________________
૪૩૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૨૧) સપ્તપદીનો સાર ?
સંસારના સર્વે ખાતામાં ખોટ,
જ્ઞાતી' મળે, ત રહે ક્યાંય ઓટ ! આ જીવનનો હેતુ શું હશે, એ સમજાય છે ? કંઈક હેતુ તો હશે ને ? નાના હતા, પછી પૈડા થાય છે ને પછી નનામી કાઢે છે. નનામી કાઢે છે ત્યારે આપેલું નામ લઈ લે છે. અહીં આવે કે તરત નામ આપવામાં આવે છે, વ્યવહાર ચલાવવા ! જેમ ડ્રામામાં ભર્તુહરિ નામ આપે છે ને ? ‘ડામા’ પૂરો એટલે નામ પૂરું. એમ આ વ્યવહાર ચલાવવા નામ આપે છે અને એ નામ ઉપર બંગલા, મોટર, પૈસો રાખે છે અને નનામી કાઢે છે ત્યારે એની જપ્તી થઈ જાય છે. લોકો જીવન ગુજારે છે ને પછી ગુજરી જાય છે ! આ શબ્દો જ ‘ઇટસેલ્ફ’ કહે છે કે આ બધી અવસ્થાઓ છે, ગુજારો એટલે વાટખર્ચા ! હવે આ જીવનનો હેતુ મોજશોખ હશે કે પછી પરોપકાર માટે હશે ? કે પછી શાદી કરીને ઘર ચલાવવું એ હેતુ છે? આ શાદી તો ફરજિયાત હોય છે. કોઈને ફરજિયાત શાદી ન હોય તો શાદી ના થાય. પણ ના છૂટકે શાદી થાય છે ને ? આ બધું શું નામ કાઢવાનો હેતુ છે ? આગળ સીતા ને એવી સતીઓ થઈ ગયેલી, તે નામ કાઢી ગયેલી. પણ નામ તો અહીંનું અહીં જ રહેવાનું છે ને જોડે શું લઈ જવાનું છે ? તમારી ગૂંચો !
જીવન જીવવાની કળા આ કાળમાં ના હોય. મોક્ષનો માર્ગ તો જવા દો, પણ જીવન જીવતાં તો આવડવું જોઈએને ? વાતો જ સમજવાની છે. કે આ રસ્તે આવું છે ને આ રસ્તે આવું છે. પછી નક્કી કરવાનું છે કે
કયે રસ્તે જવું? ના સમજાય તો ‘દાદા'ને પૂછવું, તો ‘દાદા' તમને બતાવશે કે આ ત્રણ રસ્તા જોખમવાળા છે ને આ રસ્તો બિનજોખમી છે તે રસ્તે અમારા આશીર્વાદ લઈને ચાલવાનું છે.
પૈણેલા જાણે કે આપણે તો આ ફસાયા, ઊલટા ! ના પૈણેલા જાણે કે આ લોકો તો ફાવી ગયા ! આ બન્ને વચ્ચેનો ગાળો કોણ કાઢી આપે ? અને પૈણ્યા વગર ચાલે એવુંય નથી આ જગત ! તો શા માટે પૈણીને દુઃખી થવાનું ? ત્યારે કહે, દુઃખી નથી થતા, એસ્પીરીયન્સ (અનુભવ) લે છે. સંસાર સાચો છે કે ખોટો છે, સુખ છે કે નથી, એ હિસાબ કાઢવા માટે સંસાર છે. તમે થોડોક હિસાબ કાઢ્યો ?
પ્રશ્નકર્તા : મેં હિસાબ નથી કાઢયો.
દાદાશ્રી : એ હિસાબ કાઢવાનો. અમે આખી જિંદગી હિસાબ જ કાઢ-કાઢ કર્યો. મને સમજાઈ ગયું કે આ બધા ખાતાં ખોટનાં છે. વેપાર અવળો પકડ્યો છે આપણે ! ત્યાર પછી ઇન્ડિપેન્ડન્ટ (સ્વતંત્ર) થવાયું.
આખું જગત ઘાણી સ્વરૂપ છે. પુરુષો બળદની જગ્યાએ છે ને સ્ત્રીઓ ઘાંચીની જગ્યાએ છે. પેલામાં ઘાંચી ગાય ને અહીં સ્ત્રી ગાય ને બળદિયો આંખે દાબડા ઘાલીને તાનમાં ને તાનમાં ચાલે ! ગોળ ગોળ ફર્યા કરે. તેવું આખો દહાડો આ બહાર કામ કરે. તે જાણે કે, કાશીએ પહોંચી ગયા હોઈશું !! તે દાબડા ખોલીને જુએ તો ભાઈ ઠેરના ઠેર !! પછી એ બળદને શું કરે પેલી ઘાંચી ! પછી ખોળનું ઢેકું બળદિયાને ખવડાવે એટલે બળદિયો ખુશ થઈને ફરી ચાલુ થઈ જાય પાછો. તેમ આમાં આ બૈરી હાંડવાનું ઢેડું આપી દે એટલે ભાઈ નિરાંતે ખઈને ચાલુ !
બાકી આ દહાડા શી રીતે કાઢવા એય મુશ્કેલ થઈ પડ્યું છે. ધણી આવે ને કહેશે કે, “મારા હાર્ટમાં દુઃખે છે.' છોકરાં આવે ને કહેશે કે, “ નાપાસ થયો.” ધણીને હાર્ટમાં દુખે છે ત્યારે એને વિચાર આવે કે “હાર્ટ ફેઈલ” થઈ જશે તો શું થશે, બધા જ વિચારો ફરી વળે. જંપવા ના દે.
‘જ્ઞાની પુરુષ' આ સંસારજાળમાંથી છૂટવાનો રસ્તો દેખાડે. મોક્ષનો માર્ગ દેખાડે અને રસ્તા ઉપર ચઢાવી દે અને આપણને લાગે કે આપણે