________________
(૨ ૧) સપ્તપદીનો સાર ?
૪૪૩
૪૪૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
સ્ત્રીથી દૂર રહેવાય છે કે નહીં, એવી શક્તિ મેળવવા માટેની એક કસરત છે. સંસારમાં તો ‘ટેસ્ટ એક્ઝામિનેશન’ છે. ત્યાં ‘ટેસ્ટેડ’ થવાનું છે. લોખંડ પણ ‘ટેસ્ટેડ’ થયા વગરનું ચાલતું નથી, તો મોક્ષમાં ‘અટેસ્ટેડ’ ચાલતું હશે ?
ભાંજગડ ચાલ્યા જ કરે, એનું નામ સંસાર. સંસાર એટલે રાગદ્રષવાળો કકળાટ. ઘડીમાં રાગ અને ઘડીમાં દ્વેષ. લોકોને એક બીબી જ ભારે પડે છે, તો બીજી કરવાની કંઈથી. મેં કહ્યું'તું કે બીજી પૈણવી હોય તો મને કહીને કરજો.
છતાં આ વિજ્ઞાન ગમે તેને, પૈણેલાનેય મોક્ષે લઈ જશે, પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ. કો'ક મગજની ખુમારીવાળો હોય તે કહેશે, “સાહેબ, હું બીજી પૈણવા માગું છું.” જો તારે પૈણવું હોય તો મારી આજ્ઞા લઈને પૈણજે અને પછી આ પ્રમાણે વર્તજે ! તારું જોર જોઈએ. પહેલાં શું નહોતા પૈણતા ? ભરત રાજાને તેરસો રાણીઓ હતી તોય મોક્ષે ગયા ! જો રાણીઓ નડતી હોય તો મોક્ષે જાય ખરા ? તો શું નડે છે ? અજ્ઞાન નડે છે. આટલા બધા માણસો છે, તેમને કહ્યું હોત સ્ત્રીઓ છોડી દો તો એ બધા સ્ત્રીઓ ક્યારે છોડત ? અને ક્યારે એમનો પાર આવત ? એટલે કહ્યું, સ્ત્રીઓ છો રહી અને બીજી પૈણવી હોય તો મને પૂછીને પૈણજે, નહીં તો પૂછ્યા વગર ના પૈણશો. જો છૂટ આપી છેને બધી ?
સાચી સમજ સજાવે સંસાર,
અગરુ જલે મહેકે અપાર ! આને જીવન કેમ કહેવાય ? જીવન કેટલું સુશોભિત હોય ! એકએક માણસની સુગંધ આવવી જોઈએ. આજુબાજુ કીર્તિ પ્રસરેલી હોય કે કહેવું પડે, આ શેઠ રહે છેને, એ કેવા સુંદર ! એમની વાતો કેવી સુંદર !! એમનું વર્તન કેવું સુંદર !!! એવી કીર્તિ બધે દેખાય છે ? એવી સુગંધ આવે છે લોકોની ?
પ્રશ્નકર્તા : કોઈ કોઈવાર કોઈ કોઈ લોકોની સુગંધ આવે.
દાદાશ્રી : કોઈ કોઈ માણસની, પણ તેય કેટલી ? તે પાછા એને ઘેર પૂછોને, તો ગંધાતો હોય, બહાર સુગંધ આવે પણ એને ઘેર પૂછો ત્યારે કહેશે કે, “એનું નામ જ જવા દો.” એની તો વાત જ ના કરશો. એટલે આ સુગંધ ના કહેવાય.
જીવન તો હેલ્ડિંગ માટે જ જવું જોઈએ. આ અગરબત્તી સળગે છે, એમાં પોતાની સુગંધ લે છે એ ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આખી જિંદગી સળગે ત્યાં સુધી બધાને સુગંધી જ આપે છેને ! એ એના જેવું છે. આપણું જીવન. બધાને સુગંધી આપવી જોઈએ. લોકો વગોવે એનો અર્થ ? લોકો કંઈ પૈસા લેવા ફરતા નથી અને તેય એવા મહીં હોય તો એનેય હેલ્પ કરવી પડે.
આ એક ગુલાબનું ફૂલ દેખીએ છીએ તોય સરસ ગુલાબ છે. અને આ મનુષ્ય દેખાય તો મૂઆ ગમે નહીં ! એક અગરબત્તી અહીં સળગતી હોય તો આખા રૂમને સુગંધી આપે અને આ મનુષ્યો ગંધાય મૂઆ ! કઈ જાતના લોક છો તમે ઇન્ડિયનો ? ગંધાય, બહાર કોઈની સુગંધ જ નથી આવતી, નહીં તો પચ્ચીસ-પચ્ચીસ માઈલના એરિયા સુધી સુગંધ ફેલાય. ના ફેલાય સુગંધ ? આ અગરબત્તીની ફેલાય છે, તો માણસની ફેલાય કે ના ફેલાય ? તે વડોદરા શહેરમાં તું રહું છું તે કોની ફેલાયેલી દેખાઈ ? મૂઓ આવ્યા ને મરી ગયા, આવ્યા ને મરી ગયા. વખતે કૂતરાંય ખાયપીને મરી જાય છે, એમાં તે શું કર્યું તે? મનુષ્યપણું ખોયું ! મનખો નકામો ગયો. મનખો એટલે બહુ કિંમતી. અચિંત્ય ચિંતામણી દેહ, મનુષ્ય કહેવાય. તે આ મૂઆ આમાં જ કાઢ્યો ? ખાણી-પીણીમાં જ ? અને ઓરત. એ ઓરતેય પાળતા ના આવડી હોય. એની જોડેય રાત-દહાડો ડખાડખા, વઢવાડ-વઢવાડે.
આ સંસાર દુ:ખદાયી નથી, અણસમજણ જ દુઃખદાયી છે. તે અમે તમારી અણસમજણ કાઢી નાખીએ અને તમને સમજણ દેખાડી દઈએ. એટલે તમારો સંસાર દુઃખદાયી થઈ પડે નહીં. એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાન