________________
(૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ
દેવું જોઈએ ? ગમે તેવો વિષય હોય તે પણ સ્વમાનને ફ્રેક્ચર કરે તે કામનો શું તે ? બધે એવું થઈ ગયું છે, તમારા ઉપર નહીં, બધે આનું આજ થઈ ગયું છે. માણસને સારી રીતે ઊંઘ આવે, પોતે પોતાનું સ્વતંત્ર જીવન હોય, જીવન પોતાના કંટ્રોલમાં હોય. જે સંયમી પુરુષો છેને, તેમની સ્લીપીંગ રૂમ જુદી હોય. હં. જુદી, પહેલેથી જુદી રાખતા નથી તે પછી મનોબળ લપટું પડી જાય. પછી પેલાને અપમાન સ્વમાનનું ઠેકાણું રહે નહીં.
૪૮૫
શાસ્ત્રકારોએ તો એટલે સુધી કહ્યું કે જો તમારે સંયમ સાચવવો હોય તો આ પુરુષ બેઠો હોય તે જગ્યાએ સ્ત્રીએ બેસવું પણ નહીં અને સ્ત્રી બેઠી હોય ત્યારે પુરુષે બેસવું નહીં. કંઈક નિયમ તો ખોળી કાઢવો પડશે ને ? જીવન જીવવાની કળા તો જોઈએ કે ના જોઈએ ?
પ્રશ્નકર્તા : જોઈએ, દાદા.
દાદાશ્રી : કેટલી સરસ નોકરી કરો છો, કેટલું સરસ ભણ્યા છો, શું બાકી રહી જાય છે ? નથી ચોરી કરતા, નથી લુચ્ચાઈ કરતા, નથી કાળો બજાર કરતા તોય પણ શાંતિ મહીં નહીંને, જીવન જીવન નહીં ને ?
પ્રશ્નકર્તા : શાંતિ નથી, રાઈટ !
દાદાશ્રી : એ જીવન જીવવા માટે નથી. એ તમને અહીં બધું બતાડી દઈશું. આ વખતે તમારું પૂરેપૂરું સો ટકા પૂરું કરવું છેને ?
પ્રશ્નકર્તા : હા, સો ટકા પૂરું કરવું છે.
દાદાશ્રી : સ્વમાન રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ ? પ્રશ્નકર્તા : રાખવું જોઈએ.
દાદાશ્રી : સસરાને ત્યાં કાપડની મિલ હોય અને આપણને જોબ છૂટી ગયો હોય, ત્યારે શું સસરાને ત્યાં જઈને આમ આમ કરીને બેસી રહેવું ?
પ્રશ્નકર્તા : ના, ના બેસી રહેવાય.
દાદાશ્રી : શું કરો ત્યાં આગળ ?
૪૮૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા ઃ ત્યાં જવાનો અર્થ નહીં ને !
દાદાશ્રી : એ કશું બોલે નહીં ને તમે માંગણી કરો ખરા કે મને જોબ આપો ?
પ્રશ્નકર્તા ઃ ના.
દાદાશ્રી : જાણે છે તોય બોલતો નથી સસરો, ત્યારે મેલ તું ને તારી વહુ, પડી રહેજો અહીં આગળ તમારે ઘેર, હું તો મારે ઘેર જઉં છું. કંઈક તો સ્વમાન હોય કે ના હોય, બળ્યું ? ક્યાં સુધી આમ જાનવરનું જીવન જીવવું ?
એક ફેરો તમને ઘસી નાખે એટલે થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. ઘસી નાખે તો ત્યાં સુધી નહીં જવું. એ શેનાથી ઘસી નાખે છે ? વિષયોની લાલચને લઈને. ત્યારે એ તો બહુ યોગી જેવું રહેવું જોઈએ.
વિષયો વચ્ચે હોય જ્યહાં લગી,
વહુ અથડાય જ ત્યહાં લગી !
પ્રશ્નકર્તા : બધી ફાઈલો તો જાણે કે દાળમાં નાખીને વઘાર કરીને ખઈ શકીએ એવા છે, પણ બે નંબરની ફાઈલને કંઈ દાળમાં વઘાર કરવો ?
છે.
દાદાશ્રી : બે નંબરની ફાઈલને ના ચાલે. બે નંબરની ફાઈલ તો જ્ઞાન લીધેલું માણસ હોય અને તે જ્યારે અથડામણ થાય ત્યારે ‘વ્યવસ્થિત’ સમજે, કોણ અથડાય તે જાણે, ત્યારે છૂટો થાય.
પ્રશ્નકર્તા : દાદા, એ તો એ સમજીએ છીએ કે આ કર્મ અથડાય
દાદાશ્રી : હા, તો ?
પ્રશ્નકર્તા : ગયા જનમમાં એની સાથે અમે અથડાયા હતા. આ જન્મમાં અમારી સાથે એ અથડાય. પણ એનો રસ્તો તો કાઢવો પડે ને ? સોલ્યુશન તો શોધવું પડે ને ?