________________
૪૪૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૨) પતિ-પત્નીના પ્રાકૃતિક પર્યાયો
સ્ત્રી પુરુષ પ્રાક્ત પરમાણુ,
ભરેલો માલ ખપાવા તિયાણું ! પ્રશ્નકર્તા : સ્ત્રીઓને આત્મજ્ઞાન થાય કે નહીં ? સમકિત થઈ
શકે ?
દાદાશ્રી : ન થાય એ ખરી રીતે, પણ આ અમે કરાવડાવીએ છીએ. કારણ કે એ પ્રકૃતિનું ધોરણે જ એવું છે કે આત્મજ્ઞાન પહોંચે જ નહીં. કારણ કે સ્ત્રીઓમાં એ કપટની ગ્રંથિ એવડી મોટી હોય છે, મોહ અને કપટની, એ બે ગ્રંથિઓ આત્મજ્ઞાનને ના એડવા દે.
પ્રશ્નકર્તા : એટલે એ તો વ્યવસ્થિતનો અન્યાય થયોને ?
હિંદુસ્તાનમાં કેટલી ને અમેરિકામાં કેટલીય સ્ત્રીઓ હશે કે દાદા ચોવીસ કલાક યાદ !
પ્રશ્નકર્તા : એટલે આત્માને તો કોઈ જાતિ જ નથી ને ?
દાદાશ્રી : આત્માને જાતિ હોય જ નહીં ને ! પ્રકૃતિને જાતિ હોય. ઊજળો માલ ભર્યો હોય તો ઊજળો નીકળે. કાળો ભર્યો હોય તો કાળો નીકળે. પ્રકૃતિએ પણ ભરેલો માલ. જે માલ ભર્યો એનું નામ પ્રકૃતિ ને આમ પુદ્ગલ કહેવાય. એટલે પુરણ કર્યું એ ગલન થયા કરે. જમવાનું પુરણ કર્યું એટલે સંડાસમાં ગલન થાય. પાણી પીધું એટલે પેશાબમાં, શ્વાસોશ્વાસ બધું આ પુદ્ગલ પરમાણુ.
પ્રશ્નકર્તા: કોઈવાર કપટની વાતો કરીએ અમે. આમ કારમાં જતાં હોઈએ, તો હું એમ કહું કે દાદાજીએ સ્ત્રી અને પુરુષ બન્નેને આત્મા આપ્યો, પુરૂષ તો બનાવી જ દીધા છે. હવે જે આ સ્ત્રીનો દેહ છે, તો દાદાજી એમ કહે છે, એક કપટ ને મોહનું બીજ હતું. તેમાંથી મોટી ગાંઠ થઈ ગઈ તો એ ગાંઠને હવે ભાંગવાની છે ને તેની પાછળ તમારે પડવાનું છે, એ ગાંઠ ભંગાય, તો તમે પુરુષ છો જ.
દાદાશ્રી : પુરુષ તો છો જ તમે. એ પેલી ગાંઠ થોડી વધી ગઈ છે. એટલે સ્ત્રીનો દેહ મળ્યા કરે. મેં કહ્યું કે એ ગાંઠ જરા, કપટ ગીતા વાંચીને, તેમ તેમ છૂટે. એ પુરુષ તો છો જ અને પુરુષ થયા પછી મૂળ પુરુષ થયા.
પ્રશ્નકર્તા : હા, દાદા. મૂળ પુરુષ.
દાદાશ્રી : પુરાણ પુરુષ, ભગવાન. સ્ત્રીમાંથી પુરુષ થઈ જાય. સ્ત્રીપુરુષોની બેની જોડી હોય છેને, તે સ્ત્રીમાંથી પુરુષ થઈ જાય, બીજે પગથિયે અને પુરુષને એક જ પગથિયું હોય છે. તમારા બે પગથિયાં. કેમ બોલતા નથી ?
પ્રશ્નકર્તા : બરાબર છે, દાદા. દાદાશ્રી : બુદ્ધિ વધારે વાપરવી પડે એવી છે? ત્યારે ઓછી વાપરે
દાદાશ્રી : ના, એ છે તે બીજે અવતારે પુરુષ થઈને પછી મોક્ષે જાય. આ બધા કહે છે, સ્ત્રીઓ મોક્ષે ના જાય. એટલે એકાંતિક વાત નથી એ. પુરુષ થઈને પછી જાય. એવો કોઈ કાયદો નથી કે સ્ત્રીઓ સ્ત્રી જ રહેવાની છે એવું. એ પુરુષ જેવી ક્યારે થાય કે પુરુષની જોડે હરીફાઈમાં રહી હોય અને અહંકાર વધતો જતો હોય અને ક્રોધ વધતો જ હોય તો પેલું ઊડી જાય. અહંકાર ને ક્રોધની પ્રકૃતિ પુરુષની અને માયા અને લોભની પ્રકૃતિ સ્ત્રીની, એમ કરીને આ ચાલ્યું ગાડું. પણ આ આપણું અક્રમ વિજ્ઞાન એવું કહે છે કે સ્ત્રીઓનો પણ મોક્ષ થાય. કારણ કે આત્મા જગાડે છે આ. આત્મજ્ઞાન ન થાય તોય વાંધો નહીં પણ આત્માને જગાડે છે કે કેટલી સ્ત્રીઓ એવી હોય છે કે દાદા નિરંતર ચોવીસેય કલાક યાદ !