________________
(૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ
દાદાશ્રી : એનું સોલ્યુશન તો હોય છે, પણ લોકોનાં મનોબળ કાચાં હોય છેને ! મનોબળ કાચાં હોય એટલે શું થાય, બિચારાનું ? સોલ્યુશન, એને તો તમે અમુક ભાગ છે તે બંધ કરી દો કે તરત છે તે ચૂપ થઈ જાય બધું. પણ મનોબળ કાચાં હોય તો શું કરે ?
પ્રશ્નકર્તા : એ બતાડોને દાદા, કયો ભાગ બંધ કરી દેવો ? દાદાશ્રી : વિકારી ભાગ બંધ કરી દેવાનો. તો એની મેળે જ બધું બંધ થઈ જાય. એને લઈને આ કકળાટ કાયમ ચાલ્યા કરે.
૪૮૭
પ્રશ્નકર્તા : પહેલાં તો અમે એમ સમજતા’તા કે આ ઘરનાં કામકાજ બાબતમાં અથડામણ થતી હશે, તે ઘરનાં કામમાં હેલ્પ કરવા બેસીએ, તોય
અથડામણ.
દાદાશ્રી : એ બધી અથડામણો થવાની જ. આ જ્યાં સુધી વિકારી બાબત છે, સંબંધ છે ત્યાં સુધી અથડામણ થવાની. અથડામણનું મૂળ જ આ છે. જેણે વિષય જીત્યો તેને કોઈ હરાવી શકે નહીં, કોઈ એનું નામેય
ના દે. એનો પ્રભાવ પડે.
કરવું ?
આવ્યા.
પ્રશ્નકર્તા : હવે કઈ રીતે આ કરવું ? એમ. આ બંધ કઈ રીતે
દાદાશ્રી : વિષય જીતવાનો.
પ્રશ્નકર્તા : વિષય નથી જીતાતો એટલે તો અમે તમારા શરણે
દાદાશ્રી : કેટલા વર્ષથી વિષય.... ઘરડા થવા આવ્યા તોય વિષય ? જ્યારે જુઓ ત્યારે વિષય, વિષય ને વિષય !
પ્રશ્નકર્તા : આ વિષયો બંધ કરવા છતાં અથડામણ ના ટળતી હોય એટલે તો અમે તમારા ચરણે આવ્યા.
દાદાશ્રી : તો તો થાય જ નહીં. વિષય જ્યાં બંધ છે તે મેં જોયું, જેટલા જેટલા પુરુષો મજબૂત મનના છે તેને તો સ્ત્રી તો બિલકુલ આમ
૪૮૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
કહ્યામાં રહે છે.
એક જણ છે તે બિચારો, દાદાનાં જ્ઞાનથી ખુશ થઈ ગયેલો. તે રોજ દર્શન કરવા આવે. આખો દહાડો અહીં પડી રહેવાનું મન થાય. વહુને કોઈ દહાડો તેડી લાવે નહીં. વહુ આવે નહીં. વહુ કહે છે, ‘કેમ દાદાને ત્યાં ગયા ?' રોજ ડફળાય ડફળાય કરે. હવે પેલો કહે છે, મારે શું કરવું, આવવા જ નથી દેતી આ. શી રીતે વશ થાય ?’ મેં કહ્યું ‘બે-ત્રણ મહિના સુધી વિષયનો વિચાર ના આવવા દઈશ. અને જ્ઞાન તો તેં લીધેલું છે. તો બને કે ના બને ?” ‘હા, બને.’ મેં કહ્યું, ‘કરી જોજે.’ તે પેલી કહે છે, ‘તમારે જ્યારે જવું હોય ત્યારે જજો, પણ મને આવું ના કરશો.' એ દાખલો બનેલોને, કહ્યો તમને !
પ્રશ્નકર્તા : હા, એવી બે-ચાર બીજી દવા બતાવી દો ને ! દાદાશ્રી : ના, ના, પણ દાખલો જે બન્યો એ કહ્યું મેં તમને. મારે કંઈ નવો બનાવવાનો છે ? મને તો આ પહેલેથી આવડતો'તો.
પ્રશ્નકર્તા ઃ ખરેખર દાદા, બીજા કંઈ આવડતા હોય, બે-ચાર બતાવી જાવ. તમે શું શું કરતા'તા, દાદા ?
દાદાશ્રી : બહુ યાદ રહે છે કંઈ ? મને તો યાદ રહે નહીં ને બધું. આ તો દેખાય ત્યારે મહીં બોલી જઉં. પેલો માણસ આવતો થઈ ગયો, રાજીખુશીથી. મેં કહ્યું, જો મારી આ વિદ્યા, દવા કો'ક દહાડો પકડી લેજે પાછો હું ફરી, શોધખોળ કરેલી, દાદાની આગળનું આ શીખેલું પુસ્તકમાં ના લખેલું હોય. પુસ્તકમાં લખનાર લોક તો બાવા હતા, એમને વહુ હતી જ નહીં ત્યાં. આ તો મારે જાતે ટેસ્ટ કરવું પડ્યું.
પ્રશ્નકર્તા : બીજું શું શોધખોળ કરી, તે બતાવી દો જરા ? દાદાશ્રી : એ તો વખત આવે તેમ બતાવતા જ જઈએ છીએ. જેમ જેમ દહાડો, બધું કંઈ મંગળવારે ના નીકળી જાય.
તમારે ઘરમાં રોજની ડખાડખ ના પસંદ હોય તો પછી એની જોડે વિકારી સંબંધ જ બંધ કરી દેવો. પાશવતા બંધ કરી દેવી. વિષય તો હડહડતી