________________
૪૪)
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૨ ૧) સપ્તપદીનો સાર ?
૪૩૯ નથી તેને તો આ ઝંઝટ છે એની ખબર પડતી નથી, એ જાડું ખાતું કહેવાય. જેમ કાને બહેરો માણસ હોય તેની આગળ તેની ગમે તેટલી ખાનગી વાતો કરીએ એનો શું વાંધો ? એવું અંદરેય બહેરું હોય છે બધું, એટલે એને આ જંજાળ પોષાય. બાકી આ જગતમાં મઝા ખોળવા માગે, તે આમાં તો વળી કંઈ મઝા હોતી હશે ?
પત્ની રીસાયેલી હોય ત્યાં સુધી “હે ભગવાન ! હે ભગવાન ! કરે અને પત્ની બોલવા આવી એટલે પોતે તૈયાર ! પછી ભગવાનને બીજું બધું બાજુએ રહે ! કેટલી મૂંઝવણ ! એમ કંઈ દુ:ખ મટી જવાનાં છે ? ઘડીવાર તું ભગવાન પાસે જાય તો કંઈ દુ:ખ મટી જાય ? જેટલો વખત ત્યાં રહું એટલો વખત મહીં સળગતું બંધ થઈ જાય જરા, પણ પછી પાછી કાયમની સગડી સળગ્યા જ કરવાની. નિરંતર પ્રગટ અગ્નિ કહેવાય, ઘડીવાર પણ શાતા ના હોય ! જયાં સુધી શુદ્ધાત્મા સ્વરૂપ પ્રાપ્ત ના થાય, પોતાની દૃષ્ટિમાં ‘હું શુદ્ધ સ્વરૂપ છું” એવું ભાન ના થાય ત્યાં સુધી સગડી સળગ્યા જ કરવાની. લગ્નમાં પણ દીકરી પરણાવતા હોય તોય મહીં સળગ્યા કરતું હોય ! નિરંતર બળાપો રહે ! સંસાર એટલે શું ? જંજાળ. આ દેહ વળગ્યો છે તેય જંજાળ છે ! જંજાળનો તે વળી શોખ હોતો હશે ? આનો શોખ લાગે છે એય અજાયબી છે ને ! માછલાંની જાળ જુદી ને આ જાળ જુદી ! માછલાંની જાળમાંથી કાપી કરીને નીકળાય પણ ખરું, પણ આમાંથી નીકળાય જ નહીં. ઠેઠ નનામી નીકળે ત્યારે નીકળાય !
સાળો, સાળાવેલી, માસીસાસુ, કાકીસાસુ, ફોઈસાસુ, મામીસાસુ કેટલાં લફરાં ! આપણે જાણીએ આટલી બધી ફસામણ કરશે, નહીં તો આ માંગણી જ ના કરત, બળી. અને પછી સાસુ એક દા'ડો ગાળો ભાંડેને તો કડવું લાગે. ઘરનાં સગાં સામાં થાય ખરાં, કોઈ દા'ડોય ? એય સામાં થાય ખરાં ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ત્યારે એવું આ જગત છે બધું. તેથી કૃપાળુદેવે એને કાજળની કોટડી કહી, પછી એમાં કોણ રહે ? એ તો બીજી જગ્યા છે નહીં, એટલે એમાં પડી રહેવું પડે છે ! એટલે કંઈક વિચારવું પડશે, આમ ક્યાં સુધી ચાલશે આપણે ? અને આપણે ઇન્ડિયન, આ આપણા તો પગ ધોઈને પીવા જોઈએ એવા ઇન્ડિયન કહેવાય. પણ આપણે ત્યાં આ સંસ્કાર બધા ઊડી ગયા અને મૂળ જ્ઞાન ઊડી ગયું. એટલે આ ફજેતો થયો છે આપણો. અરે, આપણી ડોસીઓને જીવન જીવવાનો રસ્તો પૂક્યો હોત તો કહેત કે, ‘નિરાંતે ખાઓ-પીઓ, ઉતાવળ શું કામ કરો છો ?” માણસને શેની ‘નેસેસિટી’ છે, તેની પહેલાં તપાસ કરવી પડે. બીજી બધી અન્નેસેસિટી'. એ “અન્નેસેસટિી”ની વસ્તુઓ માણસને ગુંચવે, પછી ઊંઘની ગોળીઓ અને ફોરેનવાળો તો એક જણ એવું કહેતો'તો કે ઇન્ડિયનો તો આ ડૉલર છે તે, નથી સ્ત્રી ભોગવતા, નથી માંસાહાર કરતા. આ ઇન્ડિયનોને સુખ જ નહીં લેતાં આવડતું, કહે છે. અને દુ:ખી પાર વગરના છે. એવું કહેતો'તો મને. પેલો માણસ માંસાહાર કરે અને ત્રણ હજાર પગાર મળતો હોયને, તે છેલ્લે દહાડે એની પાસે ખૂટતા હોય અને તમે તો બારસો રૂપિયા બચાવ્યા હોય એ સારું છે, ખોટું નથી. પણ ઘરમાં પ્રેમ વધારો. છોકરાં પણ ખુશ થઈ જાય ને બહાર જે દોડધામ કરતા હોય તે ઘેર આવતા રહે ! વાઈફ અને હસબન્ડ વાતો કરતાં હોયને તો છોકરાઓને ગમે નહીં. આને તો કહે, ‘તે દહાડે મને આવું કહી ગયા હતાને, પણ મારા લાગમાં તો આવવા દો, ‘અલ્યા મુઆ, પૈણેલા છો, મહીં ભેગા પડ્યા છો, પાર્ટનરશીપ છે, ફેમિલી છે, છતાં આ શું કરવા માંડ્યું છે તમે લોકોએ ? પહેલાં તો અધીંગના કહેતા'તા. અધું અંગ છે મારું. અને આવી સેઇફ સાઈડ કરી છે ?
બુદ્ધિના આશયમાં પત્ની માગી, સાસુ, સસરા ને... લંગાર લગી!
કરોળિયો જાળું વીંટીને અને પછી પોતે મહીં પૂરાય. એવી રીતે આ સંસારનું જાળું. પાછી પોતે ગયા અવતારે માગણી કરી'તી, આપણે ટેન્ડર ભર્યું'તું બુદ્ધિના આશયમાં, કે એક વાઈફ, છોકરો ને છોકરી અને બે-ત્રણ રૂમો અને જરાક નોકરી એકાદ. આટલી જ વાત બુદ્ધિના આશયમાં હતી. તેને બદલે તો વાઈફ આપી તો આપી પણ સાસુ, સસરો,