________________
(૧૯) પત્નીની ફરિયાદો
કંઈ શાંતિમાં જીવન તો હોવુ જોઈએ ને ! નબળાઈવાળું ના હોવું જોઈએ. આ ગુસ્સે વારેઘડીએ થઈ જઈએ ! તમે ગાડીમાં આવ્યા ને ? તે ગાડી આખે રસ્તે ગુસ્સે થાય તો શું થાય ?
પ્રશ્નકર્તા : તો અવાય જ નહીં અહીયાં.
દાદાશ્રી : ત્યારે આ તમે ગુસ્સે થાવ તો શી રીતે એની ગાડી ચાલતી
હશે ? તું ગુસ્સે તો નહીં થતી ?
પ્રશ્નકર્તા : કો'ક વાર થઉં.
ને ?
૩૮૯
દાદાશ્રી : અને જો બેઉનું થાય તો પછી રહ્યું જ શું ?
પ્રશ્નકર્તા : પણ પતિ-પત્ની વચ્ચે થોડું ગુસ્સે તો થવું જ જોઈએ
દાદાશ્રી : ના, એવો કંઈ કાયદો નથી. પતિ-પત્નીમાં તો બહુ શાંતિ રહેવી જોઈએ. આ દુઃખ થાય એ પતિ-પત્ની જ ન હોય. સાચી ફ્રેન્ડશીપમાં થતું નથી, તો આ તો મોટામાં મોટી ફ્રેન્ડશીપ કહેવાય ! અહીં ના થાય, આ તો લોકોએ ઠોકી બેસાડેલું. પોતાને થાય એટલે ઠોકી બેસાડેલું, કાયદો આવો જ છે, કહેશે ! પતિ-પત્નીમાં તો બિલકુલ ના થવું જોઈએ, બીજે બધે થાય.
પતિતી કુટેવો કેમ સુધરે ? અણગમો, ત ઉપરાણું લે રે !
પ્રશ્નકર્તા : પતિદેવની ખરાબ આદત સુધારવાનો રસ્તો બતાવશો.
દાદાશ્રી : પતિદેવની ખરાબ આદત સુધારવા માટે, તો પહેલું આપણે સુધરવું પડે. હું સુધરીને બેઠો છું. એ પછી અહીં આવે છે એ બધાને ખરાબ આદતો ધીમે ધીમે ઓછી થતી જાય છે. એટલે તમે સુધરીને બેસશો, તે ઘડીએ છોકરાની કે પતિદેવની, બધાની આદતો ઓછી થતી જશે.
પ્રશ્નકર્તા : અમે સુધરેલા જ હોઈએ તો ? અમે તો સુધરેલા જ છીએ, એટલે તો અમને એની ખરાબ આદત ખરાબ લાગે છે.
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : હા, પણ તમારી અમુક ખરાબ આદત તો એમનેય લાગતી હશે ને !
૩૯૦
પ્રશ્નકર્તા : પતિદેવ સિગરેટ પીવે એ ગમતું નથી. એ ખરાબ આદત માટે પૂછું છું.
દાદાશ્રી : હા, પણ પછી એમને પોતાને સિગરેટ પીવી પસંદ છે
ખરી ?
પ્રશ્નકર્તા : આદત ચાલુ છે, એટલે પસંદ તો હશે જ ને ! પીધે રાખે છે એટલે ગમતું જ હશેને !
દાદાશ્રી : નહીં, પીધે રાખે છે એટલે એવું નહીં, પસંદ ના પણ હોય ને પીવી પડતી હોય.
પ્રશ્નકર્તા : એવું કંઈ દુ:ખ મને નથી દેખાતું.
દાદાશ્રી : ના, એ તો પૂછો ત્યારે ખબર પડે કે તમને પસંદ છે ને પીવો છો કે પસંદ નથી ને પીવો છો ? એવું પૂછો, તો એનું આયુષ્ય માલૂમ પડે. પસંદ હોય ને પીયા કરે એનું (સીગરેટનું) આયુષ્ય ઓછું થાય જ નહીં. જો પોતાને પસંદ ના હોય અને પીયા કરે એનું આયુષ્ય ઓછું
થાય.
પ્રશ્નકર્તા : પસંદ નથી તોય પીએ છે.
દાદાશ્રી : તો એનું આયુષ્ય ઓછું થઈ જાય. હા, એનું આયુષ્ય ખલાસ થઈ જવાનું હવે થોડા વખત પછી.
પ્રશ્નકર્તા : દાદા, તમે આ ચા પીતા હતા, તે તમારી કઈ રીતે ગઈ એ બધાને કહો એટલે ખ્યાલ આવે.
દાદાશ્રી : હા, મને આ જ્ઞાન થયું તોય હું ચી પીઉં ને એવી દશા હતી. જ્ઞાન થયેલું તોય હવે એને અહંકારે કરીને છોડવું હોય તો છોડી શકાય, પણ અહંકાર રહેલો નહીં. છોડવાનોય અહંકાર જે જોઈએ, તે અહંકાર જ ના હોય તો પછી કાર્ય શી રીતે કરવું ? એટલે પછી અમારે