________________
(૨૪) રહસ્ય ઋણાનુબંધ તણાં...
કરેલું હતું તેનું આ પરિણામ છે. કૉઝિઝ શું કર્યા હતા ? તો કહે, અતિક્રમણ કર્યું હતું એની જોડે પૂર્વભવમાં, તેનું આ ભવમાં ફળ આવ્યું. એટલે એનું
પ્રતિક્રમણ કરીએ તો એ પ્લસ-માઇનસ થઈ જાય. એટલે અંદર એની તમે માફી માંગી લો, માંગ માંગ કર્યા કરો કે મેં જે દોષ કર્યા હોય તેની માફી માંગું છું. કોઈ પણ ભગવાનની સાક્ષીએ, તો બધું ખલાસ થઈ જશે. નહીં તો પછી શું થાય છે, એના તરફ બહુ દોષિત જોવાથી, કોઈ પુરુષને સ્ત્રી દોષિત બહુ જો જો કરે એટલે તિરસ્કાર વધે અને તિરસ્કાર છૂટે એટલે ભય
લાગે. જેનો આપણને તિરસ્કાર હોયને તેનો ભય લાગશે તમને. એ દેખો કે તમને ગભરામણ થાય, એટલે જાણીએ કે આ તિરસ્કાર છે. એટલે તિરસ્કાર છોડવા માટે આપણે અંદર માફી માંગ માંગ કરો. બે જ દહાડામાં એ તિરસ્કાર બંધ થઈ જશે. એ ના જાણે, તમે અંદર માફી માંગ માંગ કરો એના નામની, એના તરફ જે જે દોષો કર્યા હોય, ભગવાન હું ક્ષમા માગું છું. આ દોષનું પરિણામ છે મને. કોઈ પણ માણસ જોડે જે જે દોષ કર્યા હોય, કે અંદર તમે ભગવાન પાસેથી માફી માંગ માંગ કરો તો બધું ધોવાઈ જશે.
પરણ્યા પછી ત છોડ સંસાર, નિકાલ કર કરેલા કરાર !
૫૦૭
પ્રશ્નકર્તા : આપણે ધર્મના માર્ગે જવું હોય તો, ઘરસંસાર છોડવો પડે. એ ધર્મના કામ માટે સારું કહેવાય પણ ઘરના લોકોને દુઃખ થાય પણ પોતાને માટે ઘરસંસાર છોડે એ સારું કહેવાય ?
દાદાશ્રી : ના. ઘરવાળાનો હિસાબ ચૂકવવો જ પડે. એમનો હિસાબ ચૂકવ્યા પછી એ બધા ખુશ થઈને કહે કે ‘તમે જાવ' તો વાંધો નથી. પણ એમને દુઃખ થાય એવું કરવાનું નહીં. કારણ કે એ એગ્રીમેન્ટ (કરાર)નો
ભંગ કરી શકાય નહીં.
બાકી ધાર્યું કશું થાય નહીં. પુણ્ય કર્યું હોય તો ધાર્યું થાય અને પાપ કરેલું હોય તો ધાર્યું કોઈ દહાડો થાય જ નહીં, તો પછી તમે બીજું શું કરવાના હતા ? અમથા સંડાસ જવાની શક્તિ નહીં ને શું કૂદાકૂદ કરો
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
છો ? આપણને એમ છે કે આ આપણું ઘર છે ને કુટુંબ છે. ના, કર્મો ખપાવવાની દુકાન છે. ઘરાક-વેપારી જેવો સંબંધ છે.
૫૦૮
પ્રશ્નકર્તા : ભૌતિક સંસાર છોડી દેવાનું મન થાય છે, તો શું કરવું ? દાદાશ્રી : ભૌતિક સંસારમાં પેસવાનું મન થતું હતુંને ? એક દહાડો ?
પ્રશ્નકર્તા : એ તો ત્યારે જ્ઞાન નહોતું. હવે તો જ્ઞાન આવ્યું છે એટલે એમાં ફરક પડે છે.
દાદાશ્રી : હા, એમાં ફરક પડે પણ જો એ પેઠા એટલે હવે નીકળવાનો રસ્તો ખોળવો પડે. એમ ને એમ ભાગી ના જવાય. લગ્નનો કેટલાં વર્ષનો કોન્ટ્રાક્ટ (કરાર) કરેલો છે ?
પ્રશ્નકર્તા : ખબર નથી ?
દાદાશ્રી : એવું છેને, કોઈ કરાર લખી આપ્યો હોય તો કરાર પ્રમાણે ચાલવું પડેને ?
પ્રશ્નકર્તા : એવો કરાર તો કોણ લખી આપે !
દાદાશ્રી : ના, એ તો જન્મ વખતે કરાર લખાઈ જ જાય. આપણે સમજવું હોય તો સહી નહીં કરવી. એટલે નીચે મોઢે સહન કર્યે જ છૂટકો !
પ્રશ્નકર્તા : પણ કેટલા જન્મો સુધી કરવું પડશે એવું ?
દાદાશ્રી : એ તો ફરી પાછા કરાર કરવાની ભાવના થાય, તો નક્કી કરી રાખવું કે હવે ફરી કરાર કરવો જ નથી, તો નહીં થાય.
પ્રશ્નકર્તા : હા દાદા, ગાંઠ વાળી દીધી છે, નક્કી જ કરી દીધું છે.
દાદાશ્રી : કરી જ નાખવા જેવું એ ગાંઠ કરારવાળી છે. આ છોકરાંઓ જોડેય કરાર છે અને ધણી જોડેય કરાર, બધા કરારો છે. આ સંસાર કરાર છે એનો વાંધો નહીં, આપણે છૂટા અને આય છૂટા, એવી રીતે ચાલે એવું છે.