________________
(૧૯) પત્નીની ફરિયાદો
૩૯૭
૩૯૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
હોય. જમવા બેસીએ ને થાળીમાં પાછળથી મીઠાઈ મૂકી જાય તો હું હવે આમાંથી થોડુંક લઉં, હું પ્રમાણફેર થવા ના દઉં. હું જાણું કે આ બીજું આવ્યું માટે શાક કાઢી નાખો. તમારે આટલું બધું કરવાની જરૂર નહીં. તમારે તો મોડું ઊઠાતું હોય તો બોલબોલ કરવું કે, “આ ‘નોર્માલિટી’માં નથી રહેવાતું. એટલે આપણે તો મહીં પોતાને જ ટકોર મારવી કે ‘વહેલું ઊઠવું જોઈએ. તે ટકોર ફાયદો કરશે. આને જ પુરુષાર્થ કહ્યો છે. રાત્રે ગોખ ગોખ કરે કે, “વહેલું ઊઠવું છે, વહેલું ઊઠવું છે' મારી-મચકોડીને વહેલા ઊઠવાનો પ્રયત્ન કરે, એનાથી તો મગજ બગડશે.
આત્મા માટે જૂઠ તે જ સત્ય;
સંસાર માટે એ જ અસત્ય ! પ્રશ્નકર્તા : ઘરની પ્રતિકૂળતા સત્સંગમાં આવવા માટે હોય તો શું જૂઠું કરવું ?
દાદાશ્રી : ઘરમાંથી કહે કે, સિનેમા જોવા જવાનું નહીં, તોય તું જાય છે. ત્યારે તું શું કહે છે ? ‘હું કૉલેજ જઉં છું’ એમ કહે છેને ? શાથી એવું કહેતાં હશે ? તે ત્યાં આપણને કપટ કરતાં આવડે છે ને આમાં ના આવડે ? બધુંય આવડે.
આ બધું જૂઠું જ છે. આ જગત જ જૂઠું છે. ફક્ત આત્મા માટે જૂઠું બોલવું પડે. એમાં આપણે આત્મહેતુ છે. એટલે આત્મહેતુ માટે કો'ક દહાડો કંઈ જૂઠું બોલવું પડે, તો એ સારું. કારણ કે એની જોડે પ્રત્યક્ષ ઝઘડો કરવો, તેના કરતાં આ જૂઠું બોલવું સારું. ઝઘડો કરીએ તો તો એનું મન તૂટી જાય. પછી દસ-પંદર દહાડા ગયા પછી આપણે કહેવું કે હું તો આવું જૂઠું બોલીને સત્સંગમાં જતી હતી. આમ પાછું ધોઈ નાખવું. નહીં તો તને જે ના કહેતું હોય તેને મારી પાસે તેડી લાવ એક દા'ડો. પછી હું એને રાગે પાડી આપું.
પ્રશ્નકર્તા : એ નિમિત્ત જ કઠણ હોય, તે તમારી પાસે આવે કેવી
તોડી નાખીએ, નહીં તો કહીએ કે એક દહાડો તો ઇંડોને આમ પટાવીને, લલચાવીને તેડી લાવો તો હું દવા કરી નાખું.
પ્રશ્નકર્તા: આત્મા માટે બીજાને ખરાબ લાગે તો વાંધો ખરો ?
દાદાશ્રી : કશો વાંધો નહીં. આત્માનું કામ કરીએ ને સામાને ખરાબ લાગતું હોય તો પછી એક દહાડો સારી રસોઈ કરી આપોને. અને પછી કહેવું કે, તે દહાડાની મારી ભૂલો માફ કરી નાખજો. તો એ માફ કરી નાખે. આ પુરુષો તો ઓલિયા લોક છે ! સારી બિરયાની કરીને આપીએ એટલે ખુશ ! હિન્દુ બિરયાની હોય છે કે ?
પ્રશ્નકર્તા : હોય છેને, આપણે બીરંજ કહીએ છીએ.
દાદાશ્રી : હા. એ તો સ્ત્રીઓને બહુ સરસ આવડે. એ પછી ખુશ થઈ જાય. આપણે તો જેમ તેમ કરીને, અટાવી-પટાવીને કામ કાઢી લેવું.
દરેકતું પર્સનલ મેટર,
બીજાતું કેમ ખેડે ખેતર ? પ્રશ્નકર્તા : હું મારી આજુબાજુ એવી ભીંત બાંધીને બેઠો છું કે, મારા મનમાં શું વિચારી ચાલે છે એ એમને ‘વાઈફ'ને ખબર જ ના પડે. એટલે એમને છે તો પ્રોબ્લેમ થાય.
દાદાશ્રી : હા. પણ ધણી તારી શી ભૂલ કાઢે છે એ કહેને ?
પ્રશ્નકર્તા : એટલે એમના (ધણીનાં) મનમાં શું હોય ધણીવાર કહે જ નહીં એટલે ખબર જ ના પડે કે એ શું વિચારે છે !
દાદાશ્રી : હા, એ પણ તારી ભૂલ શું કાઢે છે ? આ જમતી વખતે કોઈ દહાડો ભૂલ તારી કાઢેલી ?
પ્રશ્નકર્તા : ના, ના. દાદાશ્રી : કોઈ દહાડો નહીં ? પ્રશ્નકર્તા : ના, કોઈ દિવસ નહીં.
રીતે ?
દાદાશ્રી : એ તો તું પટાવીને તેડી લાવે ત્યારેને ? એમને કંઈ મુશ્કેલી હોય તો આપણે કહીએ કે તમારી મુશ્કેલી હોય તો લાવો, તેને