________________
(૧૯) પત્નીની ફરિયાદો
ટૈડકાવીને સીધો કરી નાખ્યો ! મોટો સીધો કરી નાખનારો આવ્યો ? ગાડી સીધી કરી નાખ સામાની ! સામાની ગાડી સીધી ના કરવી જોઈએ ? ભૂલ કરે છે ને ? ફરી ભૂલ જ ના કરે એવું કરવું જોઈએને ? આ તો વહુ છે એટલે ગુસ્સો કરીએ. પોલીસવાળા જોડે કેમ નથી કરતો ? ત્યાર પછી ત્યાંથી ના સમજીએ કે આપણે બાયલા મૂઆ છીએ !! આપણામાં કહેવત છે, ‘નબળો ધણી બાયડી પર શૂરો હોય.’ કોની પર શૂરો હોય ? પોલીસવાળા પર શૂરો થઈ જાને ! એક જ દહાડો થઈ જા, હેંડ. આ તો બધું જ કંટ્રોલમાં છે, આ બધાં ખોટું બોલે છે. મારો સ્વભાવ ગુસ્સે થઈ જાય એવો છે, આમ તેમ ! બધું તારામાં સ્વભાવનો કંટ્રોલ છે ! બધું કંટ્રોલ છે, ભગવાનનું નામ છે ને ત્યારે કહે, મારું મન ઠેકાણે નથી રહેતું. મેં કહ્યું, હમણે બેન્કમાં ડૉલર ગણવા આપીએ. તે ઘડીએ મન ઠેકાણે કેમ રહે છે તે મૂઆ ? તારું મન ? તો સારું છે. લપટું નથી પડ્યું. તું લપટો પડી ગયો છે મૂઆ, કે તને આ ડૉલર ગમે છે, ભગવાન ગમતા નથી. તમને નથી લાગતું એવું ?
પ્રશ્નકર્તા : ખરું, દાદા.
૩૮૭
દાદાશ્રી : મને ડૉલર ગણવા દે, તે મારું ચિત્ત ઠેકાણે જ ના રહે. કારણ કે મને વેલ્યુ (કિંમત) નથી એની. સમજવા જેવી વાત છે કે નહીં ? ધાર્યા મુજબ કરાવવા જાય, તેથી ક્રોધ ! માટે કંઈ ત ધરાય !
પ્રશ્નકર્તા : ઘરમાં કે બહાર ફ્રેન્ડમાં બધે દરેકના મત જુદા જુદા હોય અને એમાં આપણા ધાર્યા પ્રમાણે ના થાય, તો પછી આપણને ગુસ્સો કેમ આવે ? ત્યારે શું કરવું ?
દાદાશ્રી : બધા માણસ પોતાના ધાર્યા પ્રમાણે કરવા જાય, તો શું થાય ? આવો વિચાર જ કેમ આવે તે ? તરત જ વિચાર આવવો જોઈએ કે બધાય જો એના ધાર્યા પ્રમાણે કરવા જશે તો અહીં આગળ વાસણો તોડી નાખશે સામસામી અને ખાવાનું નહીં રહે. માટે ધાર્યા પ્રમાણે કોઈ દા'ડો કરવું નહીં. ધારવું જ નહીં, એટલે ખોટું પડે જ નહીં. જેને ગરજ હોય તે ધારશે, એવું રાખવું.
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : આપણે ગમે એટલા શાંત રહીએ, પણ પુરુષો ગુસ્સે થઈ જાય તો આપણે શું કરવું ?
૩૮૮
દાદાશ્રી : એ ગુસ્સે થઈ જાય ને વઢવઢા કરવી હોય તો આપણેય ગુસ્સો કરવો, નહીં તો બંધ કરવું. ફિલ્મ બંધ કરવી હોય તો ઠંડું પડી જવું. ફિલ્મ બંધ ના કરવી હોય તો આખી રાત ચાલવા દેવી, કોણ ના પાડે છે? ફિલ્મ ગમે છે ખરી ?
પ્રશ્નકર્તા : ના, ફિલ્મ નથી ગમતી.
દાદાશ્રી : ગુસ્સે થઈને શું કરવાનું ? એ માણસ પોતે ગુસ્સે થતો નથી, આ તો મિકેનિકલ એડજસ્ટમેન્ટ ગુસ્સે થાય છે. પોતે ગુસ્સે થતા નથી. પોતાને પછી મનમાં પસ્તાવો થાય કે આ ગુસ્સો ના થયો હોત તો
સારો.
પ્રશ્નકર્તા : એને ઠંડા પાડવાનો ઉપાય શું ?
દાદાશ્રી : એ વળી મશીન ગરમ થયું હોય એને ઠંડું પાડવું હોય તો એની મેળે થોડી વાર રહેવા દે, એટલે મશીન ટાઢું પડી જાય અને હાથ અડાડીએ અને ગોદા મારીએ તો દઝાઈ મરીએ આપણે.
પ્રશ્નકર્તા ઃ મને ને મારા હસબંડને, ગુસ્સો ને ચડસાચડસી થઈ જાય છે. જીભાજોડી ને એ બધું, તો મારે શું કરવું ?
દાદાશ્રી : તે ગુસ્સો તું કરું છું કે એ ? ગુસ્સો કોણ કરે છે ? પ્રશ્નકર્તા : એ પછી મારાથી પણ થઈ જાય છે.
દાદાશ્રી : તો આપણે મહીં જ પોતાને ઠપકો આપવાનો, ‘કેમ તું આવું કરું છું ?” કરેલા તે ભોગવવા જ પડે ને ! પણ આ પ્રતિક્રમણ (પસ્તાવો) કરે તો બધાં દોષ ખલાસ થાય. નહીં તો આપણા જ ગોદા મારેલા તે આપણે પાછા ભોગવવા પડે. પણ પ્રતિક્રમણ કરવાથી જરા ટાઢું પડી જાય.
આ તો આખો દહાડો ક્રોધ કરે. ગાયો-ભેંસો સારી, ક્રોધ નથી કરતી.