________________
(૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ
૪૯૩
૪૯૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : હા, હવે તો ડબલ બેડ આપે છે.
દાદાશ્રી : પહેલાં તો કો'ક કો'ક દહાડો વહુ ભેગી થઈ તે થઈ, નહીં તો રામ તારી માયા ! કુટુંબ મોટા હોય એટલે સંયુક્ત કુટુંબ તે અને અત્યારે તો રૂમ જુદી તે જુદી પણ બેડ પણ સ્વતંત્ર ડબલ બેડ અને પાછું તમે છોકરાને કહો કે ભઈ. પેલી બાજ તારો બેડ છે લીધેલો, ત્યાં જા એટલે ઉપરથી દેખાડીએ આપણે. એટલે એ જાણે કે પહેલેથી આદિ-અનાદિથી સુખ આમાં જ છે. એ પેલી ભ્રામક માન્યતા પેસી જાય એને.
આ તો બહુ ઝીણી વાત નીકળે છે.
પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્ર આટલી ઊંચી કક્ષાના હતા, છતાં પણ એમને આ સંસાર ભોગવવો પડ્યો, એનું શું કારણ ?
દાદાશ્રી : છૂટકો જ નહીં, કોઈને પણ. જેટલો લમણે લખેલો છેને એ સંસાર કોઈને ભોગવ્યા વગર છૂટકો જ નહીં, ડિસ્ચાર્જ છે. એમણે ઘણું તપ કર્યું પણ તપ-બપ કશું વળે નહીં. એ ચાલે નહીં ત્યાં આગળ. પણ ત્યાં આગળ ડિસ્ચાર્જ કહેવાય નહીં. કારણ કે ક્રમિક માર્ગ ને ! એટલે મહામુશ્કેલી. ગમે નહીં ને થાય નહીં, મહામુશ્કેલી. મહાવીર ભગવાનને ત્રીસ વર્ષ સુધી સંસાર હતો. સંસાર કંઈ નડતો નથી, તમારી અણસમજણ નડે છે. જ્ઞાની પાસેથી જ્ઞાન લીધા પછી રહ્યું શું, ત્યારે કહે અણસમજણ તમારી.
પ્રશ્નકર્તા : એ જ કાઢવાની મુશ્કેલ છે.
દાદાશ્રી : નહીં, એક જ વખત સમજવાથી અણસમજણ કાયમ માટે ઉકેલાઈ જાય. દુનિયામાં મુશ્કેલી જેવી વસ્તુ જ કશી હોતી નથી ને ! કોઈ વસ્તુ મુશ્કેલ નથી હોતી.
પ્રશ્નકર્તા : એ મુશ્કેલ છે એવો ખ્યાલ પાછો આવે. એને લીધે મુશ્કેલી વધી જાય ને ?
દાદાશ્રી : વધી જ જાય ને ! પછી મુશ્કેલીની પરંપરા થાય છે. જેવું બોલે એવો, ચિંતવે એવો તરત થઈ જાય. આ જે એનો સ્વભાવ છે અને
આ જ્ઞાન આપ્યા પછી તો રહ્યું શું, કશું જ રહેતું નથી.
આ જગતમાં લડવાડ ક્યાં હોય ? જ્યાં આસક્તિ હોય ત્યાં જ. પછી જે જોડી ત્યાં આગળ જુદી થઈને, જુદી થઈને એક રહેવાય પાછું ને ઝઘડા મટી ગયા. ઝઘડા ક્યાં સુધી હોય ? વિષયમાં છે ત્યાં સુધી. પછી “મારીતારી’ કરવા માંડે, ‘આ તારી બેગ ઉઠાવી લે અહીંથી. મારી બેગમાં સાડીઓ કેમ મૂકી ?” એ ઝઘડા શું? વિષયમાં એક છે ત્યાં સુધી. અને છૂટાં થયા પછી આપણી બેગમાં મૂકે તોય વાંધો નથી. એ ઝઘડા ના થાયને પછી ! પછી કોઈ ઝઘડો નહીં ને ! કેટલાં વર્ષથી બ્રહ્મચર્ય વ્રત લીધું ?
પ્રશ્નકર્તા ઃ આમ નવ વર્ષ થયાં.
દાદાશ્રી : એટલે ત્યાર પછી ઝઘડા-બઘડા નહીં, કશી ભાંજગડ જ નહીં અને સંસાર ચાલ્યા કરે !
પ્રશ્નકર્તા : ચાલે જ છેને, દાદા. દાદાશ્રી : છોડીઓ પૈણી, છોકરા પૈણાવ્યા, બધું પૈણે... પ્રશ્નકર્તા : દાદા, ઘરમાંય નથી થતું હવે કશુંય....
દાદાશ્રી : એમ ? સંસારમાં સરસ રહે એવું આ વિજ્ઞાન ! હા, છોડીઓ-છોકરા પૈણાવે. મહીં અડે નહીં, નિર્લેપ રહે. અને દુ:ખ તો જોયું જ નથી. ચિંતા-બિંતા જોયેલી નહીં, નહીં ? બિલકુલ નહીં, નવ વર્ષ ! આઠ વર્ષથી ચિંતા નહીં જોયેલી ? શું વાત કરો છો ?
પ્રશ્નકર્તા : હા, આવે તો ઘણું પણ અડે નહીં.
દાદાશ્રી : આવે ખરી, એ તો બરોબર, સંસારમાં છે એટલે આવે તો ખરું. અડે નહીં, એટલું જ પાછું નડેય નહીં કંઈ પણ. સેફસાઈડ, કાયમ સેફસાઈડ. અહીં બેઠા જ મોક્ષ થઈ ગયો, પછી હવે રહ્યું શું?
પ્રશ્નકર્તા દાદા, હું તો કહું છું કે અહીં જ મોક્ષનાં સુખ વર્તાવા જોઈએ. તો જ એની મઝા !
દાદાશ્રી : તો જ, સાચો મોક્ષ અહીં વર્તાવો જોઈએ.