________________
૪૧૦
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
(૧૯) પત્નીની ફરિયાદો
૪૦૯ દાદાશ્રી : હા. આપણે કહેવું, “ચાંદલો એટલે માટે કે અમે છે તે આર્યસ્ત્રીઓ છીએ. અમે અનાર્ય નથી. આર્ય સ્ત્રીઓ ચાંદલાવાળી હોય. એટલે ધણી જોડે ગમે એટલો ઝઘડો થાય, તોય એ જતી ના રહે અને પછી ચાંદલા વગરની તો બીજે જ દહાડે જતી રહે. અને આ તો સ્ટેડી રહે, ચાંદલાવાળી. અહીંયાં (કપાળમાં) મનનું સ્થાન છે, તે એક પતિમાં મન એકાગ્ર રહે એટલે.
સ્ત્રીની ફરજ, ચા પતિને સિન્સિયર,
ઘણી સુધારવા કરતા જાતે સુધર. પ્રશ્નકર્તા સ્ત્રીઓએ શું કરવું જોઈએ ? પુરુષનું તો તમે કહ્યું, પણ સ્ત્રીઓએ બે આંખમાં શું રાખવાનું ?
દાદાશ્રી : સ્ત્રીઓએ તો, એને ગમે તેવો પતિ મળ્યો હોયને, પતિ જે મળ્યા એ આપણા હિસાબનો છે, પતિ મળવો એ કંઈ ગમ્યું નથી. માટે જે પતિ મળ્યો એના તરફ એક પતિવ્રતા થવાનો પ્રયત્ન કરજો. અને એવું જો ના થાય તો એની પાછા ક્ષમાપના લો. પણ તારી દૃષ્ટિ આવી હોવી જોઈએ. અને પતિ જોડે પાર્ટનરશીપમાં કેમ આગળ વધાય, ઊર્ધ્વગતિ થાય, કેમ મોક્ષે જવાય, એવા વિચારો કર.
મેં એક વખત કહ્યું, કેમ ઉતાવળ કરો છો ? ત્યારે કહે, મોક્ષ માટે તો ઉતાવળ હોવી જ જોઈએ. મોક્ષમાં ના જઈએ ત્યારે શું વારેઘડીએ આ ભવોભવ કંઈ ધણી જ કરવા, કહે છે. ના, કેટલાક અવતાર સુધી ધણી કર કર કરીએ ? હવે તો મોક્ષે જ જવું. ધણી-બણી કરવા નથી ? કરી બેઠા એ કરી બેઠા. ધણી નથી કરવા હવે, નહીં ? તુંય થાકી હોઈશ ને કર્યા પછી ?
પ્રશ્નકર્તા : સાવ, દાદા. દાદાશ્રી : એમ ? પ્રશ્નકર્તા : પણ દાદા, એમને લઈને જ મોક્ષે જવાનું.
દાદાશ્રી : હા, એમને લઈને મોક્ષે જવાનું. આ તો ગમ્મત કરી થોડી વખત. એ આ ગમ્મત કરવાની હોયને ! થોડો વખત વિચારવા જેવું ખરું
કે નહીં ? થોડું ઘણું તું ફેરફાર કરી નાખીશ હવે આજથી ? એ આકરા થાય ત્યારે આપણે કશું બોલવું નહીં.
પ્રશ્નકર્તા: પોતે સાચા હોય અને એમની વાત બરાબર ના હોય તો બોલવું પડે ને ?
દાદાશ્રી : તું સાચી છે એની ખાતરી શું ? તું જ ન્યાયાધીશ અને તું જ વકીલ અને તું જ આરોપી. એટલે ન્યાય ‘હું સાચી છું” કરે. પોતે જ વકીલ, પોતે આરોપી અને પોતે જ જજ. પેલો વકીલ કહે છે, બધા કરે છે તે આપણેય આમ જ કરવું પડે. વકીલ ઊંધું શીખવાડે. તું સાચી છું એવી ખાતરી શું ? અને પતિ સાચો છે એની ખાતરી શું? આ તો પોતાનો ન્યાય એ એઝેક્ટ ન્યાય હોય છે કે પોતાની સમજણ પ્રમાણે હશે ?
પ્રશ્નકર્તા : પોતાની સમજણ પ્રમાણે, એટલે પછી અથડામણ થાય. એટલે વાત જુદી છે એ નક્કી માની લેવું? દર વખતે જૂઠી ના હોય ?
દાદાશ્રી : દર વખતે જૂઠું, અથડામણ કેમ થઈ ? પ્રશ્નકર્તા વિચારો જુદા પડે એટલે.
દાદાશ્રી : વિચારો જુદા કેમ થયા ? અણસમજણ છે, અક્કલ નથી તેથી એમને દૂધ પીવું હોય ને તું કહે, “ના, દૂધ ના પીશો. આ દહીં લો.” આ એમની પ્રકૃતિમાં દૂધ ફાવતું હોય તો એને કહે, ‘લ્યો, દૂધ આપું છું.” તને પ્રકૃતિમાં દહીં ફાવતું હોય તો દહીં ખા. પ્રકૃતિ જુદી, બધાની વાત જુદી. પણ તું કહે, “ના, તમારે દહીં ખાવું પડશે, ફરજીયાત.” તમને કેમ લાગે છે ? ‘તમે વાળ કપાવશો નહીં, મારા જેવડા લાંબા વાળ રાખો.’ તો ચાલે ? એટલે કયું ખરું ? એમને આપણે એમેય ના કહેવાય કે હું કપાવું છું ને તમે કપાઓ. સૌને રીતે, ન્યાય રીતસરનો હોવો જોઈએ. સમજપૂર્વકનો હોવો જોઈએ.
ઘરમાં મતભેદ ને ભાંજગડ ના થાય, ઓછી થાય એવો રસ્તો ખોળી
કાઢો.
તારી જોડે ધણી કચકચ કરે છે હજુ ?