________________
(૨૪) રહસ્ય ઋણાનુબંધ તણાં...
૫૧૧
૫૧૨
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
ધણી કયે માર્ગે ગયો હોય ? સહુ સહુના કર્મના હિસાબે ગતિ થવાની. કોઈ જાનવરમાં જાય ને કોઈ મનુષ્યમાં જાય, કોઈ દેવગતિમાં જાય. એમાં સતી કહેશે કે હું તમારી જોડે મરી જાઉં તો તમારી જોડે મારો જન્મ થાય. પણ એવું કશું બને નહીં. આ તો બધી ઘેલછા છે. આ ધણી-બૈરી એવું કશું છે નહીં. આ તો બુદ્ધિશાળી લોકોએ ગોઠવણી કરી છે.
પ્રશ્નકર્તા: પછી આ ભવમાં એ જ પત્ની જોડે આખી જિંદગી રહ્યા હોય ને ભાવ કર્યા હોય ને ‘આ જ ભવોભવ મળો' તો એનું એ જ મળે
ખરું ?
દાદાશ્રી : ના, બા.
પ્રશ્નકર્તા : દાદા, સામે એવો જ ભાવ હોય તો? સામે એવો ભાવ વાઈફનો હોય તો ?
દાદાશ્રી : તો મળે. પ્રશ્નકર્તા ઃ તો મળે ?
દાદાશ્રી : બન્નેનું એગ્રીમેન્ટ બરોબર મળે તો મળી આવે. પણ તેય પાછું બન્નેનું એગ્રીમેન્ટ બરોબર હોય તો. પણ પાપ તો જુદી જુદી જાતના કરેલાં ને, એટલે તમે માણસમાં આવ્યા હોય ત્યારે એ છે તે ચાર પગવાળી થઈ હોય. બોલો હવે, તે આ મેળ પડવો બહુ વસમો છે.
પ્રશ્નકર્તા: તો આ નેમીનાથ ભગવાન પણ સાત જન્મ સુધી સાથે હતાને ?
દાદાશ્રી : નવ-નવ અવતાર સુધી. પ્રશ્નકર્તા : એમણે દાદા બન્ને જણે એવા ભાવ કર્યા હશે ?
દાદાશ્રી : હા, બન્ને જણે ભાવ કરેલા. પણ એ તો પાછું એક પત્નીવ્રત કેવું ? એક પત્નીવ્રત અને એક પતિવ્રત હોય. બીજાનો તો વિચાર જ ના કરે. બીજો ધણી ગમે નહીં અને એક જ પતિ. અને એક જ પત્ની. અને આ તો બીજી જગ્યાએ હઉ નાચી આવે. નાચી આવે કે ના નાચી
આવે ? નહીં ? કોઈ હાથમાં આવવી જોઈએ નાચવા.
પ્રશ્નકર્તા: જો કોઈ જાતની તકરાર ના થાય, તો આવતા જન્મ પાછું સાથે રહેવાય ખરું ?
દાદાશ્રી : આ જન્મમાં જ રહેવાનું નહીં, આ જન્મમાં જ ડાયવોર્સ (છૂટાછેડા) થઈ જાય છે, તે વળી આવતા ભવની શી વાત કરો છો ? એવો પ્રેમ જ ના હોય ને ! આવતા જન્મના પ્રેમવાળામાં તો કકળાટ જ ના હોય. એ તો ઇઝી લાઈફ (સરળ જિંદગી) હોય. બહુ પ્રેમની જિંદગી હોય. ભૂલ જ ના દેખાય. ભૂલ કરે તોય ના દેખાય, એવો પ્રેમ હોય.
પ્રશ્નકર્તા: તો એ પ્રેમવાળી જિંદગી હોય તો પછી આવતા ભવમાં પાછા એના એ ભેગા થાય કે ના થાય ?
દાદાશ્રી : હા થાયને, કોઈ એવી જિંદગી હોય તો થાય. આખી જિંદગી કકળાટ ન થયો હોય તો થાય.
પ્રશ્નકર્તા : અને કકળાટ થાય તો ભેગા ના થાય એવું ? દાદાશ્રી : ના.
પ્રશ્નકર્તા ઃ જેમ કે થોડા ઝઘડા, થોડાક પ્રેમ, એવું બધું વારાફરતી હોય તો જિંદગી જીવવાની મજા રહે.
દાદાશ્રી : હા, પણ એ તો લોકોને પછી છૂટકો ના થાય ને આવું પોતે થઈ જાય, બોલે ત્યારે તો આવું તો થઈ જાય છે.
પ્રશ્નકર્તા તો ધણી, વાઈફ, મા-બાપ, છોકરાં, ભાઈ-બહેન વગેરેના જે સગાં-સંબંધી મળે છે એ ક્યા આધારે મળે છે ?
દાદાશ્રી : એ તો આ બધો આપણો હિસાબ. રાગ-દ્વેષ ઋણાનુબંધના કારણે. રાગ-દ્વેષ થયેલા હોયને ? બહુ રાગ હોય ત્યારે છે તે મા થાય, બાપ થાય, વાઈફ થાય, ઓછો રાગ હોય તો કાકા થાય, મામા થાય, ફૂઆ થાય. આ બધું રાગથી જ બધું ઊભું થયું છે. રાગ ને દ્વેષ. દ્વેષ હોય તોય મા થાય. તે બેને મા-દીકરાને મેળ જ પડે નહીંને ! આખી જિંદગી મેળ