________________
૪૨૦
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૨૦) પરિણામો, છૂટાછેડાનાં
૪૧૯ બહારથી આવ્યો હોયને, તો પસીનો સોડી તો જોજો ! જો સુગંધી, જો સેન્ટ ! બહારથી આવ્યો હોય, ખૂબ તાપમાંથી ફરતો ફરતો આવ્યો હોય, પછી પસીનો સોડી જુઓ તો સેન્ટ જેવું લાગે, નહીં ? આ તો માની લીધેલું છે. આ આમાં સુખ હોતું હશે ? છૂટકો નથી પૈણ્યા વગર. કારણ કે પૈયા વગર જીવન છે તે દુનિયામાં પોતાનું એ જ ના રહે, વેલ્યુ જ ના રહે. લોકો શું કહે કે આ... આ ચાલી પેલી ! એટલે આપણને કંઈક જીવન તો હોવું જોઈએ ને લોકોમાંય ! ના હોવું જોઈએ ?
ધણી ખરાબ લાગતો નથી ? એ લાગશે ત્યારે શું કરીશ ? પછી ધણીનું જરા મગજ આડું-અવળું હોય, પણ આમ પૈણ્યા એટલે આપણો ધણી, એટલે આપણો સારામાં સારો બેસ્ટ, એમ કહેવું. એટલે ખરાબ એવું દુનિયામાં કશું હોતું નથી.
પ્રશ્નકર્તા : બેસ્ટ એવું કહીએ તો ધણી ચગી જાય.
દાદાશ્રી : ના, ચગે જ નહીં. એ આખો દહાડો બિચારા બહાર કામ કર્યા કરે એ શું ચગે ? ધણી તો આપણને જે મળ્યા હોયને એ જ નભાવી લેવાના, કંઈ બીજા લેવા જવાય ? વેચાતા મળે કંઈ ? અને પેલું ઊંધુંચતું કરો, ડિવોર્સ કરવું પડે એ તો ખોટું દેખાય ઊલટું. પેલાય પૂછે કે ડાયવોર્સવાળી છે ? ત્યારે બીજે ક્યાં જઈએ ? એના કરતાં એક કરી પડ્યા એ નિકાલ કરી નાખવાનો ત્યાં આગળ. એટલે બધે એવું હોય અને આપણાથી ના ફાવતું હોય, પણ શું કરે ? જાય ક્યાં હવે ? માટે આ જ નિકાલ કરી નાખવાનો. આપણે ઇન્ડિયનો, કેટલા ધણી બદલીએ ? આ એક જ કર્યો છે... જે મળ્યો એ સાચો. તે કેસ ઊંચું મૂકી દેવાનો ! અને પુરુષોને સ્ત્રી જેવી મળી હોય, કકળાટ કરતી હોય તો પણ એની જોડે નિકાલ કરી નાખવો સારો. એ કંઈ પેટમાં બચકાં ભરવાની છે ? એ તો બહારથી બૂમાબૂમ કરે કે મોઢે ગાળો દે, પેટમાં પેસીને બચકાં ભરે ત્યારે આપણે શું કરીએ, એના જેવું છે. આ બધું. રેડિયો જ છે. પણ આ તમને આમ ખબર ના પડે કે આ ખરેખર... તમને તો એમ જ લાગે કે આ ખરેખર એ જ કરે છે આ. પછી એનેય પસ્તાવો થાય છે, કે સાલું, મારે નહોતું કહેવા જેવું ને કહેવાઈ ગયું. તો તો એ કરે છે કે રેડિયો કરે છે ?
હમણે ડુંગર ઉપરથી આવડો પથરો પડે તો કોની જોડે ચીડાવું ? અને આ એક કાંકરી મારે તો ?
આપણે સારું કહેવું. ઠીકેય ના બોલવું. કોઈ કહેશે, ‘કેમનો છે તમારો સંસાર ?” બહુ સારું છે. બધેય ઘેર માટીના ચૂલા હોય. પછી ત્યાં આગળ મોટું બગડી ગયું હોય. આ તો વધતું-ઓછું જરા હોય બધું. તને કેમ લાગે ?
પ્રશ્નકર્તા : બરાબર છે, વાત સાચી છે. દાદાશ્રી : જો બીજી લાવે તો એવું ને એવું જ ને પણ. પ્રશ્નકર્તા : હાસ્તો.
દાદાશ્રી : ધણી બીજો કરો તો એવું ને એવું જ થાય, બળ્યું. એના કરતાં હોય તેને નભાવીને કામ કાઢી લેવું. તને ગમી એ વાત ? આ શું દુ:ખ ! આ ફોરેનર્સોને (પરદેશીઓ) બધું બદલાયા કરે. આપણે કંઈ ફોરેનર્સ છીએ ? આપણે તો આર્યપ્રજા કહેવાઈએ. શું કહેવાઈએ ?
પ્રશ્નકર્તા : આર્યપ્રજા છે ! હા, ચોક્કસ.
દાદાશ્રી : એક ફેરો જેવો મળ્યો અને આંધળો ધણી મળ્યો તો ચલાવી લેતી’તી, આર્યપ્રજા ! અગર પૈણ્યા પછી આંધળો થઈ જાય ત્યારે શું કરીએ ? ના ચલાવી લેવો પડે ? પણ આ ફોરેનવાળા ના ચલાવે, આપણે તો ચલાવવું પડે. આફટર ઓલ હી ઈઝ એ ગુડ મેન ! (અંતે તો એ સારા માણસ છે.) હું બોલ્યો હતો તે એપ્રોપ્રિયેટ (યોગ્ય) જગ્યાએ એપ્રોપ્રિયેટ બોલાતું હતું. તે એક ભાઈએ વાત પકડી લીધી. આફટર ઓલ (અંતે તો) એમને બહુ ગમ્યું.
એક જણીનો સંસાર મુંબઈમાં ફેક્યર થઈ જતો હતો. પેલાએ ખાનગી બીજો સંબંધ રાખ્યો હશે. અને આ બઈ, એ તો જાણી ગઈ એટલે ઝઘડા ઉત્પન્ન જબરજસ્ત થવા માંડ્યા. પછી મને બઈએ કહી દીધું, “આ આવા છે, મારે શું કરવું ? મને નાસી છૂટવું છે.’ મેં કહ્યું, ‘એક પત્નીવ્રતનો કાયદો પાળતો હોય એવો મળે તો નાસી છૂટજે. નહીં તો બીજો ક્યો સારો મળશે? આમ તો એક જ રાખી છેને ?” ત્યારે કહે, ‘હા, એક જ.’ ત્યારે