________________
(૨૨) પતિ-પત્નીના પ્રાકૃતિક પર્યાયો
૪૫૧
૪૫૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
સાડી-દાણીતા દેખતાં મૂર્ણિત,
મોહ-કપટ પરમાણુ ગોપિત ! પ્રશ્નકર્તા : આ બેન કહે છે, આવતા જન્મમાં મને ફરીથી સ્ત્રીનો અવતાર મળે ?
દાદાશ્રી : સ્ત્રી થવાની ઇચ્છા છે કહો છો એ સ્ત્રીપણું પરમેનન્ટ હશે કે નહીં ? નવી શોધખોળ એ નવું બોલ્યા ને ! કોઈ આવું બોલે જ નહીંને !
પ્રશ્નકર્તા : એટલે આ બેન પેલી રીતે વ્યંગમાં બોલે છે કે અહીંયાં અમેરિકામાં સ્ત્રીઓને કશું કામધંધો હોતો નથી, આરામથી ખાવાનું એક ટાઈમ બનાવે અને મજા કરે.
દાદાશ્રી : હા, પણ એના હૃદયમાં શું દુ:ખ હશે એ તમને શું ખબર પડે ? એ તો સ્ત્રીઓ મને કહે છે, તમને ના કહે. સ્ત્રીઓ મને બધું કહે, પુરુષો કહે ને બધા કહે.
પ્રશ્નકર્તા : એમને શું દુઃખ છે કહો તો અમને ખબર પડે.
દાદાશ્રી : અરે, ઘણું દુઃખ હોય એમને તો. એ તો એવું છે કે આ પુરુષને આખી જિંદગીમાં એક જ વખત મેટરનિટી વોર્ડમાં જવાનું થાય તો શું થાય ? તો એને કેટલા વખત મેટરનિટી વોર્ડમાં જવું પડશે એનું તો.
પ્રશ્નકર્તા : અહીંયાં તો સ્ત્રીઓ એક-બે વખત, વધારે વખત ના જાય...
દાદાશ્રી : ના, પણ એક-બે વખત પુરુષને હોયને તો બહુ મુશ્કેલી પડે. આપણાથી સહન ના થાય. એ તો એ જ સહન કરે. માટે એમાં શું સુખ છે બિચારીને ? તે એને હેરાન કરો છો વગર કામના. અરે, એવું થવાની આશા શું કરવા રાખો છો ? કો'ક ફેરો પુરુષપણું મળે. ઊલટું સ્ત્રીઓએ એવી આશા રાખવી જોઈએ કે અમે ક્યારે પુરુષ થઈએ.
પ્રશ્નકર્તા : મને એવું બહુ થતું હતું.
દાદાશ્રી : એ પુરુષ થવું હોયને તો આ બે ગુણ છૂટે તો થાય, મોહ અને કપટ. મોહ અને કપટ બે જાતના પરમાણુ ભેગા થાય એટલે સ્ત્રી થાય અને ક્રોધ ને માન બે ભેગા થાય તો પુરુષ થાય. એટલે પરમાણુના આધારે આ બધું થઈ રહ્યું છે.
એમને (સ્ત્રીને) તો કપટ ને મોહ બધું, સાડી દેખી હોયને તો આપણે કહીએ કે આજ જોડે જોડે આવ્યા પણ તમે કેમ ખોવાઈ ગયેલા લાગો છો ? ત્યારે ત્યાં રહી ગયા હોય એ, સાડીમાં. અહીં ધોકડું આવ્યું હોય. એ ખોવાઈ ગયેલા હોય. એ મોહ બધો અને આપણા પુરુષો ખોવાઈ ના જાય. પુરુષ ખોવાઈ જાય ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : ના ખોવાઈ જાય. એને તો સાડી દેખી તો ત્યાં ખોવાઈ જાય અને જો જણસ (દાગીના) દેખી હોયને તોય ખોવાઈ જાય.
ધાર્યા પ્રમાણે ધણીને ચલાવે,
કપટ કરી ઘરતે નચાવે ! એક ફેરો મને બહેનોએ કહ્યું કે અમારામાં ખાસ અમુક અમુક દોષો હોય છે, તેમાં ખાસ વધુ દોષ નુકસાનક્ત કયો ? ત્યારે મેં કહ્યું, ધાર્યા પ્રમાણે કરાવવા ફરે છે તે. બધી બેનોની ઇચ્છા એવી હોય, પોતાના ધાર્યા પ્રમાણે કરાવડાવે. ધણીને હઉ અવળો ફેરવીને પછી એની પાસે ધાર્યું કરાવડાવે. એટલે આ ખોટું, ઊંધો રસ્તો છે. મેં એમને લખાવ્યું છે કે આ રસ્તો ન હોવો જોઈએ. ધાર્યા પ્રમાણે કરાવવાનો અર્થ શું છે ? બહુ નુકસાનકારક !
પ્રશ્નકર્તા: કુટુંબનું ભલું થતું હોય, એવું આપણે કરાવીએ તો એમાં શું ખોટું ?
દાદાશ્રી : નહીં, એ ભલું કરી શકે જ નહીંને ! જે ધાર્યા પ્રમાણે કરતા હોયને, તે કુટુંબનું ભલું ના કરે કોઈ દા'ડોય. કુટુંબનું ભલું કોણ કરે