________________
(૨૦) પરિણામો, છૂટાછેડાનાં
૪૨૩
૪૨૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : ઓછી. આ કાળમાં નીચે વધારે જવાના. એટલે આ તો બધું આવું જ છે. આ કાળ જ એવો છે. અમે કઈ રીતે જીત્યા છીએ એ અમે જ જાણીએ છીએ.
પ્રશ્નકર્તા : એ જ બધાને જણાવો ને, એ જ બધાને જાણવું છે.
દાદાશ્રી : અત્યારેય હીરાબા અહીં આગળ નમસ્કાર કરી, દર્શન કરેને રોજ સવારમાં, રોજ રાત્રે દર્શન કરી, માથે પગ-બગ મેલાવડાવી અને પછી છે તે વિધિ કરે છે. અમારો અત્યારેય વ્યવહાર આવી છે. અમારો વ્યવહાર બગાડેલો નહીં ને !
કજોડાને શું હોવું જોઈએ કે એ બગડે તો આપણે શાંત રહેવું જોઈએ, જો આપણે ભારે છીએ તો. પણ એ બગડે ને આપણે બગડીએ એમાં રહ્યું શું?
પ્રશ્નકર્તા : પણ દાદા, એ જાતની સ્થિરતા ક્યાંથી લાવવી ? એવી સમજ ક્યારે આવે ?
દાદાશ્રી : હા, બરાબર છે, એ સ્થિરતા તો ના આવે. સમજણ ના આવે તેથી તો આ બધું અધોગતિમાં જનારો માલ છે ! તેથી અમે જ્ઞાન આપી દઈએને ઝટપટ.
હે ભારતીય ! ડિવોર્સ લેનાર;
આર્યત્વતા ક્યાં ગયા સંસ્કાર? પ્રશ્નકર્તા : ડિવોર્સ એવા કયા સંજોગોમાં થાય કે ડિવોર્સ લેવાય ?
દાદાશ્રી : આ ડિવોર્સ તો હમણાં નીકળ્યું, બળ્યું. પહેલાં ડિવોર્સ હતા જ ક્યાં છે ?
પ્રશ્નકર્તા: અત્યારના તો થાય છે ને ? એટલે કયા સંજોગોમાં એ બધું કરવું?
દાદાશ્રી : કંઈ મેળ પડતો ના હોય તો છૂટું થઈ જવું સારું. એડજસ્ટેબલ જ ના હોય તો છૂટું થઈ જવું સારું. અને નહીં તો અમે તો
એક જ વસ્તુ કહીએ, ‘એડજસ્ટ એવરીવ્હેર'. કારણ કે ગુણાકાર ગણવા ના જશો કે બે જણને ‘આવો છે ને તેવો છે.
પ્રશ્નકર્તા ઃ આ અમેરિકામાં જે ડિવોર્સ લે છે એ ખરાબ કહેવાય? બનતું ના હોયને એ લોકો ડિવોર્સ લે છે તે ?
દાદાશ્રી : ડિવોર્સ લેવાનો અર્થ જ શું છે તે ? આ કંઈ કપરકાબીઓ છે ? કપ-રકાબીઓ વહેંચાય નહીં, એને ડિવોર્સ ના કરાય, તો આ માણસોનો સ્ત્રીઓનો તો ડિવોર્સ કરાતો હશે ? એ લોકોને, અમેરિકનોને માટે ચાલે, પણ તમે તો ઇન્ડિયન કહેવાઓ. જ્યાં એક પત્નીવ્રત ને એક પતિવ્રતના નિયમો હતા. એક પત્ની સિવાય બીજી સ્ત્રીને જોઈશ નહીં એવું કહે, એવા વિચારો હતા, ત્યાં ડિવોર્સના વિચારો શોભે ? ડિવોર્સ (પછી બીજા જોડે પરણ્યા) એટલે આ એઠાં વાસણો બદલવાં. ખાધેલાં એઠાં વાસણ હોય તો બીજાને આપવાં પાછાં, પછી ત્રીજાને આપવાં, નર્યા એઠાં વાસણો બદલ્યા કરવાં, એનું નામ ડિવોર્સ. ગમે છે તને ડિવોર્સ ?
કૂતરાં-જાનવરો બધાંય ડિવોર્સવાળા છે અને આ પાછા માણસો એમાં પેઠા એટલે પછી ફેર શો રહ્યો ? માણસ બીસ્ટ (જાનવર) તરીકે રહ્યો. આપણા હિન્દુસ્તાનમાં તો એક લગ્ન કર્યા પછી બીજું લગ્ન નહોતા કરતા. એ જો પત્ની મરી જાય તો લગ્ન પણ ના કરે એવા માણસો હતા. કેવા પવિત્ર માણસો જન્મેલા !
પ્રશ્નકર્તા ઃ અહીંયાં અમેરિકામાં બધા જરાક કંઈક થાય ને તરત છૂટાછેડા લઈ લે છે, તો એમની ગયા ભવની ભડક પેસી ગયેલી હશે એટલે લે છે એ ? - દાદાશ્રી : ના, બેભાનપણામાં, ભાન જ નથી ને ! અરે, છૂટાછેડા લેનારાને હું કલાકમાં સમો કરી આપું પાછો ! છૂટાછેડા લેવાના હોય ને, તેને મારી પાસે લાવે તો હું એક જ કલાકમાં સમાં કરી આપું. એટલે પાછા એ બેઉ જણા ચોંટી જ રહે. ખાલી અણસમજણની ભડક. ઘણા છૂટા પડી ગયેલા આમાં રાગે પડી ગયા.