________________
૪૬૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૨૨) પતિ-પત્નીના પ્રાકૃતિક પર્યાયો
૪૬૫ આવી જાય. સ્ત્રીને બે અવતાર વધારે થાય. એ કાઠું કઠોર છે, મજબૂત !
પ્રશ્નકર્તા : પણ સ્ત્રીના અવતારમાંથી સીધી મોક્ષે ના જાય, પણ સ્ત્રીના અવતારમાંથી પુરુષના અવતારમાં આવીને પછી મોક્ષે જાય ને ?
દાદાશ્રી : હા, પછી જાય. એમ ને એમ ન જાય. મલ્લિનાથ ભગવાન ગયેલાને એ તો સ્ત્રીનો ભોગ નહીં, એ તો ખાલી આકાર જ હતો. ભોગ હોય નહીં ને ! અને મહાવીર ભગવાનને ભોગ હતો ત્રીસ વર્ષ સુધી. આ મલ્લિનાથ ભગવાનને ભોગ નહીં, ભોગ હોત તો આ તીર્થંકરપણું રહેત નહીં, ખાલી આકાર જ હતો.
એટલે આમાં સ્ત્રીને વગોવવાનું નથી. આ પુરુષો ને આ (સ્ત્રીઓ) બધું, સરખું જ છે. સ્ત્રીને વગોવવાની નહીં, સ્ત્રી શક્તિ છે. એય મોક્ષને માટે તૈયાર થઈ શકે એમ છે. મોક્ષે ના જાય, એ તો સાપેક્ષ વાત લખેલી છે, નિરપેક્ષ નથી લખેલું. સ્ત્રી મોક્ષે ના જાય તો નેમિનાથ ભગવાનની રાજુલ જાય ને આ બીજાની ના જાય, એમ ત્યાં કંઈ ખટપટો છે ?
પ્રશ્નકર્તા : સ્ત્રીવેદે ઘણા મોક્ષ પામેલા છે.
દાદાશ્રી : ના, એ પહેલા પુરુષ થઈને... સ્ત્રીવેદે કોઈનો મોક્ષ ના થાય. એ તો જે થયેલાને, તે એનામાં વેદ હતો નહીં એનામાં. વેદ વગરનો આકાર હતો ! સ્ત્રીનો આકારનો વાંધો નથી પણ વેદ ના હોવો જોઈએ. એટલે સ્ત્રીઓ મોક્ષે ના જાય એવું કેટલાંક શાસ્ત્રો કહે, પણ આપણે અહીં તો જાય. પણ આપણે અહીં પછી એક પ્રતિક્રમણ કરવું પડે છે મોટું, જબરજસ્ત. ત્યારે એ પ્રકૃતિ નાશ થાય. પ્રતિક્રમણની લાવો જો ચોપડી
મેળે મંત્ર કર્યા કરવા. પણ એમેય બહાર ના કહેવું કે સ્ત્રીઓ કરે તો વાંધો નહીં. નહીં તો ઝઘડા ઊભા થાય, એટલે ઝઘડા થાય નહીં અને આપણું કામ કાઢી લેવું. વાતમાં કશો માલ નથી, વાતો કરે છે તેમાં. ધર્મને માટે કશો ભેદ નથી.
ત્રી શક્તિ કદી પડી ધર્મક્ષેત્રે,
જગલ્યાણતું મોટું નિમિત્ત એ ! એટલે સ્ત્રીઓનો દોષ નથી, સ્ત્રીઓ તો દેવી જેવી છે. સ્ત્રીઓ અને પુરુષોમાં આત્મા એ તો આત્મા જ છે, ફક્ત ખોખાંનો ફેર છે. ‘ડિફરન્સ ઓફ પેકિંગ ' સ્ત્રી એ એક જાતની ‘ઇફેક્ટ’ છે, તે આત્મા પર સ્ત્રીની ઇફેક્ટ’ વર્તે. આની ‘ઇફેક્ટ’ આપણા ઉપર ના પડે ત્યારે ખરું. સ્ત્રી એ તો શક્તિ છે. આ દેશમાં કેવી કેવી સ્ત્રીઓ રાજનીતિમાં થઈ ગઈ ! અને આ ધર્મક્ષેત્રે સ્ત્રી પડી તે તો કેવી હોય ? આ ક્ષેત્રથી જગતનું કલ્યાણ જ કરી નાખે ! સ્ત્રીમાં તો જગતલ્યાણની શક્તિ ભરી પડી છે. તેનામાં પોતાનું કલ્યાણ કરી લઈને બીજાનું કલ્યાણ કરવાની શક્તિ છે.
પેલી...
પ્રશ્નકર્તા: કેટલાક એમ કહે છે કે સ્ત્રીઓથી અમુક ધાર્મિક કાર્ય ના થાય, પુરુષોથી જ થાય. દાખલા તરીકે અમુક મંત્ર છે, તો કે એ સ્ત્રીઓથી ના બોલાય, પ્રયોથી જ થાય. તે આવા છે તો બધા જે તફાવતો છે નિયમોમાં એ શું ? જરા એનો ખુલાસો કરી આપો.
દાદાશ્રી : એ તફાવતોમાં બહુ ધ્યાન રાખવું નહીં. આપણે આપણી