________________
(૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ
દાદાશ્રી : એક વરસ દહાડો છૂટા સૂઈ જઈ અને પછી સૂઈ જવામાં વાંધો નહીં. વરસ દહાડો છે તે એમ ને એમ એકલા સૂઈ રહેવું જોઈએ. પછી વાંધો નહીં, શું ફાયદો થાય, એકલા સૂઈ જવાથી ?
પ્રશ્નકર્તા : એક તો થાય કે એમના વગર ચાલશે એમ.
દાદાશ્રી : ના, એ તો ભાવ ના હોય તો ચાલે એવું લાગે જ ને ? આ તો એકલા જ સૂઈ જવાનું જુદા જુદા રૂમમાં શું સાયન્સ હશે એમાં ? અમે કહીએ છીએ એની પાછળ શું સાયન્સ હશે ?
પ્રશ્નકર્તા : વૈરાગ આવે, એનાથી વૈરાગ ઉત્પન્ન થાય ? દાદાશ્રી : વૈરાગ-બૈરાગની જરૂર જ ક્યાં છે આપણે ? પ્રશ્નકર્તા : પરમાણુ એકબીજાના ખેંચાય નહીં, જુદા સૂઈ રહે તો.
દાદાશ્રી : ના, પરમાણુનો સવાલ નથી. ભેગાં રહેવું હોય તો પણ ભાવ નક્કી કર્યો છે પછી પરમાણુ શેના ખેંચાય ? પરમાણુ ખેંચાય તો પણ ભાવ નક્કી કર્યો છે અને વાળ વાળ કરે. આની પાછળ સાયન્ટિફિક કારણ છે.
૪૯૧
વરસ દહાડો છૂટા રહીને પછી તમે એક પથારીમાં સૂઈ જાવને તો જે દહાડે એ બહારથી બહુ જ આખો દહાડો તપીને આવ્યો હોયને, તે પસીનો સોઢશે તમને. અને આ બઈનેય પસીનો સોઢશે. ગંધ ઉત્પન્ન થશે.
પેલી ગંધ ના ખબર પડે. નાક, આ ઇન્દ્રિય ખોવાઈ જાય. રોજ ડુંગળી ખાનારાને, ડુંગળી છે તે આખા ઘરમાં ભરેલી હોય તોય એને ગંધ ના આવે. અને ડુંગળી ના ખાતો હોય, તેને અહીંથી બસો ફૂટ છે તે ડુંગળી હોય તો એને ગંધ આવે. એટલે નાક ઇન્દ્રિય બધી ખલાસ થઈ જાય. એટલે આ સૂઈ જાય, નહીં તો જોડે સૂવાતું હશે ?
આ ડુંગળીની વાત તમને સમજણ પડી ?
પ્રશ્નકર્તા ઃ પડી ગઈ, બરાબર.
દાદાશ્રી : આવું શાનેય મારે આપવાનું. તમારે બધાએ જાણવું
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
જોઈએ આવું જ્ઞાન તો ! આ તો મારે કંઈ જણાવી આપવું પડે ? પ્રશ્નકર્તા : જ્યાં સુધી તમે બોલો નહીં ત્યાં સુધી એ આવરણ ખસે નહીં, ગમે એટલું જાણો તોય. બધાને વચનબળથી જ ખસે.
૪૯૨
પ્રશ્નકર્તા : હું તો મારી વાત કરું છું કે જ્ઞાન લીધા પછી, સતત કેવળ આ ભાવ કરતી હોઉં અને છતાં નથી છૂટતું.
દાદાશ્રી : ના, પણ એ તો પહેલાંનો હિસાબ છેને, એટલે છૂટકો જ ના થાય.
પ્રશ્નકર્તા : વિષય નથી, પણ હૂંફને માટે. એમ થાય કે ના સાથે સૂવું જ છે.
દાદાશ્રી : ના, એમ નહીં પણ એ તો એ જે આ હિસાબ છે ને, તે હિસાબ બધો ચૂકતે થાય છે. હા, એ હિસાબ ચૂકતે થયો ક્યારે કહેવાય, સાથે સૂઈ જતા હોય અને ના ગમતું હોય એ બધું, અંદર ગમતું ના હોય અને સૂઈ જવું પડતું હોય ત્યારે હિસાબ ચૂકતે થાય. પણ ગમે છે કે નહીં એટલું તો પૂછી લેવું.
પ્રશ્નકર્તા : પોતાને ગમે, પણ મહીંથી પ્રજ્ઞાશક્તિ અથવા સમજ ચેતવે છે.
દાદાશ્રી : મનને તો ભલે ગમે પણ આપણને ગમે ? પ્રશ્નકર્તા : એ ચેતવેને કે આ ખોટે રસ્તે તું જઈ રહી છે. દાદાશ્રી : તો વાંધો નહીં.
ડબલ બેડની સિસ્ટમ બંધ કરો ને સિંગલ બેડની સિસ્ટમ રાખો. આ તો બધા કહેશે, ડબલ બેડ બનાવો, ડબલ બેડ... પહેલાં હિન્દુસ્તાનમાં કોઈ માણસ આવી રીતે સૂતો નથી. કોઈ પણ ક્ષત્રિય નહીં. ક્ષત્રિય તો બહુ કડક હોય પણ વૈશ્યેય નહીં. બ્રાહ્મણોય આવી રીતે સૂવે નહીં, એક પણ માણસ નહીં ! જો કાળ કેવો વિચિત્ર આવ્યો ? આપણે ત્યાં તો ઘરમાં જુદી રૂમ નહોતા આપતા પહેલાં.