, તમને આ તાળું ગમતું નથી, એવું કહો તો એ તમારી ભૂલ છે. પછી આ તમે જે લીધી હતી તે જ ડિઝાઈન પાસ કરીને લીધેલી, ઉપરથી સહીસિક્કા હી છે. હવે તમે બીજાનું તાળું જુઓ એટલે કહો “આવું જોઈએ, મારે ભાગ આ ક્યાંથી આવ્યું ?” તે પછી એ ચાલતું હશે ? પછી એ જ તાળું આખો અવતાર ચલાવી લેવું પડે. તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : પણ એ પૂર્વભવનું કૉઝિઝ હોય ત્યારે જ ભેગા થાયને, અહીં આગળ સગા તરીકે ? વહુ કંઈ એમ ને એમ થતી નથી. અડસટ્ટો નથી આ, ગપ્યું નથી. એ તો પહેલાની ડિઝાઈન આપણી ચીતરેલી, એના ગુણ-બધું ચીતરેલું, તે જ આવીને મળ્યું છે આ.
એટલે આ જન્મ એ બધું છે તે ગમ્યું નથી. પોતાની ઇચ્છાથી પ્રગતિ છે. આ કંઈ કોઈના દબાણથી નથી, પોતાની ઇચ્છામાં આવે તેવી જગ્યાએ જન્મ-બન્મ બધું જ આ થાય છે. ધણીય પોતાની ઇચ્છામાં આવે તે લાવ્યા હોય પણ પછી છે તે સામાનું જુએ અને માપે એટલે આ તો આનો સારો છે ને મારો ખરાબ. એ ત્યાં પછી બગડી જાય. બાકી લઈને આવે છે તે પોતાની ઇચ્છાપૂર્વકનું ટેન્ડર ભર્યું હતું એ. ડિઝાઈન-બિઝાઈન બધું એ લઈને આવે છે. પણ અહીં આવ્યા પછી બુદ્ધિથી ફરી જાય છે. એટલે હું કહું છું, ચલાવી લે ને ? મૂઆ, તે જ કરેલું છે. તેં સહી કરેલી માટે કોન્ટેક્ટ પૂરો કરી નાખ ને ! આપણે સહી કરી આપી પછી..... !
પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : એક માણસ મને ફરવા તેડી ગયેલો, તે ઇન્જિનિયર હતો,