________________
(૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ
૪૭૧
૪૭૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
બિચારી. આઇસ્ક્રીમ કશું ના કરે. એટલે હું બધાને કહું છું આઇસ્ક્રીમજલેબી ખાજો પણ અહીં જરા ઓછું ધ્યાન રાખજો. બહુ સપડાશો નહીં. સ્ત્રીઓને પુરુષો છે તે વાંધાજનક છે અને પુરુષોને સ્ત્રી, બેઉને વાંધાજનક છે આ ! જીવતો પરિગ્રહ !
પ્રશ્નકર્તા ઃ તે જલેબી તો એકલી ખવાય જ, પણ સ્ત્રી તો બધું કામ કરી આપે. એકલી સિનેમા થોડી લઈ જાય. બધું બીજું પણ કરે ને ! મોટેલ ચલાવે ને !
દાદાશ્રી : એ તો બીજો માણસ રાખીએ તો એ ચલાવે ને આ વિષય દુ:ખદાયી છે !
જ્ઞાની પુરુષને બધી જ જાગૃતિ એટ એ ટાઈમ રહે. એટલે વિષય ઉપર વિચાર જ ના આવે. છતાં આટલું બધું જાણ્યા છતાંય વિષય થાય છે. તે પૂર્વ પ્રેરિત થાય છે, પૂર્વનો ઉદય છે. પૂર્વના આધારે છે. સમજીને કરવું. બીજું જાણી-બુઝીને કરવાનું ના ગમે તોય શું કરીએ પણ, ક્યાં જઈએ હવે ! સંસાર પોતે જ જેલ છે ને !
વિષયસુખ તો આખું જગત, જીવમાત્ર માની રહ્યા છે. એક ફક્ત અહીં આગળ ત્યાગીઓ છે અને ત્યાં દેવોમાં સમકિત દેવો છે, આ બે જ લોકો છે તે વિષયસુખમાં માનતા નથી. જાનવરોય વિષયને સુખ માને છે. પણ એ જાનવરો તે બિચારાં કર્મના આધીન ભોગવે છે. એમને એવું કંઈ એ નથી કે અમારે કાયમને માટે આવું જોઈએ જ. અને મનુષ્યો તો કાયમને માટે જ. ધણી પરદેશ ગયો હોય તો વહુને ના ગમે. વહુ છે તે પિયરમાં ગઈ હોય છ-બાર મહિના તો વેષ થઈ પડે. કારણ કે એણે એમાં સુખ માન્યું છે. શેમાં માન્યું છે ? આ ત્યાગીઓને શાથી એમાં દુઃખ લાગ્યું હશે ? શું એમાં સુખ નથી ?
ફલાણું કટ ને બધું કર કર કર્યું છે. અને આ સાડીઓ પહેરે છે તે પેલા બીબાના ઉદેશ રાખીને કરે છે. બસ, આ જ વ્યાપાર માંડ્યો છે.
પ્રશ્નકર્તા : આપે તો આ નગ્ન સત્ય કહી દીધું ?
દાદાશ્રી : હા, તે નગ્ન સત્ય તો બોલવું જ પડશેને એક દહાડો ! ક્યાં સુધી ઢાંક ઢાંક કરવું ? અને એમાં દહાડો ક્યારે વળશે ? કંઈક સાચું તો કહેવું પડશે ને ? ભગવાને કહ્યું છે કે જો નગ્ન સત્ય બોલતાં આવડતું હોય અને એમાંથી કોઈનેય દુઃખ ના થતું હોય તો બોલજો. નહીં તો વ્યવહારમાં નગ્ન સત્ય બોલાય નહીં કારણ કે લોકોને દુઃખ થશે. અમારી વાણીથી કોઈનેય દુઃખ ના થાય. અમારી વાણી પ્રેમાળ હોય. નગ્ન સત્યને બહાર પાડે અને કોઈનેય દુઃખ ના કરે એવી પ્રેમવાળી વાણી હોય. આવું અમે કહીએ તો એ બહેનોને દુઃખ ના થાય. આ બીબી અને આ બીબા અનાદિથી આ જ વ્યવહારમાં ડખો છે ને ! અને તેથી પોતાનું ભગવાનપણું ખોયું છે. પોતાનું પરમાત્મપણું ખોયું છે. અંદર પાર વગરની અનંત શક્તિઓ છે, પણ બધી ખલાસ થઈ ગઈ છે. બાકી આપણું તો પરમાત્મ સ્વરૂપ છે !
વિષય સાથે મોક્ષ શક્ય જ્ઞાને;
અટકે ઋષિ એક પુત્રદાતે ! બધા ધર્મોએ ગૂંચવાડો ઊભો કર્યો કે સ્ત્રીઓને છોડી દો. ત્યારે કહેશે, અલ્યા, સ્ત્રીને છોડી દઉં તો હું ક્યાં જાઉં ? મને ખાવાનું કોણ કરી આપે ? હું આ મારો વેપાર કરું કે ઘેર ચૂલો કરું ?
પ્રશ્નકર્તા : એટલે એકબીજાને પૂરક છે.
દાદાશ્રી : હા, પૂરક છે બધું ! ‘પરસ્પર દેવો ભવ' એટલે બાયડી છોડી દો તો મોક્ષ મળશે, એવું કહે તો બાઈડીએ શું ગુનો કર્યો છે ?
પ્રશ્નકર્તા : અને બાઈડીઓય એમ કહે ને, કે અમારેય મોક્ષ જોઈએ, અમારે તમે નથી જોઈતા.
દાદાશ્રી : હા, એવું જ બોલે ને ! આપણો ને આ બઈનો બેઉનો
સજે શહાર વીંધવા તરફ
ફ્રેંચ ટ, શૂટ ઉદ્દેશ તાર ! આ જગતમાં બીબીને ઉદેશમાં રાખીને જ આ બધું ફ્રેન્ચ કટ ને