________________
(૧૯) પત્નીની ફરિયાદો
૩૯૩
૩૯૪
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : ના કરત.
દાદાશ્રી : ના કરત. પણ બીજું કશું એમના તરફથી દુઃખ નથી ને ? કોઈને પણ નથી, નહીં ? તો આટલા હારું ફજેત શું કરવા કરે છે ?
પ્રશ્નકર્તા: એના સ્વાસ્થ માટે જ સારું છે ને ! મારી લાગણીનાલાગણીનું નથી કાંઈ !
દાદાશ્રી : સ્વાથ્ય માટે સારું છે, એમ ? પ્રશ્નકર્તા ઃ હં. દાદાશ્રી : સ્વાથ્ય માટે સારું છે, એવું તું કહી શકું નહીં. પ્રશ્નકર્તા: સાયન્સ કહે છે.
દાદાશ્રી : ના, એવું તું કહી શકું નહીં. સ્વાથ્યને અનુકૂળ આવતું હોય. એવું આપણે કહી શકીએ નહીં, પણ તને ફક્ત એમનું મોટું સોડે એ ના ગમે એટલે તું કહું છું. તું ડુંગળી ખાતી નહીં હોય કોઈ દહાડો ? તો તારુંય મોટું સોડે પણ એ બોલતા નથી, સારા માણસ છે તે !
પ્રશ્નકર્તા : તમે એનો કેમ પક્ષ લઈ રહ્યા છો ?
દાદાશ્રી : હું તો સ્ત્રીઓનો જ પક્ષ લઉં છું કાયમને માટે. પણ આજે આમના પક્ષમાં પડ્યો. તમારે લીધે આજ પુરુષોનો પક્ષ લેવો પડ્યો. આ આટલું બધું તું રોફ મારું છું પુરુષો ઉપર ?
પ્રશ્નકર્તા : ના. રોફનો સવાલ નથી, જ્ઞાનનો સવાલ છે આ તો.
દાદાશ્રી : એ પુરુષો રોફ મારે ત્યારે એમને ઉડાડી દઉં છું. રોફ નહીં મારવો જોઈએ. આપણે સામસામી છીએ. પોતાનો સંસાર ચલાવો, નભાવો, નભાવવામાં હરકત ના કરો, હરકત ઓછી થાય એવું કરો. કારણ કે “ધીસ ઈઝ ધ પાર્ટનરશીપ’ (ભાગીદારી). બેઉ પાર્ટનર (ભાગીદાર, આવી રીતે વર્તે તો દુકાન છૂટી જાય અને છોકરાં જોયા કરે કે આ મમ્મી પપ્પાને પજવે છે. આવડાં આવડાં નાનાં હોયને તોય મનમાં ન્યાયાધીશ હોય. નહીં તો મનમાં એમ સમજે, આ પપ્પો બહુ ખરાબ છે. હું મોટો થઈશને એટલે
મારીશ, કહેશે. એવું નિયાણું હઉ કરે. માટે આ ડિઝાઈન ન દેખાય તો સારું. પપ્પાની ડિઝાઈન બિલકુલ કરેક્ટ રાખવી જોઈએ અને લડવું હોય તો બાબા-બેબી બહાર ગયા પછી, કૉલેજમાં ગયા પછી લડી લેવું કલાક, બે કલાક. ના, મસ્તીની ટેવ પડી હોય તો મસ્તી કરવી.
પ્રશ્નકર્તા : વાઈફે કીધું ચાલો ઘેર જવું છે, એટલે પતિદેવ ઊભા થયા....
દાદાશ્રી : થોડીવાર બેસવા દે ને ! સારા માણસ છે. નરમ હશે, જો બહુ કડક હોયને તો વાંધો નથી, ટાઈટ કરવું આપણે. પણ સારા છે ને એમને એ કહીએ તો આપણને દોષ બેસે. તને ન્યાય થોડો નહીં લાગતો કે આ સારા માણસ છે ?
પ્રશ્નકર્તા : ચોક્કસ.
દાદાશ્રી : હં, પછી જરા ટાઈટ ઓછું રાખજે. ના, બેય સારી છે, ચોખ્ખા સ્વભાવની છે. પણ હવે આ બંધ કરી દે આ ‘ડિફેક્ટ’ (ખામી).
પ્રશ્નકર્તા : એ તમે ‘ડિફેક્ટ’ કહો છો ?
દાદાશ્રી : હા, તારે એને એમ કહેવું કે આ ખોટું છે એવું નિરંતર જ્ઞાનમાં રાખજો. તમે આનું ઉપરાણું ના લેશો કહીએ. તમે જે કરી રહ્યા છો એ ખોટું છે એ જ્ઞાન તમને રહેવું જોઈએ. બાકી આખો દહાડો કચકચ કર્યા કરીએ. તે એમાં એમણે શું કહ્યું પછી ? આ કાનમાં હોલ પાડી દઈને ઠેઠ આરપાર પાડી દીધી, કે આ ટેપરેકર્ડ બંધ થતી નથી. અને આ ઘાંટા પાડ પાડ કરે છે. તે પછી કંઈ ફેરફાર થવો જોઈએ તારામાં.
એટલે આજથી આ ડિઝાઈન ફેરવી નાખ, બેન ડિઝાઈન ફેરવી નાખે, એટલે આજથી શરૂઆત થાય. કારણ કે, એક્સેસીવને (વધુ પડતું) લઈને આ બધું નુકસાન છે બધું. ‘ફીટનેસ' (બંધબેસતું) હોવી જોઈએ.
ફિટનેસમાં એક્સેસીવ અનફીટ કરાવે, માટે તું છે બહુ સારી પણ તે આ પારો જરાક નીચે ઉતારી નાખને ! લાઈટ ઓછું હોય તેને વધારે કરવું મુશ્કેલ છે, પણ બહુ લાઈટ હોય તો કપડું બાંધીએ તો ઓછું થઈ