________________
(૧૯) પત્નીની ફરિયાદો
૪૫
૪૦૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
‘પતિ પરમેશ્વર', વદે શાસ્ત્ર,
સમ' બને, તો બત ‘સીતા'તું પાત્ર ! પ્રશ્નકર્તા : આપણાં શાસ્ત્રોમાં લખ્યું છે, કે સ્ત્રીએ પતિને જ પરમેશ્વર તરીકે માનવું અને એની આજ્ઞામાં રહીને ચાલવું. તો અત્યારે આ કાળમાં કેવી રીતના એ પાળવું જોઈએ ?
દાદાશ્રી : એ તો પતિ જો રામ જેવા હોય તો આપણે સીતા થવું જોઈએ. પતિ વાંકો થયો તો આપણે વાંકા ના થઈએ તો શી રીતે ચાલે ? સીધું રહેવાય તો ઉત્તમ, પણ સીધું રહેવાય નહીં ને ! માણસ શી રીતે સીધો રહી શકે, ગોદા માર-માર કરે પછી ! પછી પત્ની તે શું કરે બિચારી ? એ તો પતિએ પતિધર્મ પાળવો જોઈએ અને પત્નીએ પત્નીધર્મ પાળવો જોઈએ. અગર પતિની થોડી ભૂલો હોય તો નભાવી લે એ સ્ત્રી કહેવાય. પણ આટલું બધું આવીને ગાળો ભાંડવા માંડે, તો આ પત્ની શું કરે બિચારી ?
પ્રશ્નકર્તા : પતિ એ જ પરમાત્મા છે, એ શું ખોટું છે ?
દાદાશ્રી : આજના પતિઓને પરમાત્મા માને તો એ ગાંડા થઈને ફરે એવા છે !
એક ધણી એની બૈરીને કહે, તારા માથા ઉપર દેવતા મૂક ને તેના પર રોટલી શેક ! મૂળ તો બંદર છાપ ને ઉપરથી દારૂ પીવડાવે તો એની શી દશા થાય ?
એક બેન આવ્યાં હતાં. તે કહે છે, ધણીને પરમેશ્વર તરીકે પૂજવો જોઈએ કે ના જોઈએ ? મેં કહ્યું, એ ક્યાં પાછા ગાંડા કાઢું છું, તારો ધણી તો મૂઓ ગાંડો છે અને પાછો પરમેશ્વર તરીકે પૂજીશ તો...!! આવા પરમેશ્વર તે હોતા હશે ? તારે તો ફ્રેન્ડની જેમ રહેવું. પરમેશ્વરનો જમાનો ગયો બધો. એ તો સતયુગમાં હતું બધું.
પ્રશ્નકર્તા : એ ખરી પતિવ્રતા કહેવાયને, દાદા ?
દાદાશ્રી : હા, ખરી પતિવ્રતા. અત્યારે તો આ બધું ના રહ્યું. જેમ તેમ કરીને શાંતિથી રહેવું. ક્લેશ ના થાયને એટલું બસ !
પ્રશ્નકર્તા : આ પતિ પરમેશ્વર કહેવાય ? એના રોજ દર્શન કરાય ? એનું ચરણામૃત પીવાય ?
દાદાશ્રી : એ એમને પરમેશ્વર કહે, પણ એ મરી ના જાય તો તો પરમેશ્વર. મરી જવાના તે શેના પરમેશ્વર ? પતિ શેના પરમેશ્વર છે ? અત્યારના પતિ પરમેશ્વર હોતા હશે ?
પ્રશ્નકર્તા : હું તો પતિને રોજ પગે લાગું છું.
દાદાશ્રી : એ તો છેતરતી હશે એમ કરીને. પતિને છેતરે આમ કરીને, પગે લાગીને. પતિ એટલે પતિ અને પરમેશ્વર એટલે પરમેશ્વર. એ પતિ જ ક્યાં કહે છે, હું પરમેશ્વર, હું તો ધણી છું એવું જ કહે છે ને ?
પ્રશ્નકર્તા : હા, ધણી છું.
દાદાશ્રી : હં, એ તો ગાયનોય ધણી હોય, બધાના ધણી હોય. આત્મા એકલો જ પરમેશ્વર છે, શુદ્ધાત્મા.
પ્રશ્નકર્તા : ચરણામૃત પીવાય ?
દાદાશ્રી : આજના ગંધાતા માણસોના ચરણ કેમ પીવાય તે ! આ માણસ ગંધાય, આમ બેઠો હોય તોય ગંધાય. એ તો પેલા સુગંધીવાળા માણસ હતા ત્યારની વાત જુદી હતી. આજ તો બધા માણસ ગંધાય છે. આપણું માથું હઉ ચઢી જાય. જેમ તેમ કરીને દેખાવ કરવાનો કે અમે પતિપત્ની છીએ.
પ્રશ્નકર્તા : દરેકનામાં પરમેશ્વર બેઠેલા હોય ને એમનામાંય છે માટે તો પતિ પરમેશ્વર ને ?
દાદાશ્રી : ઓહોહો ! બૂટ પહેરતાં આવડતાં નથી ને પોતે પરમેશ્વર થઈ બેઠો છે ! પતિઓ ખરા લઈને બેઠેલા ? એ તો પહેલાં ચોપડીઓમાં લખી નાખેલુંને, તે સ્ત્રીઓ બિચારી અભણ, કે લખ્યા પછી છેક્યું નહીં. પહેલાંથી જ સ્ત્રીઓએ જ છેકી નાખ્યું હોત તો ?
પ્રશ્નકર્તા : હવે બધાએ છેકી નાખ્યું છે, દાદા. હવે બધી ભણીને