________________
૪૨૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૨૦) પરિણામો, છૂટાછેડાનાં
૪૨૫ ઘણા લોક તો એમ કહે, અમે (છૂટા પડવાની) તૈયારીમાં જ હતા અને તમે ભેગા કરી આપ્યા. તે હવે બે વગર અમને ગમતું નથી, કહે છે. ખાલી સમજવામાં ભૂલ છે. સમજતાં જ નથી આવડતું, બોલતાં જ નથી આવડતું.
હિન્દુસ્તાનમાં કઈ ફેમિલીમાં ઝઘડા નથી, ઘરમાં ? તો મારે કેટલાક વખત તો બેઉને સમજણ પાડી પાડીને રાગે પાડી દેવું પડે. છૂટાછેડા લેવાની તૈયારીઓ જ ચાલતી હોય. કેટલાય માણસોને આવું ! શું થાય તે પણ ? છૂટકો જ નહીં ને ! અણસમજણથી બધું છૂટું થઈ જાય અને પોતાનું ઝાલેલું છોડે નહીં અને બધી વાત અણસમજણની હોય. એમાં પછી હું સમજણ પાડું ત્યારે કહેશે, ના. ત્યારે તો એવું નથી, એવું નથી.
પ્રશ્નકર્તા : આમેય ભેગા હોય પણ છૂટા જેવા જ રહેતા હોય. દાદાશ્રી : એવું છૂટાછેડા જેવું જ. પ્રશ્નકર્તા : તમે બધાને ભેગા કરી આપ્યા.
દાદાશ્રી : એક અવતાર નભે કે ના નભે ? ઉકેલ લાવોને જ્યાં ત્યાંથી. એક અવતાર માથે પડ્યા તો માથે પડેલાની જોડે ઉકેલ ના લાવવો જોઈએ ?
આપણા સંસ્કાર છે આ તો. લડતા લડતા એંસી વર્ષ થાય બેઉને, તોય પણ મરી ગયા પછી તેરમાને દા'ડે સરવણી કરે. સરવણીમાં કાકાને આ ભાવતું હતું, તે ભાવતું હતું, બધું મુંબઈથી મંગાવીને મૂકે. ત્યારે એક છોકરો હતોને, તે કાકીને કહે છે, એંસી વર્ષના કાકીને, ‘માજી, આ કાકાએ તો તમને છ મહિના ઉપર પાડી નાખ્યા હતા. તો તમે તે ઘડીએ અવળું બોલતા હતા કાકાનું.’ તોય પણ આવા ધણી ફરી નહીં મળે', એવું કહે એ ડોસીમા. આખી જિંદગીના અનુભવમાં ખોળી કાઢે કે પણ અંદરખાને બહુ સારા હતા. આ પ્રકૃતિ વાંકી હતી પણ અંદરખાને....
પ્રશ્નકર્તા : સારા હતા. દાદાશ્રી : એટલે આવા ધણી ફરી નહીં મળે એવી શોધખોળ કરતાં
આવડે. ત્યારે કેટલી શોધખોળ બધી હશે? ખબર ના પડે ભઈ, અંદરખાને કેવા હતા તે ! આ તો બધી પ્રકૃતિ આ. ચીડાય છે એ બધું. પણ આ આપણા હિન્દુસ્તાનના સંસ્કાર ! કે માજી શું કહે છે ? પાડી નાખ્યા એ વાત જુદી હતી, પણ મને એવા ધણી નહીં મળે ! આ હિન્દુસ્તાનનું આર્ય નારીત્વ !
અને ફોરેનમાં તો વિલિયમ મેરી જોડે પૈણીને આવ્યો અને પાંચસાત દહાડા પછી ટેબલ ઉપર મતભેદ પડે એટલે પેલો કહેશે, યુ, યુ, યુ (૮) પેલો આમ ઘોંઘાટે. ત્યારે પેલીનોય પછી મિજાજ જાય. યુ, યુ, યુ એ બચકાં ભરે પાછી. ત્યાર હોરો પેલો બંદુક લઈ આવે મૂઓ ! એટલે ત્યાંથી જ ‘ડિવોર્સ થઈ જાય. એ ક્યાં ને આપણે આર્યો ક્યાં ? અનાર્ય પ્રજા એ અનાડી નથી. એ અનાર્ય છે, આપણે આર્યો અને આર્યોમાં જે અત્યારે બગડી ગયેલો માલ છે એ બધા અનાડી થઈ ગયા છે. ત્યારે આપણાં લોક કહે છે, અનાડી જેવો છે. ત્યારે મેં કહ્યું, એ જ અનાડી. અનાર્ય માણસને અલંકારિક ભાષામાં ન બોલવું હોય તો અનાડી મૂઓ
છે કહેવાય.
લોક આપણી નોંધ કરે એવું આપણું જીવન હોવું જોઈએ. આપણે ઈન્ડિયન છીએ, આપણે ફોરેનર્સ નથી. આપણે સ્ત્રીને નભાવીએ. સ્ત્રી આપણને નભાવે, એમ કરતાં કરતાં એંસી વર્ષ સુધી ચાલે. અને પેલી (ફોરેનર્સ) તો એક કલાક ના નભાવે અને પેલોય કલાક ના નભાવે. આપણે સંસ્કારી પુરષો છીએ. આપણે આર્ય પ્રજા છીએ. અનાડીપણું દેખાય તે બહુ ખોટું દેખાય. એમના આચાર-વિચાર, ખોરાક-બોરાક બધામાં ફેરફાર, અનાર્ય જેવો અને આપણો ખોરાક આર્યનો. પણ એ અનાર્ય તો અનાડી થયા નથી પણ આપણા લોકો અનાડી થઈ ગયા. તે આ બધું ના શોભે આપણને. જે શોભે નહીં એ કાર્ય કરીએ તો આપણી જે ડિઝાઈન (ચિત્ર) હતી એ બદલાઈ જાય. આર્ય પ્રમાણે ડિઝાઈન હતી એ પણ બદલાઈ જાય. એટલે જીવન ફેરવવું જોઈએ કે ના ફેરવવું જોઈએ, બેન ?
પ્રશ્નકર્તા : ફેરવવું જોઈએ.