________________
૩૯૨
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
(૧૯) પત્નીની ફરિયાદો
૩૯૧ શું કરવું પડે, જ્ઞાન થયા પછી વસ્તુ એમ ને એમ રહેવા દેવી પડે. એ પછી એની મેળે ખરી પડે. કારણ કે અમારા જ્ઞાનમાં એ હોય કે આ વસ્તુ કામની નથી છતાં આપણને વળગણ છે. એટલે જ્ઞાનમાં તો આવું વર્તતું જ હોય. હવે તેને લોકો આયુષ્ય વધારે પાછા કે આમાં શું ખોટું છે ? ઉપરાણું લે તો એનું આયુષ્ય વધે. આ બધું જે જે કરે છેને, તે પોતાનું જ પ્રોજેક્શન છે. આ હસબન્ડ લાવી તે તારા જ પ્રોજેક્ટ કરેલા છે. એ કંઈ નવી ઉપાધિ નથી.
પ્રશ્નકર્તા : મારા જ વિચારોવાળા ?
દાદાશ્રી : બધું તે જ ભાવના કરેલી કે હસબન્ડ આવા જોઈએ, તેવા જોઈએ. શરીરે સાધારણ ફેટી (જાડા) પણ જોઈએ. એ બધું હિસાબ તે કરેલું તે જ આ છે.
પ્રશ્નકર્તા : એણે એ બીડીની હઉ ડિઝાઈન કરેલી ? સિગરેટ પીવે એ પણ ડિઝાઈન કરેલી ?
- દાદાશ્રી : હા, ડિઝાઈન એ તો ચલાવી લઈશ હું, કહેશે. અને હવે કહે છે કે, નહીં ચલાવી લઉં એવું !
પ્રશ્નકર્તા : એ હું નથી ચલાવી લેતી.
દાદાશ્રી : હા, પણ હવે ચલાવતી નથી ને, પૈણ્યા પછી ! પૈણતાં પહેલાં ચલાવી લઈશું, એવી ડિઝાઈન હતી.
પ્રશ્નકર્તા : પરણતાં પહેલાં કહ્યું નહોતું, છાનું રાખ્યું હતું.
દાદાશ્રી : ત્યારે છાનું ના રાખે તો તું પૈણી જ ના શકે અને તને બીજો મળ્યો હોય તો મજા ના આવતા !
પ્રશ્નકર્તા : એવું હું તો ના કહી શકું.
દાદાશ્રી : ના, તું કડક હોય ને એ કડક હોય, તો અકળામણ થઈ જાય ને ! એ નરમ ને આપણે ગરમ થઈએ તો ચાલે. કેટલા સારા માણસ છે. આ તું આટલું બધું બોલી પણ એ અક્ષર બોલ્યા ?
પ્રશ્નકર્તા : બે કાન ખુલ્લા જ રાખવાના. એકમાંથી સાંભળીને બીજી બાજુથી બહાર.
દાદાશ્રી : એમ ! ના. પણ વાઈફની થોડીક વાત તો સાંભળવા જેવી. પાછું બધુંય ના કાઢી નખાય. કામનીય હોય છે થોડીક વાત. એટલે તમારે એક કાન તો એકદમ તો બંધ ના કરવો, પણ મહીં કામની ના હોય તો તરત છોડી દેવાનું, પણ કામની હોય તો રહેવા દેવી પડે. કેટલુંક કામનું હોય છે.
પ્રશ્નકર્તા : પેલી એમને બીડીની વાત કામની નથી લાગતી.
દાદાશ્રી : એ તો મહીં એમની ઇચ્છા ના હોય ને ! અત્યારે તમારી ઇચ્છાથી પીવો છો કે ગમતું નથી છતાંય પીવો છો ?
પ્રશ્નકર્તા : ગમે છે.
દાદાશ્રી : નહીં, પીતી વખતે ગમે, પણ પાછળથી મનમાં એમ થાય કે આ ન હોય તો સારું એવું ?
પ્રશ્નકર્તા : એવું થાય.
દાદાશ્રી : હં. એટલે એ ન હોય તે સારું એ આપણને જ્ઞાન હાજર રહેવું જોઈએ. પીતી વખતે ટેસ્ટ આવે પણ પછી તો એમ લાગે કે મને આનંદ આવે છે તે ખોટું છે. આ ના હોવું જોઈએ. પણ આ ન ગમતું થયું. આપણો અભિપ્રાય ફર્યો, એટલે એનું આયુષ્યનો અંત આવી રહ્યાની તૈયારી થઈ. અભિપ્રાયથી આ જીવતું રહ્યું છે. તું કશું પાન-બાન ખાતી નથી મહીં ? તમાકુ નાખીને !
પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તું ક્યાં સુધી ભણેલી ? પ્રશ્નકર્તા : માસ્ટર્સ કરેલું છે. ‘એમ.એસસી.’ થયેલી.
દાદાશ્રી : જો “એમ.એસસી.’ ના ભણેલી હોત તો શી રીતે પાસ કરત, એ કરત ?