________________
(૨૦)
પરિણામો, છૂટાછેડાતાં
વિચારભેદ મત-મતભેદ, તતભેદે ઊડે જીવત છેદ !
મતભેદ ગમે છે ? મતભેદ થાય ત્યારે ઝઘડા થાય, ચિંતા થાય. તો મનભેદમાં શું થાય ? મનભેદ થાય તો, ‘ડિવોર્સ’ લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે !
પ્રશ્નકર્તા : વ્યવહારિક બાબતમાં મતભેદ હોય એ વિચારભેદ કહેવાય કે મતભેદ કહેવાય ?
દાદાશ્રી : એ મતભેદ કહેવાય. આ જ્ઞાન લીધું હોય તેને વિચારભેદ
કહેવાય. નહીં તો મતભેદ કહેવાય. મતભેદથી તો ઝાટકો વાગે !
પ્રશ્નકર્તા : મતભેદ ઓછો રહે તો એ સારું ને ?
દાદાશ્રી : માણસને મતભેદ તો હોવા જ ન જોઈએ. જો મતભેદ છે તો એ માણસાઈ જ ના કહેવાય. કારણ કે મતભેદથી તો કોઈ ફેરો મનભેદ થઈ જાય. મતભેદમાં મનભેદ થઈ જાય એટલે ‘તું આમ છે ને તું તારે ઘેર જતી રહે' એમ ચાલે. આમાં પછી મજા ના રહે. જેમ તેમ નભાવી લેવું.
મતભેદ પછી લો છૂટાછેડા,
થા છૂટો, જો ત બાંધો ફરી છેડા !
પહેલાં સ્વયંવર કરતા હતા, સ્ત્રીઓ ઓછી હતી તેથી ! નહીં તો
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પૈણવા માટે હરાજી કરવાની ! રામચંદ્રજી એકલા પૈણે ને બીજા બધા રખડી મરે ! પણ એ જમાનો સાચો એટલે ડિવોર્સ કરવા ના પડે. આ કળિયુગ એટલે ડિવોર્સ કરવા પડે. કારણ એને જીવતાં જ નથી આવડતું માણસ તરીકે.
૪૧૪
ગાડીમાંય જોડે બેઠા હોય ને વિચિત્ર સ્વભાવનો હોય તો ઉતરતા સુધી નભાવવું પડે. તેમ બૈરી જરા વિચિત્ર સ્વભાવની હોય તો નભાવવું
પડે.
તો ?
પ્રશ્નકર્તા : રોજ મનદુઃખ થાય, ઝઘડે તેના કરતાં ડિવોર્સ લઈ લે
દાદાશ્રી : ડિવોર્સ લે પણ ફરી પૈણવાના ના હોય તો.
લગ્ન પોતાને અનુકૂળ થયું હોય, પણ પછી મતભેદ પડે ત્યારે મહીં શું થાય પછી ? તે ઘડીએ સુખ (!) વર્તે બહુ ? મતભેદ પડે ત્યારે બેનને શું થાય ? બે જણને મતભેદ પડે ત્યારે ? કેમ બોલતા નથી, બેન બોલને, તું બોલને તું ભણેલી છે. તને સમજણ પડે છેને ?
પ્રશ્નકર્તા : આજકાલના મતભેદો એટલે છૂટાછેડા.
દાદાશ્રી : ડિવોર્સ હઉ લઈ લે ને ? હા, મતભેદ તો રહેવાના જ. મતભેદ તો રહ્યા વગર હોય જ નહીં ને ? તમારા ઘરમાં મતભેદ નહીં જોએલા તમે ?
પ્રશ્નકર્તા : સામસામી બાંધછોડ પણ થયા કરતી હોય ને ? દાદાશ્રી : હા, બાંધછોડ પણ થયા કરતી હોય પણ મતભેદ તો હોય
છે ને ?
પ્રશ્નકર્તા : હોય જ.
દાદાશ્રી : બાંધછોડ કરવી પડે. બાંધછોડ ના કરે તો તૂટી જાય, છૂટા
થવું પડે.
પ્રશ્નકર્તા : અત્યારે તો ઠેઠ મતભેદ સુધી પહોંચી ગયું છે.