________________
(૨૦) પરિણામો, છૂટાછેડાનાં
૪૨૧
૪૨૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
મેં કહ્યું, ‘બહુ સારું. લેટ ગો કર (ચલાવી લે). મોટું મન કરી નાખ. તને બીજો આથી સારો ના મળે.’
એક બેન કહેતી હતી કે મને ધણી સારો મળ્યો નથી એટલે મારી જિંદગી બગડી. મેં કહ્યું, ‘સારો મળ્યો હોત તો જિંદગી સુધરી જાત ?’ કહ્યું, ‘આ તું જાણતી નહોતી કે આ કળિયુગ છે ? કળિયુગમાં તો ધણીએ સારો ના મળે. અને વહુએ સારી ના મળે. આ બધો માલ જ કચરો હોયને ! માલ પસંદ કરવા જેવો હોય જ નહીં. માટે આ પસંદ કરવાનો નથી, આ તારે તો ઉકેલ લાવવાનો છે. આ કર્મોનો હિસાબ ચૂકતે કરવાનો છે તે ઉકેલ લાવવાનો છે. ત્યારે લોક લહેરથી જાણે ધણી-ધણિયાણી થવા ફરે છે. અલ્યા મૂઆ, ઉકેલ લાવને અહીંથી. જે તે રસ્તે ક્લેશ ઓછો થાય એવી રીતે ઉકેલ લાવવાનો.
પ્રશ્નકર્તા : દાદા, એને એવો સંયોગ થયો હશે, તે હિસાબનો જ થયો હશે ને ?
દાદાશ્રી : હિસાબ વગર તો આ ભેગું જ ના થાયને !
પાંજરામાં ઢેબરું મૂકે, તે પછી જેટલાં પકડાયાં એટલાં સાચાં. તે લાલચુ ફસાય આ દુનિયામાં. લાલચ જ રાખવી નહીંને ! આપણને જે મળ્યું એની પર ઠીક છે, આપણે રોફ મારવો !
આ બધા સુખને હારુ પૈણે છે, પણ મહીં દુઃખી થાય છે બિચારા. કારણ કે સુખી થવું, દુઃખી થવું એ પોતાના હાથની વાત નથી. એ પૂર્વે કરેલાં કર્મનાં આધીન જ છે. એમાં છૂટકો નથી. એ ભોગવવાં જ પડશે.
સંસાર છે એટલે ઘા તો પડવાના જ ને ? ને બઈસાહેબ પણ કહેશે ખરાં કે હવે ઘા રૂઝાશે નહીં. પણ સંસારમાં પડે એટલે પાછા ઘા રૂઝાઈ જાય. મૂછિતપણું ખરું ને ? મોહને લઈને મૂછિતપણું છે. મોહને લઈને ઘા રૂઝાઈ જાય. જો ઘા ના રૂઝાય તો તો વૈરાગ્ય જ આવી જાય ને ! મોહ શેનું નામ કહેવાય ? બધા અનુભવ બહુ થયા હોય પણ ભૂલી જાય. ‘ડિવોર્સ’ લેતી વખતે નક્કી કરે કે હવે કોઈ સ્ત્રીને પરણવું નથી, તોય ફરી પાછો ઝંપલાવે !
શાદી (લગ્ન) બે રૂપે પરિણામ પામે : કોઈ વખત આબાદીમાં જાય, તો કોઈ વખત બરબાદીમાં જાય. શાદી કરી, શાદીફળ ચાખ્યાં, હવે ‘વીતરાગ’ રહેવાનું છે. આ તો આંબાના ફળ ચાખ્યાં કે ખાટાં છે તો પછી કાયમ નીચે બેસી રહેવું કે આવતે વર્ષે આંબો મીઠો થશે ? ના, એ તો કાયમ ખાટો જ રહેશે. એમ આ સંસાર એ ખાટો જ છે. પણ મોહને લીધે ભૂલી જાય છે. માર ખાધા પછી ફરી મોહ ચઢી જાય છે. એ જ ભુલભુલામણી છે. જો સ્વરૂપનું અજ્ઞાન ગયું ને ‘સ્વરૂપજ્ઞાન’ મળી જાય તો એ ભુલભુલામણી પજવે નહીં. ‘જ્ઞાની પુરુષ' આત્મજ્ઞાન આપી દે એટલે ભુલભુલામણીમાંથી છૂટે ને મોક્ષનો સિક્કો વાગી જાય !
એટલે ધણીએ પાછા સારી વહુ ખોળે છે. અલ્યા મૂઆ, આ વખતમાં અત્યારે જેમ-તેમ નિકાલ લાવી નાખવાનો. અહીં ગાડીમાં બેસીએ ને, તે જોડે બેસનારોય પાંસરો સારો ના હોય. એ જરાક તમે સળી કરો ત્યારે ખબર પડે. માટે અત્યારે જેમ તેમ કરીને આ ગાડી પસાર કરવાની. અત્યારે કંઈ આ ફર્સ્ટ ક્લાસ છે ? સેકન્ડ ક્લાસ છે આ બધા ! જે ફર્સ્ટ ક્લાસ પેસેજન્ટ ધણી હતા ને તે જુદા હતા. ત્યારે સ્ત્રીઓ છે તે સીતા જેવી હતી. ધણી રામના જેવા હતા ત્યારે તો, અત્યારે આ કંઈ બધા ફર્સ્ટ ક્લાસનો માલ છે ? શું કહો છો ? હું, અત્યારે તો કળિયુગનો માલ તે જેમ તેમ કરીને ક્લેશ ન વધે એવી રીતે નિકાલ કરી નાખવાનો. ક્લેશ તો થવાનો જ છે પણ ન વધે એવી રીતે નિકાલ કરી નાખવાનો.
પ્રશ્નકર્તા : હું એમને બોલતો હતો કે આપણા પરિણિત જીવનમાં નવ્વાણું ટકા કજોડાં છે.
દાદાશ્રી : હંમેશાં જેને કજોડું કહેવામાં આવે છેને, કળિયુગમાં જો કજોડું થયેલું હોય તો એ કજોડું છે તો ઊંચે લઈ જાય કે કાં તો સાવ અધોગતિમાં લઈ જાય. બેમાંથી એક કાર્યકારી હોય અને સજોડું કાર્યકારી ના હોય. કજોડું થયું એટલે ઊંચી ગતિમાં લઈ જાય. અને સજોડું આમ રઝળપાટ તો કરાવડાવે, જોડે જોડે.
પ્રશ્નકર્તા: આ દુષમકાળની અંદર એનો પ્રભાવ જ એવો ને કજોડું હોય તો એ ઊંચે જવાની શક્યતાઓ કેટલી ?