________________
૪૩૩
૪૩૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૨૧) સપ્તપદીનો સાર ? આ ઉપાધિમાંથી છૂટ્યા !
પૈયાની કિંમત ક્યારે હોત ?
લાખોમાં હું એક જ પરણત ! પૈણવાની કિંમત ક્યારે હોત ? લાખો માણસોમાં એકાદ જણને પૈણવાનું મળ્યું હોય તો. આ તો બધા જ પૈણે એમાં શું ? સ્ત્રી-પુરુષનો (પરણ્યા પછીનો) વ્યવહાર કેમ કરવો, એની તો બહુ મોટી કૉલેજ છે, આ તો ભણ્યા વગર પૈણી જાય છે.
તમારે મોક્ષે જવું હોય તો જજો ને ના જવું હોય તો ના જશો, પણ અહીં તમારી ગૂંચોના બધા જ ખૂલાસા કરી જાઓ. અહીં તો દરેક જાતના ખુલાસા થાય. આ વ્યવહારિક ખુલાસા થાય છે તોય વકીલો પૈસા લે છે ! પણ આ તો અમૂલ્ય ખૂલાસો, એનું મૂલ્ય ના હોય. આ બધો ગૂંચાળો છે ! અને તે તમને એકલાને જ છે એમ નથી, આખા જગતને છે. “ધ વર્લ્ડ ઈઝ ધ પઝલ ઇટસેલ્ફ'. આ ‘વર્લ્ડ’ ‘ઇટસેલ્ફ પઝલ’ થયેલું છે.
પ્રશ્નકર્તા : એક લેખકે કહ્યું છે કે આ લગ્ન એક એવો કિલ્લો છે કે જે બહાર છે એ અંદર જવા ઇચ્છે છે અને અંદર જે છે એ બહાર નીકળવા ઇચ્છે છે.
દાદાશ્રી : હા, પણ શું કરે છે ? એવું છેને કે. એક દાખલો આપું. અહીં એક ગોખલામાં નાનો વીંછી બેસી રહેલો. હવે અહીં આગળ એક માણસને કંઈ વૉમિટ કે એવું તેવું કશું થઈ ગયું કે જેને માટે ભમરીના દરની જરૂર પડી. કશુંક દર્દ એવું થઈ ગયું કે ભમરીનું દર જો કદી એને આમ દર ઘસીને આપેને, તો બેસી જાય છે. તે પછી પેલા ભાઈની તબિયત બગડેલી. તે એને કહ્યું કે ભઈ, અહીં ભમરીનું દર ખોળી કાઢો. પછી ગોખલામાં ભમરીનું દર દેખાયું એટલે ઊંચા પગ કરીને આમ હાથ ઘાલ્યો, તે ભમરી તો એના દરમાં હતી નહીં. પણ ત્યાં વીંછી બેસી રહેલો. તેણે ડંખ માર્યો. હવે ડંખ માર્યો એટલે પેલો પાછો આવ્યો કે બળ્યું. મારાથી ઊખડી નહીં, કહે છે. બીજો કહે છે, મૂર્ખ એટલું ના ઊખડ્યું ? લે ઊખાડી આપું, કહે છે. તે પેલાએ હાથ ઘાલ્યો અને વીંછીએ ડંખ માર્યો તો એણે
કહ્યું કે મને કેમ કહ્યું નહીં ? ત્યારે કહે, ના, એ તું તો અક્કલવાળો છું, આ તારી અક્કલ તને દેખાડી આપું. એવું આ જગત છે !
વેર ચૂકવાય જ્યાં, તે સંસાર,
પ્રમાણપત્ર વિતાતા ભરથાર ! આ સંસાર બધો હિસાબ ચૂકવવાનું કારખાનું છે. વેર તો સાસુ થઈને, વહુ થઈને, છોકરો થઈને, છેવટે બળદ થઈને પણ ચૂકવવું પડે. બળદ લીધા પછી રૂપિયા બારસો ચૂકવ્યા પછી બીજે દિવસે એ મરી જાય ! એવું છે આ જગત !! અનંત અવતાર વેરમાં ને વેરમાં ગયા છે ! આ જગત વેરથી ખડું રહ્યું છે ! તો ઘરમાંય વેર બાંધે અને અમુક લોકો એ ઘરમાં વેર ના બાંધે, બહાર ઝઘડો કરી આવે. એ જાણે કે આપણે તો આની આ જ ઓરડીમાં આની જ જોડે રાતે પડી રહેવાનું છે, ત્યાં ઝઘડો કર્યો કેમ પાલવે ? જીવન જીવવાની કળા શું છે કે સંસારમાં વેર ના બંધાય ને છુટી જવાય. તે નાસી તો આ બાવા-બાવલીઓ જાય છે જ ને ? બાકી, નાસી ના જવાય. આ તો જીવનસંગ્રામ છે, જન્મથી જ સંગ્રામ ચાલુ ! ત્યાં લોક મોજમઝામાં પડી ગયું છે.
ભયંકર આંધીઓતો આવે કાળ,
જ્ઞાતી ચેતવે શ્રદ્ધાથી કર પાર ! કાળ વિચિત્ર આવી રહ્યો છે. આંધીઓ ઉપર આંધીઓ થવાની છે ! માટે ચેતતા રહેજો. આ જેમ પવનની આંધીઓ આવે છે ને તેવી કુદરતની આંધી આવી રહી છે. મનુષ્યોને માથે મહામુશ્કેલીઓ છે. શેના આધારે જીવી રહ્યા છે, તેની પોતાને સમજણ નથી. પોતાની જાતની શ્રદ્ધા પણ જતી રહી છે ! હવે શું થાય ?
જેને પોતાની જાત ઉપર વિશ્વાસ છે તેને આ જગતમાં બધું જ મળે એવું છે, પણ આ વિશ્વાસ જ નથી આવતો ને કેટલાકને તો એય વિશ્વાસ ઊડી ગયો હોય છે કે ‘આ વાઈફ મારી જોડે રહેશે કે નહીં રહે ? પાંચ વરસ નભશે કે નહીં નભે ?” અલ્યા, આ પણ વિશ્વાસ નહીં ? વિશ્વાસ તૂટ્યો એટલે ખલાસ. વિશ્વાસમાં તો અનંત શક્તિ છે. ભલેને અજ્ઞાનતામાં