________________
૪૫૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૨૨) પતિ-પત્નીના પ્રાકૃતિક પર્યાયો
૪૫૩ કે બધાનું ધાર્યું થાય એવી રીતે થાય તો સારું. એ કુટુંબનું ભલું કરે. બધાનું, એકેયનું મન ના દુભાય એવી રીતે થાય તો. ધાર્યા પ્રમાણે કરાવવા ફરે, એ તો કુટુંબનું બહુ નુકસાન કરે છે. અને એ વઢવઢાને ઝઘડા કરાવવાનું સાધન બધું. પોતાનું ધાર્યું ના થાય ને એટલે ખાય નહીં પાછી. અડધું ડમો ચમઈને બેસી રહે પાછી. કોને મારવા જાય, ચમઈને બેસી રહે પાછી. પછી બીજે દા'ડે કપટ કરે પાછું. એ કંઈ જાત ને ! ધાર્યા પ્રમાણે કરવા જાય પણ ના થાય તો શું થાય ? એવું બધું આ ના રાખવું જોઈએ. બેનો હવે મોટા મનનાં થાવ. હવે વિશાળ માઈન્ડના થાવ. શા માટે આ બધું? અને પાપ બાંધીને ફરી પાછું જાનવરમાં જવું, તેના કરતાં અહીં આગળ પુણ્ય બાંધીને ફરી અહીં આવવું શું ખોટું ? માનવ ધર્મ તો પાળવો જોઈએને, આ તો માનવ ધર્મેય નથી.
એટલે સ્ત્રીઓને કોઈ જાતની હરકત નથી. સ્ત્રીઓ થકી આપણને નુકસાન શું છે એ આપણે જોઈ લેવું જોઈએ અને સ્ત્રીઓને આપણા થકી શું નુકસાન છે એ જોઈ લીધા પછી બન્નેનો વેપાર બહુ સારો ચાલે છે. સમજી લેવાનું કે શેનાથી આ નુકસાન થાય છે.
પ્રશ્નકર્તા: સ્ત્રીઓ થકી પુરુષને શું નુકસાન છે અને પુરુષો થકી સ્ત્રીઓને શું નુકસાન છે ?
દાદાશ્રી : કશું નુકસાન છે નહીં, જો જીવતા આવડે તો ! આ તો આ જીવતાં નથી આવડતું એટલે સ્ત્રીને પોતે રમવાનું રમકડું માની બેઠો છે. ભોગ્ય વસ્તુ માની લે છે, તે ખોટું છે. એ તો ભાગીદાર છે. જેમ આપણાં પાર્ટનર હોય એના જેવું છે, હેર્લિંગ છે.
પ્રશ્નકર્તા : સ્ત્રીઓ પોતાનાં આંસુ દ્વારા પુરુષોને પીગળાવી દે છે અને પોતાનું ખોટું છે એ સાચું ઠરાવી દે છે, એ બાબતમાં આપનું શું કહેવાનું છે ?
દાદાશ્રી : વાત સાચી છે. એનો ગુનો એને લાગુ થાય છે અને આવું ખેંચ કરેને, એટલે વિશ્વાસ જતો રહે. ચાંદીનો કલદાર રૂપિયો હોય અને રસ્તામાં આપણે કહીએ, ‘એ કલદાર છે કે નહીં હજુ મારે બૅન્કમાં
તપાસ કરાવવી છે', તો એ તો ગાંડું કહેવાય. સત્યને સત્ય જ રહેવા દેવું. ખેંચાખેંચ કરી કે બગાડ્યું.
અને સ્ત્રીઓ જે આવું કરે છે એ તો સ્ત્રીપણું છૂટે નહીં. ઊલટું સ્ત્રીપણું વધારે બંધાય. અને પુરુષ તો ભોળા બિચારા. પુરુષો હંમેશાંય ભોળા હોય. સ્ત્રીઓનાં રમાડ્યા જ રમ્યા કરે અને એ એમ જાણે કે મારી રમાડી આ રમે છે અને પુરુષોને સ્ત્રીઓ રમાડતી જ હોય.
કોઈના ધણી ભોળા હોય તે આંગળી ઊંચી કરો જોઈએ. આ આંગળી ઊંચી કરી ને, એ ખાનગીમાં કહી દે, ‘અમારે ભોળા છે, બધા જ ભોળા છે'. એ ઇટસેલ્ફ સુચવે છે કે આ તો સ્ત્રીઓ રમકડાં રમાડે છે. આ તો પછી ઊઘાડું કરતાં ખોટું દેખાય. ખોટું ના દેખાય ? બધું બહુ ના કહેવાય. ખાનગીમાં સ્ત્રીઓને પૂછીએને, ‘બેન, તમારા ધણી ભોળા ?” ‘બહુ ભોળા.’ માલ કપટનો તેથી, પણ એ બોલાય નહીં, ખોટું દેખાય. બીજા ગુણો બહુ સુંદર છે.
મને હઉ હીરાબા કહે ને, તમે તો ભોળા ને ભોળા. મેં કહ્યું, ‘હા, એ હું ભોળો છું'. એ પાછો પડદો હશે તે ઘડીએ ! હવે એ ભલા માણસ છે. તે પાછો પડદો ના હોય એવા માણસ છે. તોય પણ એમનામાંય, મેં એક દહાડો હીરાબાને કહ્યું, ‘તમારે જૂઠું શું કરવા બોલવું પડે ?” ત્યારે કહે, “અમે હઉ બોલીએ. નહીં તો તમે કંઈક વઢો, તેટલા સારું અમે હઉ બોલીએ.” મેં કહ્યું, “ઓહોહોહો ! હું વઢવાને નવરો જ નથી.”
પ્રશ્નકર્તા એમેય કહેલું કે થોડું કપટ રાખું છું, હુંય કપટ રાખું છું.
દાદાશ્રી : મને હીરાબા કહેતાં હતાં, ‘તમે ના રાખતા હો પણ હું તો કપટ રાખું છું.' ત્યારે મેં કહ્યું, ‘અમને તો કપટ-બપટ હોય નહીં.’ ત્યારે કહે, ‘પણ હું તો કપટ રાખું છું'.
- સ્ત્રી એટલે શું ? કપટ અને મોહ. હવે કોઈ સ્ત્રી છે તે માની થવા માંડી દહાડે દહાડે અને પછી ક્રોધી થવા માંડી, એને કપટ ને મોહ જતો