________________
(૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ
૪૮૯
૪૯૦
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
પાશવતા છે. માટે આ પાશવતા બંધ કરી દેવી. બુદ્ધિશાળી સમજણવાળો હોય તેને વિચાર ના આવે ? ફોટો લે તો કેવો દેખાય ? કૂતરાં જેવો દેખાય ને ? તોય શરમ ના આવે ? મેં આવું કહ્યું ત્યારે વિચાર આવે, નહીં તો આવો વિચાર ક્યાંથી આવે ? અને જ્યાં સુધી તમારે વિકાર સંબંધ છે ત્યાં સુધી આ ડખાડખ રહેવાની જ. એટલે અમે તમારી ડખાડખમાં વચ્ચે પડીએ જ નહીં. અમે જાણીએ કે વિકાર બંધ થશે, ત્યારે એની જોડે ડખો બંધ થઈ જ જાય. એક ફેરો એની જોડે વિકાર બંધ કરી દીધોને, પછી તો આ એને મારે તોય એ કશું ના બોલે. કારણ કે એ જાણે કે હવે મારી દશા બેસી જશે ! માટે આપણી ભૂલથી આ બધું ઊભું છે. આપણી ભૂલે જ આ બધાં દુઃખો છે. વીતરાગો કેવા ડાહ્યા ! ભગવાન મહાવીર તો ત્રીસ વર્ષે છૂટા થઈને હેય મસ્તીમાં ફરતા હતા !
એની જોડે વિષય બંધ કર્યા સિવાય બીજો ઉપાય જડ્યો જ નથી. કારણ કે આ જગતમાં રાગ-દ્વેષનું મૂળ કારણ જ આ છે, મૌલિક કારણ જ આ છે. અહીંથી જ બધો રાગ-દ્વેષ ઊભો થયો. સંસાર બધો અહીંથી જ ઊભો થયો છે. એટલે સંસાર બંધ કરવો હોય તો અહીંથી જ બંધ કરી દેવો પડે. પછી કેરીઓ ખાવ, ફાવે એ ખાવને ! બસો રૂપિયે ડઝનવાળી કેરીઓ ખાવને, કોઈ પૂછનાર નથી. કારણ કે કેરીઓ સામો દાવો નહીં માંડે. તમે એને ના ખાવને તો એ કંઈ કકળાટ નહીં કરે અને આ સંબંધમાં તો તમે કહેશો કે “મારે નથી જોઈતું. ત્યારે એ કહેશે કે, “ના, મારે તો જોઈએ જ છે.' એ કહેશે કે, “મારે સિનેમા જોવા જવું છે. ત્યારે તમે ન જાવ તો કકળાટ ! આવી જ બન્યું જાણે ! કારણ કે સામો મિશ્રચેતન છે અને કરારી છે, એટલે દાવો માંડે.
જેને ક્લેશ કરવો નથી, જે ક્લેશનો પક્ષ ખેંચતો નથી, એને ક્લેશ થાય પણ ધીમે ધીમે બહુ ઓછો થતો જાય. આ તો ક્લેશ કરવો જ જોઈએ એમ માને છે ત્યાં સુધી ક્લેશ વધારે થાય. ક્લેશના પક્ષકાર આપણે ના બનવું જોઈએ. ક્લેશ નથી જ કરવો એવો જેનો નિશ્ચય છે તેને ક્લેશ ઓછામાં ઓછો આવીને પડે છે. અને જ્યાં ક્લેશ છે ત્યાં ભગવાન તો ઊભા જ ના રહે.
આ સંસારમાં જો વિષય ના હોત તો ક્લેશ જ ના હોત. વિષય છે તેથી ક્લેશ છે. નહીં તો ક્લેશ જ હોત નહીં ! વિષયને એક્ઝક્ટ ન્યાય બુદ્ધિથી જુએને તો ફરી વિષય કરવાનું માણસને મન જ ના થાય.
પ્રશ્નકર્તા: પણ વિષય ચીજ જ એવી છે કે તે ન્યાય બુદ્ધિ જોવા ન દે.
દાદાશ્રી : આ વિષય એવી વસ્તુ છે કે એક ફેરો બંધ થયો પછી ના જોવા દે. સૌથી ભારેમાં ભારે અંધ એટલે લોભાંધ અને એનાથી સેકન્ડ નંબર હોય તો વિષયાંધ.
પ્રશ્નકર્તા : લોભાધને વધારે ક્યારે કહેવાય ?
દાદાશ્રી : અરે, લોભાંધની તો દુનિયામાં વાત જ જુદી છે ને ! લોભાંધ એટલે દુનિયાનો એક નવી જ જાતનો રાજા. વિષયવાળા તો મોક્ષ જવાને માટે પ્રયત્ન કરે. કારણ કે વિષયવાળાને તો ક્લેશ થાય ને ! એટલે પછી કંટાળે. જ્યારે લોભાંધને તો ક્લેશ પણ ના થાય. એ તો એની લક્ષ્મીની જ પાછળ પડેલો હોય, લક્ષ્મી કંઈ બગડતી નથી ને એ જ જોયા કરે અને એમાં જ એ ખુશ. છોકરાને ઘેર છોકરા હોય તોય એને લક્ષ્મીની જ પડેલી હોય. અને લક્ષ્મીને સાચવવા આવતો ભવ ત્યાં સાપ થઈને બગાડે.
એ સ્ત્રીઓનો સંગ જો પંદર દહાડા પુરુષ છોડેને, પંદર દહાડા છેટો રહે, તો ભગવાન જેવો થઈ જાય.
પ્રશ્નકર્તા : પંદર દહાડા બૈરાંથી દૂર જતા રહીએ તો બૈરાઓ પછી વહેમ ખાય અમારા ઉપર.
દાદાશ્રી : એ ગમે તે કહો, એ બધી વકીલાત કહેવાય. એ ગમે એટલી વકીલાત કરો તો ચાલે વકીલાતમાં, જીતો ખરા, પણ એક્કેક્ટ પુરાવા નથી એ. પંદર જ દહાડા !
પ્રશ્નકર્તા : વિષય ભોગવતા ના હોઈએ, પણ સાથે બેડમાં સૂઈ જઈએ તો વાંધો ખરો ?