________________
(૧૯) પત્નીની ફરિયાદો
૩૯૫
જાય કે નહીં ? ડીમલાઈટ થઈ જાય કે નહીં ? તેવું ડીમલાઈટ કરી નાખ ને ! કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. તમે શું કહો છો ?
પ્રશ્નકર્તા: કઈ બાબતમાં લાઈટ ઓછું કરવાનું ?
દાદાશ્રી : આ જે સ્વભાવ છે ખોડ કાઢવાનો, તે ઓછું કરવું ના જોઈએ ?
પ્રશ્નકર્તા : એ તમારી સામે વાત કીધી. બીજા સામે તો હું નથી કહેતીને?
દાદાશ્રી : બીજાને કહેવાનું નથી. પણ એમને પણ ના કહેવાય. કારણ કે એટલો વખત એમનો અહંકાર ભગ્ન થાય. બહુ મોટી ખોડ હોય તો ઠીક છે. આ એવડી મોટી ખોડ નથી.
પ્રશ્નકર્તા : તમારા કહેવા પ્રમાણે સાચી વસ્તુને સાચી નહીં કહેવાની ?
- દાદાશ્રી : ના કહેવાય. એકાદ-બે વખત કહેવાય, રોજ કચકચ કરાતું હશે ?
પ્રશ્નકર્તા : ના, પણ એનો અર્થ કે એ પછી વધી જાય તો એની ગેરંટી શું ? ના કહીએ તો તમાકુ વધારે ખાય.
દાદાશ્રી : ના. એવી રીતે આપણે ટકોર કરવી કે “મારે લીધે જરા ઓછી કરો” એવું કહેવું. બીજું બ્રાન્ડી-બાંડી નહીં ને? કે ખરું થોડું થોડું ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો પછી પુણ્યશાળી છું તું. બીજા તો આટલી બ્રાન્ડી ઠોકીને આવે છે.
જગવ્યવહાર માટે હોર્માલિટી,
બીલો-એલોવ ત થાય તો બ્યુટી ! પ્રશ્નકર્તા : મારે મોહ-માયા ઓછા એટલે લોકો મને એમ કહે છે
૩૯૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કે, આ તું તો લાગણી વગરની છે. એટલે પછી મને દિલમાં દુઃખ થાય.
દાદાશ્રી : દુ:ખ થાય છે તે એ જ મોહ ને !
પ્રશ્નકર્તા : એટલે આ લોકો આપણને આવું કેમ કહેતા હશે એવું આપણને થાય.
દાદાશ્રી : લોક તો બધુંય કહે, લોક તો જેવું દેખે એવું કહે. જો કોઈને છોકરો મરી ગયો હોય ને એ બહુ રડતો હોય, ત્યારે લોક શું કહે, કેમ કોઈના મરી જતા નહીં હોય, તે તમે આવું રડ્યા કરો છો ? અને ના રડતો હોય ત્યારે લોક કહે, ‘તમારું હૃદય પથરા જેવું છે, કઈ જાતના માણસો છો તે ?” એટલે કઈ બાજુનું ના હાંકે ? લોક તો એનું નામ કે આ બાજુથીય મારે ને બધીય બાજુએથી મારે !
એટલે “કમ ટુ ધી નોર્મલ'. એટલે લોકો તમને શું કહે કે, નોર્માલિટી ઉપર આવી જાવ. એબોવ નોર્મલ, બીલો નોર્મલ રહેશો નહીં.
આ જગતનો નિયમ જ નોર્માલિટી છે. નોર્માલિટીથી જ મોક્ષ થાય છે. હવે નોર્માલિટીમાં આવવું કેવી રીતે ? ‘એબોવ નોર્મલ થયો કે “એબોવ નોર્મલ’ થયા જ કરે. અને “બીલો નોર્મલ થયો કે “બીલો નોર્મલ થયા જ કરે. એના હાથમાં કોઈ જાતની સત્તા જ નહીં ને ! પ્રકૃતિ જેમ નચાવે તેમ નાચે. એટલે તો અમે કહ્યું કે, ‘ટોસ (ભમરડો) છે ને ! અને પોતે જાણે કે “ના, હું કંઈક છું” ! એને ‘ઇગોઇઝમ' (અહંકાર) કહેવાય.
પ્રશ્નકર્તા : વ્યવહારમાં ‘નોર્માલિટી'ની ઓળખાણ શું?
દાદાશ્રી : બધા કહેતા હોય કે “તું મોડી ઊઠે છે.’ ‘મોડી ઊઠે છે” તો આપણે ના સમજી જઈએ કે આ નોર્માલિટી ખોવાઈ ગઈ છે ? રાત્રે અઢી વાગે ઊઠીને તું ફર ફર કરે તો બધા ના કહે કે, આટલા બધા વહેલા શું ઊઠો છો ? આપણે “નોર્માલિટી” ખોઈ નાખી કહેવાય. “નોર્માલિટી’ તો બધાને “એડજસ્ટ’ થઈ જાય એવી છે. ખાવામાં પણ “નોર્માલિટી’ જોઈએ. જો પેટમાં વધારે નાખ્યું હોય તો ઊંઘ આવ્યા કરે. અમારી ખાવા-પીવાની બધી જ ‘નોર્માલિટી' જોજો. સૂવાની-ઊઠવાની બધી જ અમારી “નોર્માલિટી'