________________
(૨૧) સપ્તપદીનો સાર ?
૪૩૭
૪૩૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
અપમાન ભૂલ્ય વૈરણ ક્યાંથી,
સંસાર ફસામણ, ન કો' સાથી ! આ સંસારમાં બધાએ એવો માર ખાધેલો છે, તોય પણ વૈરાગ નથી આવતો એય એક અજાયબી છે ને ? એવો ને એવો માર, કોઈ બીજી જાતનો, ત્રીજી જાતનો, બધો સંસાર માર જ ખાય છે. માર એટલે લપકા કરે, તુંકારા કરે, મતભેદ પડે, એય માર કહેવાય. છતાંય વૈરાગ નથી આવતો.
વૈરાગ એટલે પોતે જે માર ખાધેલો તે યાદ આવે છે. યાદ આવે તો વૈરાગ થાય. યાદ જ ના આવે તો પછી વૈરાગ શી રીતે થાય ? સમજાયું તમને કે ના સમજાયું ?
પ્રશ્નકર્તા: ‘યાદ આવે તે વૈરાગ’ એ મારા મગજમાં બેસતું ન હતું.
દાદાશ્રી : યાદ જ ના આવે તેને પછી વૈરાગ શાનો આવે ? રોજ ગાળો ભાંડે ને સાંજે યાદ ના આવે તો વૈરાગ શાનો આવે ? મને તો જ્ઞાન થતાં પહેલાં એટલું બધું યાદ રહેતું હતું કે બધી બાબતમાં નિરંતર વૈરાગ જ રહેતો હતો.
પ્રશ્નકર્તા : એટલે જેટલી યાદશક્તિ એટલો વૈરાગ.
દાદાશ્રી : હા, બરાબર છે. આ લોકો રોજ સંડાસ જાય છે, પણ કોઈ દહાડો વૈરાગ કોઈને જોયો તમે ? યાદશક્તિ જ નહીં તેથી. બહાર નીકળે કે પછી બધું ભૂલી ગયો પાછું ! બેભાન લોકોને શું પૂછવાનું? અને ભાનવાળો તો ભલે જ નહીં કે આવું સાલું એંઠવાડો ને આ જાતનું જીવન ! અને તેમાં તે પછી હાથ ઘાલે જ નહીં ને !
પ્રશ્નકર્તા : પણ યાદશક્તિ એ તો રાગ-દ્વેષથી ઊભી થાય છે ને? દાદાશ્રી : એ વાત જુદી છે. આ તો આ દશાની વાત કરીએ.
મને હીરાબાએ એક ફેરો અપમાન કર્યું હોય વખતે એમ માનીને, તો આખી જિંદગી હું ચૂકું નહીં. અને ‘વૈરાગે'ય લઈ લઉં, વારેય નહીં
કંઈ. અપમાન ગળવા માટે સંસાર છે ? આટલી બધી કડકાઈ જોઈએ. આમ કેમ પોલંપોલ ચાલે એ ? અપમાન કરે તે ઘડીએ કડવાટ લાગે અને પછી ભૂલી જવાનું ? કડવાટ લાગે ને ભૂલે, એ માણસ તે માણસ જ કેમ કહેવાય ? એક ફેરો કડવાટ લાગ્યો ને પછી ભૂલી કેમ જવાય ? શેના આધારે ભૂલી જાય છે ? કે પેલી બેન છે તે પાછી પોતાના બાબાને શીખવાડે કે જા, આ પપ્પાજીને કહે કે મમ્મી ચા પીવા બોલાવે છે. એટલે પેલો બાબો આવીને કહે, પપ્પાજી, એટલે આ ચગ્યો ! એટલે કડવાટવાળું કહેલું તે ભૂલી ગયો. આવું આ મેણો (ધૂન) થાય છે. અને આ ચગેય છે પાછો. એને જાગૃતિ જ નહીં ને ! ભાન જ નહીંને ! અને પપ્પાજી બોલે ત્યારે તન્મયાકાર થઈ જાય છે !! એટલે પેલો બાબો બે વચ્ચે સાંધી આપનાર, આવું જગત છે !
એક ફેરો અપમાન થાય તે હવે અપમાન સહન કરવાનો વાંધો નથી, પણ અપમાન લક્ષમાં રાખવાની જરૂર છે કે શું આ અપમાનને માટે જીવન છે ? અપમાનનો વાંધો નથી, માનનીય જરૂર નથી ને અપમાનનીય જરૂર નથી પણ આપણું જીવન શું અપમાનને માટે છે ? એવું લક્ષ તો હોવું જોઈએને ?
પ્રશ્નકર્તા : એ તાંતો ના કહેવાય ? આપણે લક્ષમાં રાખીએ ને ભૂલી ના જઈએ તો એ તાંતો ના કહેવાય ?
દાદાશ્રી : તાંતો ના હોય તો વૈરાગ રહે જ નહીંને ! તાંતો હોવો જ જોઈએ.
આ તો એવું છે કે આપણા મોક્ષમાર્ગની વાતમાં અંદર તોતાની જરૂર નથી, પણ આ તો સંસારને માટે વાત કરીએ છીએ, સંસારના લોકો માટે આ વાત કરીએ છીએ. આ વ્યવહારિક વસ્તુ છે છતાં આમાં આખોય વ્યવહાર ધર્મ છે. તાંતો તો વેર રાખે તે તાંતો કહેવાય. આપણે વેર રાખવાની જરૂર નથી. યાદ રાખવાની જરૂર છે, વેર નહીં. વીતરાગ ભાવે યાદ રાખવાનું છે.
આ સંસારની ઝંઝટમાં વિચારશીલને પોષાય નહીં. જે વિચારશીલ