________________
૪૮૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ
૪૮૧ દાદાશ્રી : એવું છેને કે આ મરેલા પુરુષ કે મરેલી સ્ત્રી હોય તો એમ માનોને કે એમાં કોઈ દવાઓ ભરી અને પુરુષ પુરુષ જેવો જ રહેતો હોય ને સ્ત્રી સ્ત્રી જેવી જ રહેતી હોય તો વાંધો નહીં, એની જોડે વેર નહીં બંધાય. કારણ કે એ જીવતું નથી. અને આ તો જીવતું છે. ત્યાં વેર બંધાય
પ્રશ્નકર્તા : તે શાથી બંધાય છે ?
દાદાશ્રી : અભિપ્રાય ‘ડિફરન્સ છે તેથી તમે કહો કે, ‘મારે અત્યારે સિનેમા જોવા જવું છે.' ત્યારે એ કહેશે કે, “ના, આજ તો મારે નાટક જોવા જવું છે.” એટલા ટાઈમિંગ નહીં મળી રહે. જો એક્કેક્ટ ટાઈમિંગે ટાઈમિંગ મળી રહે તો જ પૈણજે.
પ્રશ્નકર્તા છતાં કો’ક એવો હોય કે એ કહે એવું થાય પણ ખરું.
દાદાશ્રી : એ તો કોઈ ગજબના પુણ્યશાળી હોય તો એની સ્ત્રી નિરંતર એને આધીન રહે. એ સ્ત્રીને પછી બીજું કશું પોતાનું ના હોય, પોતાનો અભિપ્રાય જ ના હોય, એ નિરંતર આધીન જ રહે.
એવું છે, આ સંસારીઓને જ્ઞાન આપ્યું છે. કંઈ બાવા થવાનું મેં નથી કહ્યું, પણ જે ફાઈલો હોય એનો સમભાવે નિકાલ કરો, કહ્યું છે. અને પ્રતિક્રમણ કરો. આ બે ઉપાય બતાવ્યા છે. આ બે કરશો તો તમારી દશાને કોઈ ગૂંચવનાર છે નહીં. ઉપાય ના બતાવ્યા હોય તો કિનારા પર ઊભું રહેવાય જ નહીં ને ? કિનારા પર જોખમ છે.
તમારે વાઈફ જોડે મતભેદ પડતો હતો તે ઘડીએ રાગ થતો કે દ્વેષ?
પ્રશ્નકર્તા : એ તો બન્ને વારાફરતી થાય, આપણને ‘સ્યુટેબલ’ હોય તો રાગ થાય ને ‘ઑપોઝિટ’ હોય તો હૈષ થાય.
દાદાશ્રી : એટલે એ બધું રાગ-દ્વેષને આધીન છે. અભિપ્રાય એકાકાર થાય નહીં ને ! કો'ક જ એવો પુણ્યશાળી હોય કે જેની સ્ત્રી કહેશે, ‘હું તમારે આધીન રહીશ. ગમે ત્યાં જશો, ચિતામાં જશો તોય આધીન રહીશ.’ એ તો ધન્ય ભાગ્ય જ કહેવાય ને ! પણ એવું કો'કને હોય. એટલે
આમાં મઝા નથી. આપણે કંઈ નવો સંસાર ઊભો નથી કરવો. હવે મોક્ષ જ જવું છે જેમ તેમ કરીને. ખોટ-નફાનાં બધા ખાતાં નિકાલ કરીને, માંડવાળ કરીને ઉકેલ લાવી નાખવાનો છે.
ઉછીનું સુખ રી-પે કરવું પડે;
વિષય માટે આજીજી, વેર ફળે ! એવું છે ને, આ અવલંબનનું જેટલું સુખ આપણે લીધું એ બધું ઉછીનું લીધેલું સુખ છે, લોન ઉપર. અને લોન એટલે “રી-પે’ (ચુકવણી) કરવી પડે છે. જ્યારે લોન રી-પે થઈ જાય પછી તમારે કશી ભાંજગડ હોતી નથી. તમને વસ્તુઓ ભેગી થાય છે તે વસ્તુમાંથી સુખ નથી આવતું. તમે એ સુખ લો એટલે એ લોન લીધા બરાબર છે. એ લોન તમારે રી-પે કરવી પડશે.
આત્મા પાસે સુખ નથી ભોગવતા અને પુદ્ગલ પાસે તમે સુખ માંગ્યું. આત્માનું સુખ હોય તો વાંધો જ નથી, પણ પુદ્ગલ પાસે ભીખ માંગેલી તે આપવું પડશે. એ લોન છે. જેટલી મીઠાશ પડે છે, એટલી જ એમાંથી કડવાશ ભોગવવી પડશે. કારણ પુદ્ગલ પાસે લોન લીધેલી છે. તે એને “રી-પે’ કરતી વખતે એટલી જ કડવાશ આવશે. પુદ્ગલ પાસેથી લીધેલું હોય એટલે પુદ્ગલને જ રી-પે કરવાનું.
પ્રશ્નકર્તા : પણ લોકો પ્રેમથી પાછી નહીં આપતા હોય ?
દાદાશ્રી : જે વસ્તુ જેણે લીધી છે એ છોડવાની તો એને પોતાને ગમે જ નહીં. એટલે દરેક વસ્તુ રી-પે કરવામાં ભયંકર દુઃખ હોય.
પ્રશ્નકર્તા ઃ આમાં સુખ લીધું એનું પરિણામે પેલા ઝઘડા ને ક્લેશ ?
દાદાશ્રી : આમાંથી જ ઊભું થયું છેઆ બધું. અને સુખ કશુંય નહીં. પાછું સવારના પહોરમાં દિવેલ પીધા જેવું મોટું હોય ! એ તો વિચારતાંય ચીતરી ચઢે !
પ્રશ્નકર્તા અને નહીં તોય લોકોનાં દુ:ખોનાં પરિણામો એટલાં બધાં વિચિત્ર છે તે એ ક્યારે છૂટે ! આટલાં બધાં દુઃખો સહન કરે છે, આ લોકો