________________
(૧૯) પત્નીની ફરિયાદો
૪૧૧
૪૧૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : નહીં, ખાસ નહીં.
દાદાશ્રી : એ તો જ્ઞાનને લીધે કચકચ નથી કરતા. તું કરું છું એમની જોડે કચકચ ? તું નથી કરતી ?
પ્રશ્નકર્તા : તમે માનો એવું કે હું કચકચ કરું છું ?
દાદાશ્રી : ના, મને નહીં લાગતું, પણ કરતી હોય તો હવે ના કરીશ. તું મને પ્રોમિસ આપ, લે પ્રોમિસ આપ, હવે નહીં કરું.
પ્રશ્નકર્તા: કચકચ નહીં કરું, પ્રોમિસ આપું છું. ખોટે રસ્તે જાય તો એને સારે રસ્તે દોરવુંને ! એ મારી ફરજ છેને, એ કરુંને !
દાદાશ્રી : એવું છેને, ક્યાં સુધી તે સારા રસ્તે દોરવીશ ? કેટલાં વર્ષ સુધી દોરવીશ ? એ ખોટે રસ્તે નહીં જાય, એ હું તને કહું છું. ખોટે રસ્તે જતા હશે તે એ નહીં જાય એ બધું તારે જોવાની જરૂર નથી. હું જોઈશ બધું. મને સોંપી દે. ખરું કે ખોટું ? એ તું કંઈ જ્ઞાની નથી, તું તો પૈણેલી એની વાઈફ છું. હું જ્ઞાની છું. એટલે મારે જોવાનું કે તારે જોવાનું?
પ્રશ્નકર્તા: તમારે જોવાનું. દાદાશ્રી : હં.... તે હું જોઈશ બધું હવે. પ્રશ્નકર્તા: તો મને એટલું ઓછું કામ.
દાદાશ્રી : હા, એટલું કામ તારે ઓછું ને ! વગર કામની પીડા લઈને ફરવી ! જવાબદારી થઈને બધી. ખરું કહે છે એ, જવાબદારી છે. કોઈ કહેનાર ના હોય તો જવાબદારી વધે. હવે હું કહીશ એમને. હું મારી મેળે બોલાવીને કહી દઈશ કે આમ ના હોય. હવે બીજું કંઈ સોલ્યુશન જોઈતું હોય તો કંઈ પૂછો.
આ ઊંઘ આવ્યા પછી આગવું હોય છે કે સહિયારું હોય છે ? પ્રશ્નકર્તા : આગવું જ હોય છે, દાદા. દાદાશ્રી : તે જાગતાં એવી જ રીતે જ વર્તવું. હા ! ઊંઘી ગયાને
સહિયારું નથી કરતાં, આગવું રાખીએ છીએ, તોય સવારમાં બગડતું નથી કંઈ. ઊલટું, આ સહિયારું કરવાથી બગડે છે. માટે જાગતાંય આગવું રાખવું. એ ગિયરમાં નાખીએને, તો આખો દહાડો આગવું રહે, સવારથી જ ગિયરમાં નાખું પછી આખો દહાડો આગવું રહે..
પ્રશ્નકર્તા : ગિયર એટલે ગાડીનો ગિયર ?
દાદાશ્રી : ના, અંદરનું ગિયર. ગાડીનું ગિયર તો જુદું ! અંદર ગિયર નાખ્યું છે ને ? તે આગવું. ‘આ મારા બાબાનો બાબો” પેલું ગિયર નથી તેથી આવું કર્યા કરે છે. તે બાબો એમ નહીં કહેતો કે મારું આ આમ કરો, સન્માન કરો.
આ તો કેવા કેવાં લપકા કરે ! લપકા સાંભળવાના ગમે ખરા ? તેમાં કાકી સાસુય લપકા કરે, માસી સાસુય લપકા કરે. માસી સાસુને કહીએ, ‘તમે શું કરવા લપકા કર કર કરો છો ? હુ મારી બાઈડીને પૈણ્યો તેમાં ? ત્યારે કહે, મારી તો ભાણી થાયને ! એટલે આ સહુ કોઈ લપકા કરે. એ કેમ પોષાય ? અહીંથી ભાગી છૂટીએ, આપણે આપણા ગામ જતાં રહીએ. હોમ ડિપાર્ટમેન્ટમાં જતા રહીએ. આ ફોરેન ડિપાર્ટમેન્ટમાં હોમ માનીને બેઠા છે. શું થયું છે ? અલ્યા, આ નહોય હોમ, આ તો ફોરેન ડિપાર્ટમેન્ટ છે. હોમ ડિપાર્ટમેન્ટ છે, ત્યાં કશું દુ:ખ નથી. અત્યારે દુ:ખ ઘટી ગયાં, ત્યાંથી ના સમજો કે હવે દુઃખ ઘટવા માંડ્યાં. એટલે શું ગણાય ? દુ:ખની પૂર્ણાહુતિ થઈ જવાની. હા, દુ:ખ જ જતાં રહ્યાં, ખલાસ થયું. દુ:ખ ઘટવા માંડ્યા કે નહીં ઘટવા માંડ્યા ?
પ્રશ્નકર્તા : ઘટવા માંડ્યા.
દાદાશ્રી : ક્યારથી ઘટવા માંડ્યા ? પ્રશ્નકર્તા : દાદા મળ્યા ત્યારથી ઘટવા માંડ્યા.
દાદાશ્રી : એક બેન કહેતી હતી, તમારું એક એક વાક્ય સોનાનો બોલ છે !