________________
(૧૯) પત્નીની ફરિયાદો
૪૩
૪૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
થાય એવું કરી આપો.
દાદાશ્રી : ના, છોને થાય. તને થાય તો આજે નિકાલ થઈ ગયો ને, હવે બીજું શું રહ્યું ? હજુ કંઈ એમની જોડે ભાંજગડ બાકી છે ? નથી રહીને ? સારો માણસ છે, તુંય સારી છું અને એય સારા છે. કેટલુંક ખાનગીમાં નિકાલ કરી નાખવું આપણે. અને આય ખાનગી કહેવાય. આપણા મહાત્માને જે બધું કહીએને, તે ચાલે, આપણા જ કહેવાય. અહીં વાંધો નહીં. મહાત્માઓ પાસે બધું થાય.
પણ આ તો ‘ના’ કહ્યું એટલે ? તે આ જગતને તેથી મેં કહેલું કે જો મોક્ષે જવું હોય તો બધું જ્યાં ને ત્યાં ‘હા’ કહીને ચાલ્યા જાવ. ના કહીશું તો ઊભા રહો, કહેશે. છેડો ઝાલશે આમ. એ ‘યસ, યસ મેન થઈ જાવ હવે. એ કહેશે, ‘બાસુંદી કરો, પૂરી કરો, ફલાણું કરો, ફલાણાનાં ભજિયાં કરો.’ એ બધાને ‘હા’ પાડીએને, તો બીજે દહાડે પાછા ભૂલી જાય. પછી કશું નહીં ! અને ના પાડીએ, તેને યાદ રહ્યા કરે, પંચિંગ થયા કરે.
પ્રશ્નકર્તા ઃ હી, બસ, એવું જ છે, દાદા. દાદાશ્રી : એવું જ, નહીં તો એના મનમાં એવું હોય નહીં ને !
પ્રશ્નકર્તા : પણ એનું કાઢી આપોને દાદા, એટલે પતી ગયું. સોલ્વ જ થઈ જાય ને ! પછી કોઈને હલાવાની જરૂર નહીં.
દાદાશ્રી : એ તો હવે ઉકેલ લાવી નાખશે એ.
પ્રશ્નકર્તા : ના, પણ એને લેવાનું મન જ ના થાય. ધણી આપે કંઈ એવું મન જ ના થાય તો પછી શું ?
દાદાશ્રી : હા. આપણે હવે તો મોક્ષથી જ કામ છે ને કંઈ દાગીના ઓછી ચિંતા બંધ કરાવતા હતા ?
પ્રશ્નકર્તા: ના. દાદાશ્રી : દાગીના બધું જોઈએ એટલે ચિંતા તો હોય જ ને !
પ્રશ્નકર્તા : દાગીના તો બહુ જ છે. દાદાશ્રી : દાગીના હશે, પુષ્કળ હશે.
પ્રશ્નકર્તા : એ તો અત્યારેય, આજેય વ્યવહારિક જીવનમાં જે છે, તો બાના ઘરથી જે વસ્તુ મળી હોય એ આગવી જ કહેવાય. પિયરથી લાવ્યા હોય એ આગવી જ કહેવાય.
દાદાશ્રી : અત્યારે તો આગવી ગણે છે, પિયરથી લાવ્યા હોય તેને આગવી જ ગણે.
પ્રશ્નકર્તા : એમાં એ પચ્ચીસ વાર સંભળાવે. તે આપણું જે હોય તે સહિયારું કહેવાય. પુરુષનું હોય તે સહિયારું કહેવાય.
દાદાશ્રી : તે સહિયારું કહેવાય અને પેલું આગવું ગણે, એવું ગણે છેને?
પ્રશ્નકર્તા: એ તો હવે સત્ય હકીકત બની ગઈ. બધા જ એવું કહે છે કે પિયરનું આગવું અને તારું-મારું સહિયારું.
દાદાશ્રી : હા, પણ જ્યારે વઢવાડ થાય છે ને તું તારી પેટી લઈને જતી રહે અહીંથી. એટલે તું તારી મિલકત છે, જે તું પોતાની ગણું છું એ લઈ જા અહીંથી, એ મેં સાંભળેલું બધી જગ્યાએ. જયારે લડે છે ત્યારે એવું કહે ખરાં ?
પ્રશ્નકર્તા : હા, કહે. મેં કહેલું કે એક વખત.
દાદાશ્રી : પેટી લઈને જતી રહે અહીંથી. જો પાછો ભાગ પાડે તો એના એ જ છે ને ! આ તારી ને આ મારી મિલકત.
આપણે સો આપીએ તેનો હિસાબ નહીં એમને, પણ પંદર રૂપિયાની વસ્તુ એના પિયરથી લાવેલાને, તે આ મારી. એ કાયમ આ. એ નેરો માઈન્ડ (ટૂંકું મન) છે એમનું. એટલે આપણે લેટગો કરવું જોઈએ કે આ સારું છે ઊલટું !