________________
(૨૪) રહસ્ય ઋણાનુબંધ તણાં...
૫૧૭
(૨૫) આદર્શ વ્યવહાર, જીવનમાં
આધારે ઘી છે. ઘી ઢળી ગયું તેથી સમજાય.
પ્રશ્નકર્તા : એકબીજાના આધારે છેને ?
દાદાશ્રી : હા, પણ એ સંસારી વાક્ય કહેવાય. અને આપણને અસંસારી જવાબ જોઈએ છે. આપણે આહાર કરવા આવ્યા ને ખાવાની બધી વસ્તુઓ પડી હોય તો આહારીને લીધે આહાર કે આહારને લીધે આહારી ? આહારને લીધે આહારી છે એવું નાચના લીધે નાચનારી છે. હમણે કો'કને જેઠ હોય તો જેઠ કોના આધારે ? શાદી કરી તો જેઠ થયા, શાદી ના થઈ હોત તો જેઠ કે દિયર હોય ? એટલે શાદીના આધારે આ બધું છે. એટલે આપણે જે યોજના કરી કે નાચ જોવો છે તો એ યોજના ફળે ત્યારે નાચનારી ભેગી થઈ જાય.
એટલે આ ભવમાં જો સ્ત્રી ના જ ગમતી હોય તો આ ભવમાં ભાવથી નક્કી કરો, કે હવે લગ્નય કરવું નથી ને પૈણવુંય નથી. એ ભાવ કરો તો પછી એનું પરિણામ આવતા ભવમાં આવે. આ ભવમાં તો ગયા અવતારનાં પરિણામ ભોગવ્યે જ છૂટકો.
દિનચર્યા સાતે દિ’ની સેટિંગ,
આદર્શ જીવન ને મોક્ષે લેંડિંગ દાદાશ્રી : જિંદગીને શી રીતે સુધારવાની ? પ્રશ્નકર્તા સાચા માર્ગે જવાથી.
દાદાશ્રી : કેટલા વર્ષ સુધી સુધારવાની ? આખી જિંદગી કેટલા વર્ષ, કેટલા દિવસ, કેટલા કલાક, શી રીતે સુધરે એ બધું ?
પ્રશ્નકર્તા : ખબર નથી મને.
દાદાશ્રી : હં, તેથી સુધરતું નથી ને ! અને ખરી રીતે બે જ દિવસ સુધારવાના છે. એક વર્કિંગ ડે (કામ પર જવાનો દિવસ) અને એક છે તે રજાનો દિવસ, હોલી ડે (રજાનો દિવસ), બે જ દિવસ સુધારવાના સવારથી સાંજ સુધી. બે ફેરફાર કરે એટલે બધાય ફેરફાર થઈ જાય. બેની ગોઠવણી કરી દીધી કે બધા એ પ્રમાણે ચાલે પછી. અને એ પ્રમાણે ચાલીએ એટલે આ બધું રાગે પડી જાય. લાંબો ફેરફાર કરવાનો જ નથી. આ કંઈ બધાએય રોજના ફેરફાર નથી કરતા. આ બેની ગોઠવણી જ કરી દેવાની છે. બે દિવસની ગોઠવણી કરે એટલે બધા દિવસ આવી ગયા.
પ્રશ્નકર્તા : એ ગોઠવણી કેવી રીતે કરવાની ?
દાદાશ્રી : કેમ ? સવારમાં ઊઠીએ, એટલે ઊઠ્યા એટલે પહેલાં છે તે ભગવાનનું સ્મરણ જે કરવું હોય તે કરી લેવું. એક તો સવારમાં વહેલું