________________
૪૫૦
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૨૨) પતિ-પત્નીના પ્રાકૃતિક પર્યાયો
૪૪૯ એવી છે ? બુદ્ધિ જ વાપરવાની ચીજ નહોય. સમજણ પડે તો સમજ કામ કરે. શેનાથી સમજાશે ?
પ્રશ્નકર્તા : સમજણથી.
દાદાશ્રી : હા, બુદ્ધિ તો નફો-નુકસાન બે જ દેખાડે. સમજણ જ કામ કરે.
પ્રશ્નકર્તા : પણ એ દાદા, જે મોહ અને કપટના પરમાણુથી જે સ્ત્રીની ગાંઠ મોટી થતી જાય છે, તો એ બીજા અવતારમાં પણ એ નારી જાતિમાં જ જાય છે કે પાછી પુરુષમાં આવી જાય ?
દાદાશ્રી : એ તો આ પુરુષમાં આવી જાય. કપટ ખલાસ થઈ ગયું હોય. પુરુષપણું આવી ગયું હોય થોડું ઘણું, તો પુરુષમાં આવે.
પ્રશ્નકર્તા : પણ પાછી મૂળ જાય, નારી જાતિમાં જ જાય ? દાદાશ્રી : પુરુષ જાતિમાં આવે.
પ્રશ્નકર્તા : હા, પણ પાછી એક-બે અવતારે પાછી તેમાં નારી જાતિમાં જ જાય કે એક અવતાર પૂરતું જ હોય ?
દાદાશ્રી : અહીંથી પુરુષ થયા પછી ફરી જો કપટ ને મોહ થઈ જાય, તો એમાંય જાય પાછી.
પ્રશ્નકર્તા : આત્મા પુરુષ દેહ ધારણ કરે અને સ્ત્રી દેહેય ધારણ કરે ત્યાર પછી તેના વર્તન-નિયમોમાં શો તફાવત ?
દાદાશ્રી : નિયમ તો બધા, સ્ત્રી પ્રકૃતિ હોય તો સ્ત્રી પ્રકૃતિના આધીન હોય અને પુરુષપ્રકૃતિ હોય તો પુરુષપ્રકૃતિના આધીન હોય અને નપુંસક પ્રકૃતિ હોય તો નપુંસકપ્રકૃતિના આધીન હોય. એ બધી ત્રણેવ પ્રકૃતિના આધીન હોય છે. કેવા હોય છે ?
પ્રશ્નકર્તા : પ્રકૃતિના આધીન. દાદાશ્રી : એના નિયમને માટે બીજું કંઈ ઘડવાનું નથી કે નથી કોઈ
કાયદા. જેવી પ્રકૃતિ હોય ને તેવું જ આ બધું નીકળ્યા કરે. સ્ત્રીની પ્રકૃતિ હોય એટલે બધી વાણી, વર્તન બધા સ્ત્રીના જ હોય છે. એનામાં પુરુષની હિંમત હોય ? ના હિંમત-બિંમત બધુંય ફેર પડી જાય ને ! હવે પુરુષ રઘવાટિયો હોય અને સ્ત્રી રઘવાટિયણ ના હોય. પુરુષ તો જરાક કોઈએ કહ્યું, હેંડો, ગાડીનો ટાઈમ થઈ ગયો છે.’ તો ચામાં રઘવાટ, ઠંડવામાં, કપડાં પહેરવામાં રઘવાટ, બધે રઘવાટ, રઘવાટ, રઘવાટ અને સ્ત્રી તો નિરાંતે વાળ-બાળ ઓળી, સાડી પહેરીને આવે ! આપણને ચીડ ચર્ચા કરે કે આ... અલ્યા મૂઆ, એનેય ગાડી મળવાની છે અને તને મળવાની છે. તું રઘવાટિયો છું. તમે જાણો આ બધા રઘવાટિયા હોય ? રઘવાટિયા હોય કે ના હોય ?
પ્રશ્નકર્તા : હા, હોય. હુંય એવો છું.
દાદાશ્રી : ના, બધાય એવા. તમે એકલા શું, બધાય એવા. અને આ બેન છે તે ચાંદલો કરે ને બધું કરે. અને આપણા લોકો તો ચાંદલો કરવાનો હોય ને તો ઉત્પાતે હૈડીને ભાગે.
એટલે એ વર્તન-નિયમમાં કશો ફેર ના રહે. એ પ્રકૃતિના આધીન જ રહ્યા કરે. કારણ કે એ સ્ત્રીમાં એટલા મોહ અને કપટ રહેલા હોય છે અને તેનેય સ્થિરતા છે ને ! એ આમ ઓઢે-કરે છે તે સ્થિરતા એને છે અને આમને આમ કપટ-મોહ નહીં એટલે મૂઆ આમ થઈ જશે અને તેમ.. થોડું સમજાય છે તમને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આપણી ઇન્ડિયાની ગાડીમાં બાર જણા ઊભા રહ્યા હોય ને અને સ્ત્રીઓ એક બૅન્ચ પર ચાર જણ બેઠી હોય. સામી બૅન્ચ પર પુરુષો બેઠા હોય તે સાત બેઠા હોય. આ બાજુ આ ચાર બેઠી હોય તો બાર જણા ઊભા રહેલાને, એના મનમાં એવો વિચાર ના આવે કે ‘લાય, એકાદ જણને બેસાડીએ !” અને પુરુષો ચાર બેઠા હોય ને, “ચાર બેઠા છે” “અહીં આવ ભાઈ, અહીં આવ.” ડખો નહીં. વિચાર જ આવે નહીં. પછી શું વાંધો છે ? પછી કોઈ જાતનો વાંધો જ ના હોય ને !