________________
(૨૦) પરિણામો, છૂટાછેડાનાં
૪૨૭
૪૨૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : એ જ હું ફેરવવાવાળો છું. જીવન જીવતાં શીખો, સુખી થાવ બધાં, છોકરા સારા થાય, છોકરાઓને સંસ્કાર સારા પડે.
પ્રશ્નકર્તા ઃ અમારું કંઈક તમે જોઈ કાચું લાગે છે.
દાદાશ્રી : અમને જ્ઞાનીઓને બધું મહીં દેખાય, અંદર દેખાય બધું, આ બધું શું ચાલી રહ્યું છે તે. એટલે પછી અમે કહી દઈએ બધું અને પછી ફેરફાર કરી આપીએ !
કળિયુગમાં બગડે સંસાર,
બગડી બાજી જ્ઞાતથી સુધાર ! સહુ સહુની પ્રકૃતિના ફટાકડા ફૂટે છે. આ ફટાકડા ક્યાંથી આવ્યા ? પ્રશ્નકર્તા: સહુ સહુની પ્રકૃતિના છે.
દાદાશ્રી : અને આપણે જાણીએ કે ‘આ જ ફૂટશે ત્યારે સુરસુરિયું જ થઈ ગયું હોય ! સુરસુર સુરસુરિયું થઈ જાય. તે મૂઓ સુરસુરિયો થઈ જાય છે ?
પ્રશ્નકર્તા : થાય, દાદા.
દાદાશ્રી : હા. એટલે આને એડજસ્ટ કરી લો. જ્ઞાન ના હોય ત્યાં સુધી ના ચાલે એ પાછું, મારે સમજણ પાડ પાડ કરવી પડે રોજ, વ્યવહારિકતા, પણ હવે આપણું જ્ઞાન મળ્યા પછી વ્યવહારિક જ્ઞાન ના હોય તેને મારે બહુ માથાકૂટ કરવી પડે. આશીર્વાદ આપવા પડે, પણ તમે કંટ્રોલેબલ થઈ ગયા હવે.
એટલે હવે હું આવતી સાલ આવું તે પહેલાં તમારે કહી દેવાનું કે ‘અમે બે એક જ છીએ, દાદા જોઈ લો.’ આવતી સાલ આ ભવાડા ના થવા જોઈએ. બધે જ્યાં ને ત્યાં ભવાડા થાય. કેટલા દહાડા ઢાંક ઢાંક કરીએ, બધે ભવાડી ત્યાં ? હવે એ ના હોવા જોઈએ. દાદાનું વિજ્ઞાન આપણી પાસે આવ્યું. શાંતિનો ઉપાય આપ્યો, આનંદનો ઉપાય !
અને મન બૂમ પાડે કે “કેટલું બધું બોલી ગયા, કેટલું બધું એ થઈ
ગયું.’ ત્યારે ‘સૂઈ જાને, એ હમણે રૂઝાઈ જશે’ કહીએ. રૂઝાઈ જાય તરત... તે ખભો થાબડીએ એટલે સૂઈ જાય. તારે રૂઝાઈ ગયું ને બધું, નહીં ? ઘા પડેલા છે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : બઈએ ઘા પાડ્યા, ધણીએ ઘા પાડ્યા, બધાએ ઘા પાડ પાડ કર્યા ! તે ઘા પાડેલા બધા રૂઝાઈ ગયા, એ એવા હસે છે બધા દાંત દેખાય ! કેવા ઘા પાડતા'તા, નહીં ? અરે, ટોણા મારે !! ટોણા આ પાછા મેણા જુદા. આ અમેરિકનો ને મેણા-ટોણા ના આવડે. આ અક્કલના કોથળાઓને બહુ મેણા-ટોણા આવડે. તમે મેણાં-ટોણાં સાંભળેલા ? પોતાને શું દુ:ખો પડ્યા, એ બધું પોતાની પાસે નોંધ હોયને ? એ ઘા જલદી રૂઝાય નહીંને ? અને જ્ઞાની પુરુષ પાસે તો અહીં દુઃખ હોય જ નહીંને ! દુઃખ હોય તોય જતું રહે ! ઘા બધા રૂઝાઈ જાય !
પ્રશ્નકર્તા : ઝઘડો થાય તો પણ ભરેલો માલ નીકળે ?
દાદાશ્રી : ઝઘડો થાય ત્યારે મહીં નવો માલ પેસે. પણ તે આ આપણું જ્ઞાન આપ્યા પછી ભરેલો માલ નીકળી જાય.
પ્રશ્નકર્તા : આમ તો માણસ ઝઘડો કરતો હોયને તો હું પ્રતિક્રમણ કરતી હોઉ તો ?
દાદાશ્રી : વાંધો નહીં. પ્રશ્નકર્તા: તો ભરેલો માલ નીકળી જાયને બધો ?
દાદાશ્રી : તો તો બધો નીકળી જાય. પ્રતિક્રમણ જ્યાં હોય ત્યાં માલ નીકળી જાય. પ્રતિક્રમણ એકલો જ ઉપાય છે આ જગતમાં.
પ્રશ્નકર્તા : ફેરફાર થાય એટલે સમજાય, દાદા સાચા જ છે, તો જ ફેરફાર થાય.
દાદાશ્રી : તારામાં થયોને ! પ્રશ્નકર્તા : હા, એમનું તેલ કાઢી નાખતી. મેં કહ્યું, દાદા ના મળ્યા