________________
(૨ ૧) સપ્તપદીનો સાર ?
૪૪૧
૪૪૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
અતંત ભવતા જે ગૂંચવાડા,
છૂટ, ‘જ્ઞાતી' તે કરી ઊઘાડા ! આ તો લાઈફ બધી ‘ફ્રેક્ટર’ થઈ છે. શેના હારુ જીવે છે તે ભારેય નથી રહ્યું કે આ મનુષ્યસાર કાઢવા માટે હું જીવું છું ! મનુષ્યસાર શું છે ? તો કે જે ગતિમાં જવું હોય તે ગતિ મળે અગર તો મોક્ષે જવું હોય તો મોક્ષે જવાય ! આવા મનુષ્યસારનું કોઈને ભાન જ નથી. તેથી ભટક ભટક કર્યા કરે છે.
હવે તમારા પ્રશ્નો પૂછો, જે તમારા ગૂંચવાડા હોયને તે બધા પૂછો. હું તમને બધા ખૂલાસા આપું. હું તમામ પ્રકારના ખૂલાસા આપવા આવ્યો છું તમને. તમે તમારા દુઃખો મને આપી દેશો તો હું લઈ લેવા તૈયાર છું. સુખો તમારી પાસે રહેવા દેજો. જો દુઃખો આપી દો તો તમે યાદ ના કરો ફરી, મારી આજ્ઞા પ્રમાણે, તો તમારી પાસે દુ:ખ નહીં આવે, એ વાત નક્કી છે, એની ગેરન્ટી આપું છું. કારણ કે બધાં જગતનાં દુ:ખો લેવા આવ્યો છું. કારણ કે મારે એકલાને ત્યાં દુઃખ નથી. મને સત્યાવીસ વર્ષથી ટેન્શન રહ્યું નથી. એટલે તમારે જે દુ:ખ હોય તે આપો, પછી તમે યાદ ના કરો તો, નહીં તો પાછું આવશે એટલી બધી ખાતરી હોવી જોઈએ તમને કે આ દાદાજીએ લીધું એટલે હવે મારે વાંધો નહીં. પછી તમારું નામેય નહીં લે. હું નથી કીર્તિ લેવા આવ્યો, હું કોઈ ચીજ લેવા નથી આવ્યો, કોઈ જાતની મને ભીખ નથી, માટે હું આવું કહું છું. તમારે જે અડચણ હોય તે મને કહો, તમે જાહેર કરો અને એ અડચણોને દૂર કરો. ફક્ત સમજણના ફેરથી જ આ ગૂંચવાડા થયા છે.
દાદાશ્રી : દસમાંથી નવ નહીં, હજારમાં બે જણ સુખી હશે, કંઈક શાંતિમાં હશે. બાકી બધું રાતદહાડો બળ્યા જ કરે છે.
આ શક્કરિયું ભરવાડમાં મૂકે તો કેટલી બાજુથી બફાય ? ચોગરદમથી, તેમ આ આખું જગત બફાઈ રહ્યું છે. અરે ! પેટ્રોલની અગ્નિથી બળતું અમને અમારા જ્ઞાનમાં દેખાય છે.
માટે મૂછિત થવા જેવું આ જગત નથી. મૂર્છાને લીધે આવું જગત દેખાય છે અને માર ખઈ ખઈને મરી જવાનું ! ભરત રાજાને તેરસો રાણીઓ હતી. તે તેની શી દશા હશે ? આ ઘેર એક રાણી હોય તોય તે ફજેતો કરાવ કરાવ કરે છે, તો તેરસો રાણીઓમાં ક્યારે પાર આવે ? અરે, એક રાણી જીતવી હોય તે મહામુશ્કેલ થઈ પડે છે ! જીતાય જ નહીં. કારણ કે મતભેદ પડે કે પાછો લોચો પડી જાય ! ભરત રાજાને તો તેરસો રાણીઓ જોડે નભાવવાનું. રાણીવાસમાંથી પસાર થાય તો પચાસ રાણીઓનાં મોઢાં ચઢેલાં ! અરે, કેટલીક તો રાજાનું કાટલું જ કરી નાખવા ફરતી હોય. મનમાં વિચારે કે ‘ફલાણી રાણીઓ એમની પોતાની ને આ પરભારીઓ ! એટલે રસ્તો કંઈક કરો.’ કંઈક કરે તે રાજાને મારવા માટે. પણ તે પેલી રાણીઓને બુટ્ટી કરવા સારું ! રાજા ઉપર દ્વેષ નથી, પેલી રાણીઓ ઉપર દ્વેષ છે. પણ એમાં રાજાનું ગયું ને તું તો રાંડીશને ? ત્યારે કહે કે, “હું રાંડીશ પણ આને રંડાવું ત્યારે ખરી ?
આ અમને તો બધું તાદૃશ દેખાયા કરે. આ ભરત રાજાની રાણીનું તાદેશ અમને દેખાયા કરે. તે દહાડે કેવું મોઢું ચઢેલું હશે, રાજાની કેવી ફસામણ હશે, રાજાના મનમાં કેવી ચિંતાઓ હશે, તે બધુંય દેખાય ! એક રાણી જો તેરસો રાજાઓ જોડે પૈણી હોય તો રાજાઓનાં મોઢાં ના ચઢે ! પુરુષને મોઢું ચઢાવતાં આવડે જ નહીં.
ભરત રાજાએ તેરસો રાણીઓ સાથે આખી જિંદગી કાઢી અને તે જ ભવે મોક્ષ થયો ! માટે વાતને સમજવાની છે. સમજીને સંસારમાં રહો, બાવા થવાની જરૂર નથી. જો આ ના સમજાયું તો બાવો થઈને એક ખૂણામાં પડી રહે. બાવો તો, જેને સ્ત્રી જોડે સંસારમાં ફાવતું ના હોય તે થાય. અને
નકામાં વહુના લપકા ખાવા પડે છે. ભાગીદારના લપકા ખાવાના, ઇન્કમટેક્સ ઓફિસરના લપકા ખાવાના. જ્યાં ને ત્યાં લપકા ખા ખા કરે. શરમેય નથી આવતી કે બળ્યું, આટલા લપકા ખઈને જીવીશ, શા આધારે જીવીશ ! પણ તે ક્યાં જાય છે ? પછી નઠારો થઈ જાય !
પ્રશ્નકર્તા: આ બધું બરાબર છે, પણ અત્યારે સંસારમાં જોઈએ તો દસમાંથી નવ જણાને દુ:ખ છે.