________________
૪૬૪
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
(૨૨) પતિ-પત્નીના પ્રાકૃતિક પર્યાયો
૪૬૩ હવે એ સ્ત્રીઓનું બધું કપટ ઓગળી જાય. કોનું કપટ ઓગળી જાય ?
પ્રશ્નકર્તા : સતીઓનું, સતી સ્ત્રીઓનું.
દાદાશ્રી : જે સ્ત્રી બિલકુલ સતી તરીકે કામ કરે છે. તેના બધા રોગ મટી જાય.
પ્રશ્નકર્તા : દાદા, અત્યારે અમે તમારા જ્ઞાનથી અને અમારા દોષો આપને બતાવીને, અમારાથી પણ સતી થવાયને ?
દાદાશ્રી : સતી તો પહેલેથી થયા ના હોય અને બગડી ગયા પછી એ પણ સતી થવાય. જ્યારથી નિશ્ચય કર્યો ત્યારથી સતી થઈ શકે.
પ્રશ્નકર્તા : અને જેમ એ સતીપણું સાચવીએ તેમ તેમ કપટ ઓગળતું જશે?
દાદાશ્રી : સતીપણું તો કર્યું એટલે કપટ તો જવા જ માંડે એની મેળે જ. તમારે કશું કહેવું ના પડે. તો પેલી મૂળ સતીએ જન્મથી સતી હોય. એટલે એને કશું પહેલાનો ડાઘ હોય નહીં. અને તમારે પહેલાંનાં ડાઘ રહી જાય અને ફરી પાછા પુરુષ થાવ. પણ પુરુષમાં પુરુષ છે તે થયા પછી, બધા પુરુષ સરખા ના હોય. કેટલાક સ્ત્રી જેવા પણ પુરુષ હોય. એ થોડા સ્ત્રીના લક્ષણ રહી જાય અને પછી કપટ જો ઓગળી ગયું. પછી વખતે સતીપણું જો આવે, તો તો ખલાસ થઈ જાય. પુરુષ હોય તો સતી જેવું ક્લિયર થતું જાય, તો ખલાસ થઈ જાય. સતીપણાથી બધું ખલાસ થઈ જાય. જેટલી સતીઓ થયેલી, એનું બધું ખલાસ થઈ જાય અને એ મોક્ષે જાય. થોડું સમજાય છે ? મોક્ષે જતાં સતી થવું પડશે. હા, જેટલી સતીઓ થઈ એ મોક્ષે ગઈ, નહીં તો પુરુષ થવું પડે. પુરુષ ભોળા હોય બિચારા. જેમ નચાવે તેમ નાચે બિચારા. બધા પુરુષોને સ્ત્રીઓએ નચાવેલા. સ્ત્રીઓમાં એક સતી એકલી ના નચાવે. સતી તો પરમેશ્વર (ભગવાન) માને પતિને !
પ્રશ્નકર્તા: આવું જીવન બહુ ઓછાનું જોવા મળે.
દાદાશ્રી : આ કળિયુગમાં ક્યાંથી હોય ? સતયુગમાંય કોઈક જ સતીઓ હોય, અત્યારે કળિયુગમાં ક્યાંથી હોય ?
સ્ત્રીનો પણ મોક્ષ છે દાદા કહે,
જ્ઞાતીની સેવા, કૃપા આજ્ઞા મળે ! લોક કહે, મોક્ષ પુરુષનો જ થાય. સ્ત્રીઓનો મોક્ષ થાય નહીં. એ હું એમને કહું છું કે આ સ્ત્રીઓનો પણ મોક્ષ થાય. સ્ત્રીઓનો જલદી મોક્ષ ના થાય. કેમ ન થાય ? ત્યારે કહે, એમની કપટની ને મોહની ગ્રંથિ બહુ મોટી છે. પુરુષોને આવડી નાની ગાંઠ હોય, તો એમની આવડી મોટી સુરણ જેવડી હોય.
સ્ત્રી પણ મોક્ષે જશે. ભલે બધા ના કહેતા હોય પણ સ્ત્રી પણ મોક્ષને માટે લાયક છે. કારણ કે એ આત્મા છે અને પુરુષોની જોડે ટચમાં આવે છે, તે એનો પણ ઉકેલ આવશે, પણ સ્ત્રી પ્રકૃતિને મોહ બળવાન હોવાથી વધુ ટાઈમ લાગશે !
એટલે અમે એમને રસ્તો દેખાડીએ. એટલે એમને મેં કપટગીતા લખાવડાવી છે. કપટગીતા લખી આપી છે, રોજ કપટગીતા વાંચે.
શાસ્ત્રોકારોય લખે છે કે સ્ત્રીનો મોક્ષ નહીં. અલ્યા મૂઆ, શા માટે તમે આવું લખો છો વગર કામનું ? પુરુષનો અવતાર આવશે અને મોક્ષ થવાનો. સ્ત્રીનો મોક્ષ એટલે એ લિંગની ભાંજગડ છે.
પ્રશ્નકર્તા : એટલે આ લિંગે મોક્ષ ના થાય, પુરુષ લિંગે જ મોક્ષ
થાય.
દાદાશ્રી : એટલે જો પુરુષાર્થ કરે તો લિંગ બદલાઈ જાય, પણ એ જો આવું કહે કે સ્ત્રી લિંગે મોક્ષ ના થાય, તો આવું બોલવાથી તો પુરુષાર્થ મંદ પડી જાય છે સ્ત્રીઓને.
પ્રશ્નકર્તા : હા, એ પુરુષાર્થ મંદ પડી જાય.
દાદાશ્રી : અને પુરુષ સ્ત્રી થાય છે ને અને સ્ત્રી પુરુષો થાય છે, એ બધું મોહને આધીન છે.
જે કોઈ આત્મા જાણે ને આત્મજ્ઞાનીની સેવામાં પડે એનો ઉકેલ