________________
(૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ
૪૭૯
૪૮૦
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
હોય તોય કર્મ બંધાય અને ગમતું હોય તોય કર્મ બંધાય અને “જ્ઞાન” હોય તો તેને કોઈ જાતનું કર્મ બંધાય નહીં.
પ્રશ્નકર્તા એટલે એવું જ થયું ને કે વિષયથી જ આ બધો સંસાર ઊભો થઈ જાય છે ?
દાદાશ્રી : વિષયો એ આસક્તિથી ઉત્પન્ન થાય છે ને પછી એમાંથી વિકર્ષણ થાય છે. વિકર્ષણ થાય એટલે વેર બંધાય છે અને વેરના ‘ફાઉન્ડેશન’ પર આ જગત ઊભું રહ્યું છે. કેરીઓ જોડે વેર નથી ને બટાકા જોડે વેર નથી. એ બટાકાના જીવો છે, બધા બહુ જીવો છે, પણ વેર રાખતા નથી. એ ફક્ત નુકસાન શું કરે કે તમને મગજનું જરા દેખાતું ઓછું થઈ જાય. આવરણ વધારે. બીજું વેર રાખે નહીં. વેર તો આ મનુષ્યમાં આવેલો જીવ રાખે. આ મનુષ્યજાતિમાં જ વેર બંધાયેલું હોય છે. અહીંથી ત્યાં સાપ થાય ને પછી કરડે. વીંછી થઈને કેડે. વેર બંધાયા સિવાય કોઈ દહાડો કશું બને નહીં.
પ્રશ્નકર્તા ઃ અત્યારે દેખીતો વિષય સંબંધ ના હોય, પણ કોઈ એક બીજાને વેર ઊભું થતું હોય, તો એ પૂર્વે કંઈક વિષય થયેલો હોવો જોઈએ ?
દાદાશ્રી : રમાત્ર પૂર્વભવના ઉદયથી જ હોય. પ્રશ્નકર્તા : પણ એ વિષયને લીધે કે વિષય વગર પણ હોય ?
દાદાશ્રી : હા, વિષય વગર પણ હોય. બીજાં બધાં અનેક કારણો હોય છે. લક્ષ્મી ઉપરથી વેર બંધાય છે, અહંકાર ઉપરથી વેર બંધાય છે, પણ આ વિષયનું વેર બહુ ઝેરી હોય છે. બહુ ઝેરીમાં ઝેરી આ વિષયનું વેર છે. પૈસાનું, લક્ષ્મીનું, અહંકારનું વેર બંધાયેલું હોય તેય ઝેરી હોય છે, બળ્યું !
પ્રશ્નકર્તા : કેટલા ભવ સુધી ચાલે ?
દાદાશ્રી : અનંત અવતારથી ભટક્યા કરે. બીજમાંથી બીજ પડે, બીજમાંથી બીજ પડે, બીજમાંથી બીજ પડે અને એ શેકવાનું જાણે નહીં ને ! શેનાથી શેકાય એવું જાણે નહીં ને ?
પ્રશ્નકર્તા : જ્યાં સુધી શેકવાનું જાણે નહીં, ત્યાં સુધી ચાલ્યા જ કરવાનું?
દાદાશ્રી : હા, બસ બીજ પડ્યા જ કરે..
પ્રશ્નકર્તા : એવું પણ આપે કહેલું કે ચારિત્રમોહ કેટલાક એવા પ્રકારના હોય છે કે જ્ઞાનને પણ ઉડાડી મેલે. તો તે કયા પ્રકારનો ચારિત્રમોહ ?
દાદાશ્રી : એ વિષયમાંથી ઊભો થયેલો ચારિત્રમોહ. એ પછી જ્ઞાનને ને બધાને ઉડાડી મેલે. એટલે અત્યાર સુધી વિષયથી જ આ બધું અટક્યું છે. મૂળ વિષય છે અને તેમાંથી આ લક્ષ્મી ઉપર રાગ બેઠો અને તેનો અહંકાર છે. એટલે મૂળ વિષય જો જતો રહે, તો બધું જતું રહે.
પ્રતિક્રમણથી વિષય ઊડે,
અભિપ્રાય ભિન્ન તેથી દ્વેષ કરે ! પ્રશ્નકર્તા તો બીજાને શેકી નાખતાં આવડવું જોઈએ, પણ તે કેવી રીતે શેકવાનું?
દાદાશ્રી : એ તો આપણું આ પ્રતિક્રમણથી, આલોચના-પ્રતિક્રમણપ્રત્યાખ્યાનથી.
પ્રશ્નકર્તા : એ જ, બીજો ઉપાય નહીં ?
દાદાશ્રી : બીજો કોઈ ઉપાય નથી. તપ કરવાથી તો પુણ્ય બંધાય. અને બીજને શેવાથી ઉકેલ આવે. આ સમભાવે નિકાલ કરવાનો કાયદો શું કહે છે, તું ગમે તે રસ્તે એની જોડે વેર ના બંધાય એવી રીતે કરી નાખ. વેરથી મુક્ત થઈ જા.
આપણે અહીં તો એક જ કરવા જેવું છે કે વેર ના વધે અને વેર વધારવાનું મુખ્ય કારખાનું કયું છે ? આ સ્ત્રીવિષય અને પુરુષવિષય !
પ્રશ્નકર્તા : એમાં વેર કેવી રીતે બંધાય ? અનંતકાળનું વેર બીજ પડે છે એ કેવી રીતે ?