________________
(૨૪) રહસ્ય ઋણાનુબંધ તણાં...
પોતે જ છાપી પાઠવી કંકોત્રી,
બાઝે ‘ફાઈલો’ રચતા કુદરતી !
૫૦૯
પ્રશ્નકર્તા : જીવનમાં જે કંઈ બને છે એ કર્મોદયને લીધે છે તો પછી કર્મની કે કોઈ સંબંધની પસંદગી એ આપણી હોઈ જ ના શકેને ?
દાદાશ્રી : એટલે તમારે આમની જોડે સમભાવે નિકાલ, ઉકેલ લાવવો જોઈએ. હા, આ વાઈફ કુદરતે નથી આપ્યા. તમે પોતે જ લાવ્યા છો. જેની જોડે વ્યવહાર મંડાયો તેની જોડેનો જ વ્યવહાર છે આ. જો વ્યવહાર ના મંડાયો હોત તો ના ભેગા થાત.
પ્રશ્નકર્તા : એ પણ પૂર્વનો મંડાયેલોને, દાદા ?
દાદાશ્રી : હા, પૂર્વેનો મંડાયેલો તે આ ભવમાં ભેગા થયા. હવે ભવિષ્યમાં પાછું આગળ ન બંધાય, એટલા માટે તમે હવે શુદ્ધાત્મા તરીકે જ્ઞાતા-દ્રષ્ટા રહો. એટલે ચાર્જ ન થાય અને જૂનું છે તે ડિસ્ચાર્જ થયા કરે.
પ્રશ્નકર્તા : એટલે આ સંસાર વ્યવહારમાં કેટલાક લોકો માતા-પિતા પોતાના દીકરાની પત્ની પસંદ કરવા જતાં હોય છે, દીકરીનો જમાઈ પસંદ કરવા જતાં હોય છે, પોતે પોતાની પસંદ કરવા. એમાં કયું ધોરણ આવતું હશે આ સંબંધોમાં ?
દાદાશ્રી : બધા જ કર્મના ઉદય છે આ. કર્મના ઉદયની બહાર કશુંય નથી. એ તો એના મનમાં ખાંડ ખાય છે કે મેં પસંદ કરી ને હું લાવ્યો છું એટલે હવે મારે વાંધો નથી. પણ બે વર્ષ પછી પાછું એય ફ્રેક્ચર થઈ
જાય.
તમે બે ભેગા કેવી રીતે થયા, શું કારણથી થયા, કોણે ભેગા કરી આપ્યા ?
પ્રશ્નકર્તા : ગયા જન્મમાં અમે બન્ને મિત્ર હતા એટલે ભેગા થયા.
દાદાશ્રી : ના. ફ્રેન્ડ (મિત્ર) હોય તોય ના થાય. ફ્રેન્ડ એક અવતારમાં સ્ત્રી ના થઈ જાય, ફ્રેન્ડને ચાર-પાંચ અવતાર જોઈએ ત્યારે સ્ત્રી
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
થાય. એટલે આ બધો હિસાબ છે. બધો પાછલા હિસાબ છે તે ચૂકતે કરવાના છે.
૫૧૦
આ જગત ચૂકતે કર્યા પછી નનામીમાં જાય છે. આ ભવના તો ચૂકતે કરી નાખે છે જ ગમે તે રસ્તે, પછી નવા બાંધ્યા તે જુદા. હવે આપણે નવા બાંધીએ નહીં ને જૂના આ ભવમાં ચૂકતે થઈ જ જવાના. બધો હિસાબ ચૂકતે થયો એટલે ભઈ-બઈ ચાલ્યા નનામી લઈને ! જ્યાં કંઈ પણ ચોપડામાં બાકી રહ્યું હોય ત્યાં થોડા દહાડા વધારે રહેવું પડે. આ ભવનું
આ દેહના આધારે બધું ચૂકતે જ થઈ જાય. પછી અહીં જેટલી ગૂંચો પડી હોય તે જોડે લઈ જાય ને ફરી પાછો નવો હિસાબ શરૂ થાય. ત મળે આતા આ જ ભવોભવ, રાજુ-તેમ જ મળ્યા ભવ તવ !
પ્રશ્નકર્તા : આપણો હિસાબ હોય અને પૂરો થઈ જાય એટલે પછી પેલી વ્યક્તિ દેહ છોડીને જતી રહે. પછી એનો કંઈ હિસાબ નવો બંધાય તો પછી આપણી જોડે ભેગી થાય ખરી ? એનો હિસાબ પાછો બીજો હોય તો એ વ્યક્તિ પછી બીજા ભવમાં કે ગમે ત્યાં ભેગી થાય ખરી ?
દાદાશ્રી : એની જોડે હિસાબ બાંધ્યો હોય તો ભેગો થાય. કોઈને
દેખીને જગત ભૂલી જવાતું હોય તો હિસાબ બંધાઈ ચૂક્યો છે. ‘મારો એકનો એક બાબો, મને ગમતું નથી એના વગર.' ત્યારે સ્મશાનમાં જઈશ ત્યારે શું કરીશ ? ‘એવું ના બોલશો, ના બોલશો. મારો એકનો એક બાબો છે.' કહે છે. તો ના બોલીએ તો કંઈ આ ગયા વગર રહેવાના છે કંઈ ? ધંધો જ સ્મશાનનો છે ને, આ દુનિયાનો. એ સ્મશાનમાં જવા હારુ આ લોકો જન્મે છે.
પ્રશ્નકર્તા ઃ દરેક દિવસ ઓછો થતો જાય છે.
દાદાશ્રી : મારું કહીને મરવાનું. મારું છે નહીં પાછું. એ વહેલી જાય તો આપણે એકલા બેસી રહેવાનું. સાચું હોય તો બે સાથે જ જવું જોઈએને ? અને વખતે ધણીની પાછળ સતી થાય તોય એ કયે માર્ગે ગઈ અને આ