________________
(૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ
૪૬૯
૪૭૦
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
સમજજો. આપણી વાત બાંયધરીપૂર્વકની છે અને તરત અનુભવમાં આવે એવી વાત છે ! અને આવું સહેલું હોય તો પાળવું જોઈએ ને કે એમાં કશો વાંધો આવે છે ?
પ્રશ્નકર્તા : અમારે ઊંચે ચઢવું છે માટે પાળવું જ છે.
દાદાશ્રી : તાવ ચઢે તો પીજી. એ તો ડાહ્યા માણસનું જ કામ હોય ને ? એટલે આ અમારું થર્મોમિટર મળ્યું છે. એટલે અમે કહીએ છીએને, કે સ્ત્રી સાથે મોક્ષ આપ્યો છે ! આવી સરળતા કોઈએ નથી આપી. બહુ સરળ અને સીધો માર્ગ મૂકેલો છે. હવે તમારે જેવો સદુપયોગ કરવો હોય એ કરજો. અતિશય સરળ ! આવું બન્યું નથી ! આ નિર્મળ માર્ગ છે. ભગવાન પણ એક્સેપ્ટ કરે એવો માર્ગ છે !
તમને સમજાયું ને, આ ભૂલ ક્યાં છે, કેવી થયેલી છે ? અને ભૂલ તો ભાંગવી પડશે ને ? પ્રારબ્ધમાં હોય તે ભોગવવાનું, પણ ભૂલ તો ભાંગવી જ પડે ને. ભૂલ ભાંગવી ના પડે ?
પ્રશ્નકર્તા : ભાંગવી પડે, દાદા. દાદાશ્રી : જો કેવી ડાહી છે ત્યાર પછી !
પ્રશ્નકર્તા: હા, દાદા. એ તો બહુ સારા હતા, મેં કચકચ કરીને બગાડી નાખેલા. હવે બધું પાછું સીધું થાય છે. તમારી કૃપા થઈને એટલે. આ તો બધાની હાજરીમાં કહી દઉં.
દાદાશ્રી : બરોબર !
એટલે આ બધું સમજવું પડે, એમ ને એમ ગણું ચાલતું હશે ? કેવો બાબો ને બેબી છે, હવે શું કામ આપણે.... સારા સંપીને ફ્રેન્ડશીપ જેમ રહીએ ! પ્રારબ્ધમાં ઉદય હોય તો, બેઉ જણને તાવ ચઢ્યો હોય તો દવા પીવો, એવું કહું છું હું. હું ખોટું કહું છું કે તમારો વિરોધી છું હું કંઈ ? બધું વિચારીને લખેલું છે ને મેં.
પ્રશ્નકર્તા: બરાબર છે, સાચી વાત છે.
દાદાશ્રી : આ અમારું જ્ઞાન કેવું સરસ છે ? એટલે મેં તમને સ્ત્રી સાથે રહેવા દીધા, નહીં તો બીજો હોય તો કહેશે, ‘હંડો ચાલો, બાવા થઈ જાવ.'
વિષય માત્ર દાવા કરે કરારી,
જીવતા પરિગ્રહે, વેર લાચારી ! આ ઝઘડાના લીધે બધા દાવો માંડે. પેલાનો પૂરો થાય ત્યાં સુધીમાં પેલી દાવો માંડે, પાછો પેલો દાવો માંડે. પાંચ ડૉલરની આટલી જલેબી વેચાતી લાવ્યા ને એમાંથી પાંચ-દસ કકડા ખાઈને પછી ના ખાધી, તો એ જલેબી તમારા પર દાવો માંડે ખરી ? મને લાવ્યા ને કેમ ના ખાધી, એવું કહે ?
પ્રશ્નકર્તા : ના કહે.
દાદાશ્રી : પેલું જીભનું હતું તે જીભનો ક્લેઇમ માંડે નહીં. સારું સિનેમા જોવા ગયા અને અધવચ્ચેથી આપણે ઊઠી જઈએ તો એ કંઈ ક્લેઇમ માંડે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : ના માંડે, નહીં ? તો આપણે કંઈ સાંભળવા ગયા પ્રવચન અને ત્યાં અધવચ્ચે ઊઠી જઈએ તો કોઈ ક્લેઇમ માંડે ?
પણ આ એક વિષય એવો છે કે જે સ્ત્રીનો અને પુરુષનો જે વિષય છે, એમાં આપણે કહીએ કે ના ભઈ, હવે મારે નથી ઇચ્છા. ત્યારે કહે, ના ચાલે. ત્યાં તો દાવો માંડશે. આ એક જ એવું છે કે સામો દાવો માંડે એવું છે. માટે અહીં સાચવીને કામ કાઢી લેવું. દાવો માંડે એવું તમને સમજાયું ? એનો જ બધો ગુંચવાડો ઊભો થયો છે. માટે એ એકલો જ ભોગ એવો છે કે બહુ દુ:ખદાયી છે.
આ જીવતો પરિગ્રહ છે. એટલે આમાં દાવો માંડે, વેર હઉ બાંધે. ઘણા પરષોએ સ્ત્રીઓને સળગાવી મેલી છે. સ્ત્રીઓ ઘણા પુરુષોને કંઈક ઝેર આપી દે છે. આ બધું વેર બાંધે ત્યારે ને ! અને જલેબી એવું ના કરે