________________
(૧૯) પત્નીની ફરિયાદો
દાદાશ્રી : અચ્છા તો બીજું કંઈ ફૂટી જાય છે કે ખોવાઈ જાય છે ત્યારે ભૂલો કાઢે છે ?
૩૯૯
પ્રશ્નકર્તા : બીજું બધું તો ખાસ એવું કંઈ નથી હોતું. એ એમને બહુ નથી લાગતું પણ વધારે એમને એમના મનમાં જે કંઈ હોય એ કોઈ દિવસ ખુલાસાપૂર્વક બોલે નહીં કે મને આમ લાગે છે, ખરાબ લાગે છે કે આવું છે એવી વાત ના કરે. એટલે મને એમ લાગે કે એમને ગૂંચવાડો થાય છે.
દાદાશ્રી : તે પણ તારે પૂછીને શું કામ છે તે એમને ? એમનું ખાનગી એમની પાસે રહેવા દે. તારું ખાનગી તારી પાસે રહેવા દેવાનું. ખાનગી ઊઘાડું કરીને શું કામ છે તે ? એવું પ્રાઈવસી (ખાનગી) ઊઘાડી કરવાની હોતી હશે ? એ તારે ગભરાવાનું નહીં, બીજી પૈણીને નહીં લાવવાના હવે એ ચોક્કસ. પ્રાઈવસી એ રહેવા દેવાની. એની હાય હાય નહીં કરવાની. બીજું વઢે, તારી ભૂલ કાઢે છે જાણીજોઈને ?
પ્રશ્નકર્તા : ના, એવું કશું નથી.
દાદાશ્રી : ત્યારે સ્ટોરમાં કેમ ગઈ હતી ? હવે સો ડૉલરનું કેમ લાવીને એવું તેવું ?
પ્રશ્નકર્તા : ના, દાદા.
દાદાશ્રી : તો પછી આપણે એમનામાં ડખલ નહીં કરવાની.
પ્રશ્નકર્તા : આ પતિ-પત્નીએ એકબીજાનાં ‘ડિપાર્ટમેન્ટ’માં હાથ ના ઘાલવો. તો જો પતિ ચોરી કરીને પૈસા લાવતો હોય, તો પત્નીએ ડખલ ના કરવી ?
દાદાશ્રી : છૂટું થઈ જવું હોય તો ડખલ કરવી.
પ્રશ્નકર્તા : એમનું કહેવું એમ છે કે, પતિ જો ચોરી કરીને પૈસા લાવતો હોય અને પત્ની છે તો એને કહેતી હોય, કે તમે આ રીતે ના લાવશો, તો એ કમ્પ્લેસરી (ફરજિયાત) ડખલ થઈ ગઈ ને ?
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : હા, પણ એ કહેવાથી જો સુધરતા હોય, તો કહેવું અને ના સુધરતા હોય તો કહેવાનો અર્થ જ શું છે ? રોજ રોજ કહે એનો શું અર્થ છે ? પંદર દહાડો મહિનો કહી જુએ, પછી એમાં ફેરફાર ના થાય, તો આપણે જાણીએ, કે આપણું બોલવાનું નકામું જાય છે ઊલટું. મૂર્ખાઈ છે, ‘ફૂલીશનેશ’ છે. એટલે પછી બોલવાનું જ નહીં આપણે.
४००
પ્રશ્નકર્તા : જો આપણા કહેવાથી પણ જો એ ના સુધરતો હોય તો આપણે એવું ના સમજવું કે આપણામાં જ કંઈ ઊણપ છે, જેથી કરીને એ નથી સુધરતો ?
દાદાશ્રી : હા, આપણા જ ગુનાથી નહીં સુધરતો. ગુનો આપણો જ હોય, પણ એ જડે નહીં. આપણો પોતાનો ગુનો કોઈ દિવસ જડેને તો ભગવાન થાય. પોતાનો ગુનો જેને જડે, મોટો ગુનો, એ ભગવાન થાય.
પ્રશ્નકર્તા : તો એના માટે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : એને પણ એ જડે જ નહીંને ? એ ગુનો તો શી રીતે જડે ? એ તો જ્ઞાની પાસે બધા પાપ ધોઈ નખાવડાવે. ત્યારે એ ગુનો દેખાય ! નહીં તો પારકાના દોષ બધા દેખાય ઝપાટાબંધ !
પતિ-પત્ની વચ્ચે પડ્યું પંક્ચર,
દાદા કાઢે મોહ, વગર લેક્ચર !
પ્રશ્નકર્તા : આ પૈસાની કિંમત નથી પણ હું કંઈ દાગીના માગું, તો મારા પતિનું એવું કહેવું છે કે આ આપણા કુટુંબમાં, ફેમિલીના વડીલો આપે ત્યારે એ તારાથી લેવાય. હું સીધું આપું એ છે તો આપણા વડીલોનો જે રિવાજ છે એ તોડ્યો કહેવાય ને એ બરાબર ના કહેવાય. પણ હું એમ કહું છું કે બીજી બધી વહુઓ એ બધું છાનું-માનું કરે છે. મને એકલીને જ નહીં, એ કેમ ઉકેલ લાવવો ?
દાદાશ્રી : આ ફાઈલ ઊભી રહે ત્યાં સુધી તમારે (પતિને) એકબે અવતાર વધારે થાય. એના કરતાં સમાધાન કરીને ફાઈલનો નિકાલ કરવો. આ તો ફાઈલ નં. ૨ (પત્ની) છે પણ ફાઈલ નં. ૧૦૦ હોય તોય