________________
(૧૯) પત્નીની ફરિયાદો
એટલે બધાએ ચોકડી મૂકી દીધી.
દાદાશ્રી : પતિ પરમેશ્વર થઈ બેઠા. જુઓને, એમના હાથમાં ચોપડી લખવાની એટલે કોણ કહેવાનું, એક તરફ કરી નાખ્યું ને ? આવું ના હોવું જોઈએ.
૪૦૭
તું પૂજતી હોય તોય ના કહું ઊલટાનું કે ના પૂજીશ. એને શું પૂજવા જેવું ? હા, એમનું અપમાન નહીં કરવાનું. પતિદેવ થાય.
પ્રશ્નકર્તા : આજકાલના બૈરાં પોતાના ધણીને પહેલાંનાં બૈરાં જેવું માન નથી આપતા.
દાદાશ્રી : હા, પહેલાંના ધણી રામ હતા અને અત્યારે મરા છે. પ્રશ્નકર્તા : આ કહે છે જમરા.
દાદાશ્રી : કંઈક તો સમજવું પડેને ? આમ ને આમ કંઈ ખાલી મૂછો પર તાલ દેવાનો શું ફાયદો ? અને બેનોને સમજવું જોઈએ કે ધણીને બહુ સારી રીતે રાખવો જોઈએ. ત્યારે ધણીઓ શું કહેશે ? સીતા જેવી થતી નથી. મેં કહ્યું, તું પહેલાં રામ થાઉં તો એ સીતા થાય. એટલે બેનો જીવન કંઈ સુધારો. કંઈ આવું ના હોય આપણને શોભે નહીં.
પત્ની પતિને સદા સિન્સિયર, ઉઘાડી કેમ કરાય ગટર ?
પ્રશ્નકર્તા : પતિની પ્રત્યે સ્ત્રીની ફરજ શું એ સમજાવો.
દાદાશ્રી : સ્ત્રીએ હંમેશાં પતિને સિન્સિયર રહેવું જોઈએ. પતિએ પત્નીને કહેવું જોઈએ કે, ‘તમે સિન્સિયર નહીં રહો તો મારું મગજ બગડી જશે.’ એને તો ચેતવણી આપવી જોઈએ. ‘બીવેર’ (ચેતવવાના) કરવાના, પણ દબાણ ના કરાય કે તમે સિન્સિયર રહો. પણ ‘બીવેર’ કહેવાય. સિન્સિયર રહેવું જોઈએ આખી જિંદગી. રાત-દિવસ સિન્સિયર, એમની જ ચિંતા હોવી જોઈએ. તારે એની ચિંતા રાખવી જોઈએ. તો જ સંસાર સારો ચાલે.
પ્રશ્નકર્તા : પતિદેવ સિન્સિયર ના રહે, પછી પત્નીનું મગજ બગડે.
૪૦૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
તો પાપ ના લાગે ને ?
દાદાશ્રી : મગજ બગડે તો સ્વાદ ચાખે ને ! પાછો ધણીએ ચાખે ને પછી ! ‘એઝ ફાર એઝ પોસિબલ’ (બનતાં સુધી) એવું ના કરવું જોઈએ. અને પતિની ઇચ્છા ના હોય ને ભૂલચૂક થઈ જતી હોય તો એની પતિએ માફી માંગી લેવી જોઈએ કે હું માફી માગું છું. ફરી નહીં થાય આવું. માણસે સિન્સિયર તો રહેવું જોઈએને ? સિન્સિયર ના રહે એ કેમનું ચાલે ?
પ્રશ્નકર્તા : પતિ માફી માંગી લે, વાતવાતમાં માફી માંગી લે, પણ પાછા એવું જ કરતા હોય તો ?
દાદાશ્રી : ધણી માફી માંગે તો ના સમજીએ, કે કેટલો બિચારો લાચારી ભોગવે છે ! એટલે લેટ ગો કરવાનું. એ કંઈ એને ‘હેબીટ’ (ટેવ) નહીં પડેલી. ‘હેબિચ્યુટેડ’ (ટેવાઈ) નહીં થઈ ગયેલો. એનેય ના ગમે પણ શું કરે ? પરાણે આવું થઈ જાય. ભૂલચૂક ત્યારે થાય ને !
પ્રશ્નકર્તા : પતિને હેબીટ થઈ ગઈ હોય તો શું કરવું ?
દાદાશ્રી : શું કરવાનું ? કાઢી મેલાય કંઈ એને ? કાઢી મેલે તો ફજેતો થાય બહાર. ઊલટું ઢાંકી રાખવાનું, બીજું શું થાય તે ? ગટરને ઢાંકીએ છીએ કે ઊઘાડી કરીએ છીએ ? આ ગટરોને ઢાંકણું મૂકી દેવાનું હોય કે ઊઘાડું રાખવાનું હોય ?
પ્રશ્નકર્તા : બંધ રાખવાનું.
દાદાશ્રી : નહીં તો ઉઘાડીએ તો માથું ગંધાય, આપણું માથું ચઢી જાય. તને મારી વાત ગમી ?
પ્રશ્નકર્તા : બહુ ગમી.
પતિવ્રતા એ મોટું આભૂષણ, કંકુ કેમ ? મતમાં એક જ જણ !
પ્રશ્નકર્તા : આ ચાંદલો કરવાનું શા માટે, અમેરિકાની ઘણી સ્ત્રીઓ અમને પૂછે કે તમે લોકો અહીયાં ચાંદલો કેમ કરો છો ?